September 17, 2021

લીલી ડુંગળીના ભાવ ગગડ્યા, ખેડૂતોને 1 મણે થશે 400 રૂપિયાનું નુકશાન

Share post

ડીસાની આજુબાજુનાં ઘણા ખેડૂતો શિયાળાની ઋતુમાં શાકભાજીનું પણ ઘણી માત્રામાં વાવેતર કરે છે. તે સમયે એક જ માસમાં ડુંગળીની કિંમત ગગડી જતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી ગયો છે.

મણ દીઠ 100થી 120 રૂપિયા ઘટ્યા
બટાકા નગરી તરીકે ખ્યાતિ મળેલ ડીસા પંથકનાં ખેડૂતો શિયાળાની ઋતુમાં રોકડીયા પાક તરીકે શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે. શિયાળાની ઋતુમાં ખેડૂતોએ લીલી ડુંગળીનું મોટી માત્રામાં વાવેતર કર્યું હતું. જો કે ડીસાનાં વિ.જે.પટેલ શાકભાજી સબ માર્કેટયાર્ડમાં એક માસ પહેલા મણ દીઠ લીલી ડુંગળીની કિંમત 500 થી 520 (પ્રતિ કિલોનાં 25થી 26 રૂપિયા) રહ્યો હતો. જ્યારે અત્યારે ડુંગળીની કિંમત મણ દીઠ 100થી 120 (પ્રતિ કિલોણા 5થી 6 રૂપિયા) મળે છે. તેથી ખેડૂતોને મણ દીઠ (20 kg) એ 400 રૂપિયાનું નુકસાન વેઠવું પડે છે.

એક વિઘામાં એક લાખ જેટલાનું નુકસાન
ડીસા શાકભાજી સબ માર્કેટયાર્ડમાં એક માસ પહેલા લીલી ડુંગળીની કિંમત સારી હતી પણ છેલ્લા એક અઠવાડિયામાં કિંમત ગગડી જતાં ખેડૂતોને એક વિઘા જમીનમાં અંદાજીત એક લાખ ઉપરાંતનું નુકસાન વેઠવાનો વારો આવી ગયો છે તેમ વડાવળનાં ખેડૂત ભરતભાઇ લોઢાએ કહ્યું હતું.

આવક વધતાં કિંમતમાં ઘટાડો થયો છે…
પહેલા ડુંગળીની આવક ઓછી હતી. તેથી કિંમત સારી હતી પણ હાલનાં સમયમાં ડીસા માર્કેટયાર્ડમાં લીલી ડુંગળીની આવકમાં સતત વધારો નોધાયો છે. તેથી લીલી ડુંગળીની કિંમત ગગડી છે તેમ વેપારી પરેશભાઇ માળી દ્વારા કહેવામાં આવ્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post