September 21, 2021

સામાન્ય લોકો માટે આવ્યા આનંદનાં સમાચાર – ટૂંક જ સમયમાં બટાટાનાં ભાવમાં એકંદરે થશે ધરખમ ઘટાડો

Share post

ડુંગળીની સાથે બટાટાના સતત વધતા ભાવને કારણે સામાન્ય માણસના રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે. તહેવારની સિઝન પછી બટાટાના ભાવમાં વધારો થયો છે. મોટાભાગના શહેરોમાં બટાટા કુલ 50 રૂપિયામાં વેચાઇ રહ્યા છે પરંતુ હવે આસમાની કિંમતોમાં ટૂંક સમયમાં રાહત મળે તેવી આશા રહેલી છે. આનું મુખ્ય કારણ પશ્ચિમ બંગાળમાંથી સપ્લાયમાં વધારો થયો છે. જો કે, તે હજુ પશ્ચિમ બંગાળમાં કુલ 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહ્યું છે. બિહારમાં આવેલ દરભંગા જિલ્લામાં, કિંમત માત્ર 45 રૂપિયા, ઉત્તર પ્રદેશ, અલાહાબાદમાં કુલ 45 રૂપિયા તથા દિલ્હી NCRમાં બટાટા કુલ 50 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહ્યા છે.

પશ્ચિમ બંગાળ સરકારે જાહેર કરી નોટિસ :
27 નવેમ્બરના રોજ બહાર પાડવામાં આવેલ નોટિસમાં, પશ્ચિમ બંગાળ સરકારે કુલ 465 કોલ્ડ સ્ટોરેજ માલિકોને 30 નવેમ્બર સુધીમાં બાકીના સ્ટોકનો નિકાલ કરવા માટે જણાવ્યું હતું, નહીં તો તેમની સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી હતી. નોટિસ જાહેર કર્યાં પછી કોલ્ડ સ્ટોરેજ માલિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, છેલ્લા 3 દિવસમાં કોલ્ડ સ્ટોરેજ ગેટ પર બટાટાના ભાવમાં પ્રતિ કિલો માત્ર 5 રૂપિયાનો ઘટાડો થયો છે અને વધુ ઘટાડો થશે. પશ્ચિમ બંગાળ કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, કોલ્ડ સ્ટોરેજ ગેટ પર બટાટાની વિવિધ જાતોના જથ્થાબંધ દરમાં છેલ્લા 3 દિવસમાં પ્રતિ કિલો દીઠ કુલ 5 રૂપિયાનો ઘટાડો થયો છે. તેમાં ઘટાડો થઈને કુલ 28 રૂપિયા જેટલો થઈ ગયો છે.

આ બટાટાના છૂટક ભાવને સ્થાનિક બજારોમાં કુલ 40 રૂપિયા પ્રતિ કિલોથી નીચે જવા માટે મદદ કરશે. 7 ડિસેમ્બર સુધીમાં અંદાજે 50% કોલ્ડ સ્ટોરેજ તેનો સ્ટોક ખાલી કરી શકશે, જ્યારે બાકીનો ડિસેમ્બર મહિનાના મધ્યમાં ખાલી થઈ જશે. અધિકારીએ જણાવ્યું હતું કે, હાલમાં અંદાજે 8 લાખ ટન બટાટા હજુ કોલ્ડ સ્ટોરેજમાં પડેલા છે અને બટાટાનાં માલિકો સ્ટોક ખાલી કરવામાં તેઓ હજુ થોડો વધુ સમય લેશે.

ખેડૂત આંદોલનની અસર :
ખેડુતોના આંદોલનની અસર બટાટા ઉપર પણ જોવા મળી રહી છે. કેન્દ્ર સરકારે બટાકાની આયાત પર 10%  નક્કી કર્યો છે. સરકાર દ્વારા આ ક્વોટાને 31 જાન્યુઆરી વર્ષ 2021 સુધી લાગુ કરી દીધો છે. હાલમાં સરેરાશ ભાવ 32 રૂપિયા છે. સરકારના આ પગલાને કારણે, આગામી દિવસોમાં બટાટાના ભાવ નિયંત્રણમાં રહેવાની ધારણા છે. જાન્યુઆરી માસમાં, બટાટાના નવા પાકનું આગમન શરૂ થશે. પંજાબથી બટાકાની આવક શરૂ થઈ ગઈ છે. જો કે, તેનું પ્રમાણ ખૂબ ઓછું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post