September 18, 2021

સિંઘુ બોર્ડર પર વધુ એક આંદોલનકારી ખેડૂતનું મોત, દિલ્હીથી પરત ફરતા બે ખેડુતોના પણ નીપજ્યા કરુણ મોત

Share post

કૃષિ કાયદા સામેના આંદોલનને કારણે અત્યાર સુધીમાં ઘણા ખેડુતોએ જીવ ગુમાવ્યો છે. સિંઘુ બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા એક ખેડૂતનું મંગળવારે મોત નીપજ્યું હતું. આ અગાઉ સોમવારે રાત્રે પટિયાલા જિલ્લાના સફેદ ગામમાં સોમવારે રાત્રે એક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં દિલ્હીથી પરત ફરતા બે ખેડુતો મોતને ભેટ્યા હતા.

આ દુર્ઘટનામાં ઘણા ખેડૂતો ઘાયલ પણ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોતાનો જીવ ગુમાવનાર બે ખેડુતોનાં નામ લાભ સિંહ અને ગુરપ્રીત સિંઘ છે. ગુરુપ્રીત સિંહ 23 વર્ષનો છે અને તે તેના ઘરે એકમાત્ર કમાણી કરતો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂત ટ્રેક્ટર-ટ્રોલીથી દિલ્હીમાં ધરણા કર્યા પછી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે તેઓ ટ્રક સાથે ટકરાયા હતા.

સિંઘુ બોર્ડર પર વૃદ્ધ ખેડૂતનું મોત
ખેડુતોનું આંદોલન ત્રણ કૃષિ કાયદાઓ પરત ખેંચવાની માંગ કરે છે. દરમિયાન સિંઘુ બોર્ડર પર ઉષા ટાવરની સામે એક ખેડૂતનું મોત નીપજ્યું હતું. મૃતક ખેડૂતની ઓળખ ગુરમીત નિવાસી મોહાલી (ઉમર 70 વર્ષ) તરીકે થઈ છે. અકસ્માતની માહિતી મળ્યા બાદ કુંડલી પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી હતી.

સોનીપતની સિંઘુ બોર્ડર પર અત્યાર સુધીમાં ચાર ખેડુતોનાં મોત નીપજ્યાં છે. પોલીસે ગુરમીતની લાશને કબજે કરી પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ સોનીપટ મોકલી આપી છે. સાથોસાથ આ કેસની પણ તપાસ કરવામાં આવી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post