September 23, 2021

જાણો કેવી રીતે આ ખેડૂતભાઈ પોતાના જ્ઞાન અને કોઠાસૂઝથી જીત્યા 50 લાખ રૂપિયા -જુઓ વિડીયો 

Share post

એવું કહેવામાં આવે છે કે, તમારું જ્ઞાન તમને ઘણું કામ આવે છે તથા જ્ઞાન મેળવવાની કોઈ ઉંમર હોતી નથી. આનો પુરાવો આપતી એક ઘટના ફરીથી સોની ટેલિવીઝન પર ટેલીકાસ્ટ થતા રિયાલીટી શો ‘કૌન બનેગા કરોડપતિ’માં જોવા મળી છે. આ વર્ષની સીઝન અગાઉથી કુલ 3 કરોડપતિ આપી ચૂક્યું છે તથા હવે એક ખેડૂતે પણ કુલ 14 પ્રશ્નોનાં સાચા ઉત્તર આપીને કુલ 50 લાખ રૂપિયા જીતી લીધા છે.

કન્ટેસ્ટન્ટે એટલી સારી રીતે ગેમ રમી હતી કે, શોના હોસ્ટ અમિતાભ બચ્ચન પણ તેના જ્ઞાનના ભંડારથી આશ્વર્ય પામી ગયા હતા. તેજ બહાદુરે ગેમ ખુબ ધ્યાનથી તેમજ સમજી-વિચારીને રમી હતી. આની સાથે જ જરૂર પડતાં પોતાની લાઈફલાઈનનો ઉપયોગ કર્યો હતો. તેઓ એટલું સારું રમ્યા હતાં કે તેઓ 1 કરોડના સવાલ સુધી પહોંચી ગયા હતાં પણ તેઓ આ પ્રશ્નનો ઉત્તર આપી શક્યો ન હતો.

પોતાને મંગલ પાંડે પર પૂછવામાં આવેલ પ્રશ્નનો ઉત્તર ન જાણતા હોવાથી તેમને આટલી મોટી રકમ પર રીસ્ક લેવું ન હતું. જો તે રીસ્ક લઈને પ્રશ્નનો ઉત્તર આપે અને ખોટો પડે તો તેનાથી તેનું ભણતર અટકી પડશે, આથી તેણે 1 કરોડના પ્રશ્ન પર શોને ક્વીટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો, તેજ આ પ્રશ્નનો ઉત્તર આપી દેતે તો તેઓ આ સીઝનનાં ચોથા કરોડપતિ કન્ટેસ્ટન્ટ બની જશે પરંતુ 1 કરોડ નહીં પણ 50 લાખ રૂપિયામાંથી તેઓ પોતાના સપનાને જરૂરથી પૂરા કરી શકશે.

તેજ પબહાદુરને IAS બનવાનું સપનું રહેં છે. આની સાથે તેમણે પોતાના પરિવારની પણ દેખરેખ કરવાની છે. ગેમ રમતી વખતે તેજ પોતાના સંઘર્ષ ભર્યા જીવન અંગે કેટલીક વાતો જણાવી હતી. તેણે જણાવ્યું હતું કે, લોકડાઉનને લીધે તેના પિતાની નોકરી જતી રહી હતી, જેથી તેમણે ખેતી કરવાનું શરૂ કર્યું હતું અને તેની સાથે પોતાનું ભણતર ચાલુ રાખવાનું હોવાને કારણે આખો દિવસ ખેતરમાં કામ કરતો હતો.

રાતે આખા દિવસની મહેનત બાદ અભ્યાસ કરતો હતો. તેજ 1 કરોડ રૂપિયા જીતી શક્યો ન હતો ણ આ સીઝનમાં સામાન્ય કહી શકાય. જેમાં નાઝિયા, મોહિતા કુમાર તથા અનુપા દાસે પોતાના જ્ઞાનને આધારે 1 કરોડ રૂપિયા જીત્યા હતા. આ ત્રણેય મહિલાઓ કુલ 7 કરોડના સવાલનો જવાબ આપી શકી ન હતી. કુલ 6 વર્ષ પહેલા નારુલા બ્રધર્સે કુલ 7 કરોડ રૂપિયાના સવાલનો જવાબ આપીને 7 કરોડ રૂપિયા જીત્યા હતા. હજુ સુધી બીજું કોઈ 7 કરોડ રૂપિયા જીતી શક્યું નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post