September 22, 2021

PM મોદીના પ્રશંસાપાત્ર આ યુવા ખેડૂતે શરુ કર્યું કેટલ ફાર્મિંગ, જાણો કેવી રીતે એક જ વર્ષમાં કરોડોમાં પહોંચી ગયું ટર્નઓવર 

Share post

સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલીક જાણકારી સામે આવતી રહેતી હોય છે. બિહારમાં આવેલ બેગુસરાય ગામના રહેવાસી બ્રજેશ કુમાર કિસાન પરિવારની સાથે સંબંધ ધરાવે છે. તેમના પિતા ખેતી કરી રહ્યાં છે. બ્રજેશનો અભ્યાસ ગ્રામમાં જ થયો છે. ત્યારપછી તેને જોબ મળતાં કુલ 2 વર્ષ સુધી નોકરી કરી વર્ષ 2013માં કેટલ ફાર્મિંગની શરૂઆત કરી હતી. હાલમાં એમની પાસે કુલ 30 પશુ છે. તેમનું ટર્નઓવર વર્ષે કુલ 5 કરોડ રૂપિયા છે.

ફક્ત 30 વર્ષીય બ્રજેશ  ‘ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલી કમ્યુનિકેશન’માં ડિપ્લોમા કર્યા બાદ CBSE ની સાથે ગોપાલગંજમાં CCE કંટ્રોલર તરીકે કામ કરતા હતા. તેઓ જણાવતાં કહે છે કે, નોકરી તેમજ સેલરી એમ બંને ખુબ સારું હતું પરંતુ જોબ સેટિસ્ફેક્શન મળતું ન હતું. કુલ 2 વર્ષ નોકરી કર્યા બાદ વર્ષ 2013માં તેણે નોકરી છોડી દીધી હતી. બ્રજેશ જણાવે છે કે, પહેલાંથી જ મનમાં હતું કે કંઈક અલગ કરવું છે પરંતુ એ નક્કી ન હતું કે શું કરવું છે.

CBSEમાં કામ કરતી વખતે સમજાઈ ગયું કે, આજકાલનાં બાળકોને ખેતી વિશે વધુ જાણકારી તથા રસ નથી. સિલેબસ પૂરો કરવા માટે તેઓ ખેતીને લગતા ટોપિક વાંચે છે ત્યારે મને લાગ્યું કે, શા માટે આ ક્ષેત્રમાં જ કેમ કંઈક ન કરવું. ત્યારપછી મેં પશુપાલન કરવાનો નિર્ણય લીધો અને બિહાર સરકારી સમગ્ર વિકાસ યોજના હેઠળ કુલ 15 લાખ રૂપિયાની લોન લઈને બેગુસરાયમાં કુલ 4 એકર જમીન લીઝ પર લીધી હતી. ત્યારપછી કેટલાક ફ્રિજિયન સાહિવાલ તથા જર્સી જાતિની ગાયોની ખરીદી કરી હતી.

બ્રજેશની પાસે હાલમાં જર્સી, સાહિવાલ, ગીર જેવી જાતિની કુલ 26 ગાય છે. આની સાથે જ દરરોજ 200 લિટર દૂધનું ઉત્પાદન થાય છે. તેઓ આ દૂધને બરૌની ડેરીમાં વેચે છે. બ્રજેશનો વ્યાપમાં વધારો થવાં લાગ્યો તથા તેણે પશુઓની માટે પૌષ્ટિક આહાર તથા વર્મી કમ્પોસ્ટ બનાવવાનું કામ પણ શરૂ કરી દીધું હતું. હાલમાં તેઓ ખેડૂતો પાસેથી પ્રોડક્ટ ખરીદીને એનાથી પશુઓ માટે આહાર તૈયાર કરીને બજારમાં સપ્લાઈ કરે છે.

આજે બ્રેજશની કુલ 4 એકર જમીન પર ગૌશાળા, ગોબર ગેસ પ્લાન્ટ, વર્મી કમ્પોસ્ટ બનાવવાના મશીનથી લઈ મિલ્કિંગ મશીન પણ રહેલાં છે. કેટલ ફાર્મિંગ તથા ડેરી અંગે તાલીમ માટે તેઓ મહારાષ્ટ્રમાં આવેલ કોલ્હાપુર ગયા હતા. ત્યારપછી તેઓ રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ સાથે જોડાયા હતાં. જેની અંતર્ગત તેણે અનેક ખેડૂતોને તાલીમ આપી હતી. ઓન રેકોર્ડ કુલ 6,000થી વધારે ખેડૂતોને તેઓ ટ્રેનીંગ આપી ચૂક્યા છે. આની સાથે જ કુલ 40 લોકોને પોતાને ત્યાં રોજગારી આપે છે.

બ્રજેશ જણાવે છે કે, અમે મોડર્ન ટેક્નિકથી પશુપાલન કરીએ છીએ. તેઓ શોર્ટેટ સીમેનનો ઉપયોગ કરે છે, જેથી ગાય હંમેશાં વાછરડી જ પેદા કરે. આની સાથે જ તેઓ સરોગસી ગાય પણ પાળે છે. આની માટે તેણે પુણેના વૈજ્ઞાનિકોની મદદ લીધી છે. તેમાં અંદાજે 30,000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ કામ માટે બ્રજેશ અનેક મંચો પર સન્માનિત થઈ ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની પ્રશંસા કરી ચૂક્યા છે.

તેમણે બ્રજેશની સાથે વાતચીતનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. CM નીતિશ કુમાર તથા જીતનરામ માંઝી બ્રજેશના કેટલ ફાર્મને જોવા આવી ચૂક્યા છે. હાલમાં જ તેમણે શાકભાજીની ખેતી પણ શરૂ કરી છે. અંદાજે 4 એકર જમીન પર શિમલા મિર્ચ, સ્ટ્રોબેરી, શેરડી તથા ટામેટાંનું વાવેતર કર્યું છે. થોડા દિવસ બાદ એને બજારમાં તેઓ લઈ જશે. એનાથી પણ ખુબ સારી કમાણી થવાની આશા રહેલી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post