September 23, 2021

PM મોદી આ યોજના અંતર્ગત દેશના તમામ ખેડૂતોના ખાતામાં જમા કરાવશે 18,000 કરોડ રૂપિયા -જાણો ફટાફટ…

Share post

છેલ્લા ઘણાં દિવસથી દેશના ખેડૂતોનું દિલ્હી બોર્ડર પર આંદોલન ચાલી રહ્યું છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. દેશમાં ચાલી રહેલ કૃષિ આંદોલનનાં સમયમાં PM નરેન્દ્ર મોદી આગામી 25 ડિસેમ્બરે સમગ્ર દેશમાં ખેડૂતોને સંબોધન કરવા માટે જઈ રહ્યાં છે. 25 ડિસેમ્બરનાં રોજ સમગ્ર દેશમાં ભાજપ સુશાસન દિવસની ઉજવણી કરી રહ્યું છે. આ સુશાસન દિવસે PM નરેન્દ્ર મોદી દેશના ખેડૂતોના ખાતામાં કુલ 18,000 કરોડ જમા કરવા માટે જઈ રહ્યાં છે.

પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા આ કાર્યક્રમની ઉજવણીના ભાગ સ્વરૂપે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે એક બેઠક બોલાવવામાં આવી હતી. પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલની હાજરીમાં પ્રદેશના પદાધિકારીઓ, ધારાસભ્યો, સાંસદો, જિલ્લા ભાજપા પ્રમુખ અને મહામંત્રીઓ, જિલ્લાની સ્થાનિક સ્વરાજ ચૂંટણીના ઇન્ચાર્જ સાથેની વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

CR પાટીલે કહ્યું હતું કે, 25 ડિસેમ્બરે સુશાસન દિવસે વૈશ્વિક નેતા તથા PM નરેન્દ્ર મોદી દ્વારા અટલજીના સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. આની ઉપરાંત તે જ દિવસે બપોરે 12 વાગ્યે PM નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોનાં હિત તથા ખેડૂતો માટે કૃષિ બિલનું મહત્વ અંગે સમગ્ર દેશની જનતાને સંબોધિત કરવામાં આવશે.

આની સાથે PM નરેન્દ્ર મોદીના વરદ હસ્તે અભૂતપૂર્વ તેમજ ઐતિહાસિક કૃષિ સહાય સ્વરૂપે ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’ યોજના અંતર્ગત કુલ 9 કરોડ ખેડૂતોના ખાતામાં 10,000 કરોડ રૂપિયા માત્ર એક જ ક્લિકમાં જમા કરાવવામાં આવશે. CR પાટીલે કહ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રની ભાજપા સરકાર અંત્યોદયના લક્ષ્યની સાથે ગરીબો તથા ખેડૂતો પ્રત્યે સમર્પિત છે.

આની માટે તમામ વર્તમાન તેમજ પૂર્વ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના પદાધિકારીઓ, સક્રિય સભ્યો તથા કાર્યકર્તાઓ એકસાથે ગુજરાતના પ્રત્યેક ગ્રામ્ય વિસ્તારમાં પહોંચીને કેન્દ્ર તથા રાજ્ય ભાજપા સરકારની ગરીબો તેમજ ખેડૂત હિતકારી યોજનાઓ તથા ઉપલબ્ધિઓ જન-જન સુધી પહોંચાડે તે ઇચ્છનીય છે.
આની ઉપરાંત 25 ડિસેમ્બરનાં રોજ PM નરેન્દ્ર મોદી 12 વાગ્યે ખેડૂતહિત તેમજ ખેડૂતો માટે કૃષિ બિલનું મહત્વના સંદર્ભમાં યોજાનાર સંબોધનનો લાભ લોકોને મહત્તમ રીતે મળે તેની માટે સુનિશ્ચિત કરવા સમગ્ર ભાજપા સંગઠનને તેઓએ અપીલ કરવામાં આવી હતી.

CR પાટીલે પેજ કમિટીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં ભાજપા સંગઠન દ્વારા પેજ કમિટીની કામગીરી ખૂબ સરસ રીતે ચાલી રહી છે. આની માટે તેઓએ તમામ કાર્યકર્તાઓ હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post