September 26, 2021

આવતીકાલે આ યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં જમા થશે 2,000 રૂપિયા -જાણો તમારું નામ છે કે નહિ?

Share post

મોદી સરકાર દ્વારા ઘણીવાર ખેડૂતોને તેમજ જરૂરિયાતમંદ લોકોને આર્થિક સહાય આપવામાં આવતી હોય છે. આ સહાય કોઈપણ સરકારી યોજના મારફતે આપવામાં આવતી હોય છે. આવી જ એક જાણકારી સામે આવી રહી છે. કેન્દ્ર સરકાર 25 ડિસેમ્બરનાં દિવસે એટલે કે, કાલે 9 કરોડ ખેડૂતોનાં ખાતામાં PM કિસાન સન્માન નિધિનો આવનારો હપ્તો (pm kisan 7th installment) જમા કરવા માટે જઈ રહી છે.

તમે ફટાફટ ચેક કરી લો કે, તમારા ખાતામાં નાણા આવવાના છે કે, નહીં તેમજ જો યાદીમાં નામ ન હોય તો તમે એની ફરિયાદ પણ કરો છો. ઉલ્લેખનીય છે કે, આ સ્કીમ અંતર્ગત વાર્ષિક ત્રણ હપ્તામાં 6000 રૂપિયા આપે છે. હાલ સુધી ખેડૂતોને 6 હપ્તામાં નાણા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. છેલ્લા 23 માસમાં કેન્દ્ર સરકાર 11.17 કરોડ જેટલા ખેડૂતોને સીધા એક લાખ કરોડ રૂપિયાથી વધારાની મદદ કરી છે.

9 કરોડ ખેડૂતોનાં ખાતામાં નાણા જમા થશે:
આ વખતના હપ્તાને લઈ કૃષિ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું હતું કે, કુલ 9 કરોડ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા જમા કરાવવા માટે બધી જ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. 25 ડિસેમ્બર, વર્ષ 2020ના રોજ બધાં જ ખેડૂતોના ખાતામાં આ નાણા ટ્રાન્સફર કરી દેવામાં આવશે. અહીં નોંધનીય છે કે, ઘણીવાર ખેડૂત આ સ્કીમમાં પોતાનું રજિસ્ટ્રેશન તો કરાવી લે છે.

જયારે તેમના ખાતામાં રકમ જમા થતી નથી. જો આપની સાથે પણ પહેલા આવું થયું હોય તો હવે તમે ફટાફટ આ યાદી ચેક કરી લો કે તેમાં આપનું નામ છે કે નહીં. હવે તમે ઘરે બેઠા ખૂબ જ આસાનીથી જાણી શકો છો કે, PM કિસાન સન્માન નિધિના નાણા આપને મોકલવામાં આવ્યા છે કે નહીં ? આ જાણકારી આપને ખુબ જ ઉપયોગી સાબિત થશે,

તમારો રેકોર્ડ બરાબર છે કે નહીં? આ રીતે કરો ચેક:
આ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ (pmkisan.gov.in) છે. વેબસાઇટ પર લોગ ઇન કર્યાં બાદ તેમાં આપવામાં આવેલ ‘Farmers Corner’ વાળા ટેબમાં ક્લિક કરવું પડશે. જો તમે પહેલા અરજી કરેલી હશે તો આપનો આધાર યોગ્ય રીતે અપલોડ નથી થયો અથવા તો કોઈ કારણસર આધાર નંબર ખોટો નોંધાયો છે તો તેની માહિતી તેમાં મળી જશે. Farmers Corner વિકલ્પમા ખેડૂતોને જાતે જ આ યોજનામાં રજિસ્ટર્ડ કરવાનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે.

જેમાં સરકારે લાભાર્થીઓની સમગ્ર યાદી અપલોડ કરી દીધી છે. આપની અરજીની પરિસ્થિતિ શું છે તેની જાણ ખેડૂત આધાર નંબર, બેંક ખાતું, મોબાઇલ નંબરના માધ્યમથી જાણી શકાય છે. જે ખેડૂતોને આ યોજનાનો લાભ સરકાર તરફથી આપવામાં આવી રહ્યો છે તેમના નામ પણ રાજ્ય,જિલ્લા, તાલુકા, ગામના હિસાબથી જોઈ શકાય છે.

હવે તમે જાણી શકશો કે આપનું નામ PM કિસાન સન્માન નિધિમાં છે કે નહીં. જો આપનું નામ રજિસ્ટર્ડ છે તો આપનું નામ મળી જશે. જો યાદીમાં આપનું નામ નહીં હોય તો તમે તે અંગે ફરિયાદ નોંધાવી શકો છો.

યાદીમાં નામ ન હોય તો શું કરશો?
ઘણીવાર અનેક લોકોના નામ અગાઉની યાદીમાં હતા પરંતુ નવી યાદીમાં આવ્યા નથી તો તેની ફરિયાદ તમે PM કિસાન સન્માન nidhi યોજનાના હેલ્પલાઇન નંબર પર નોંધાવી શકો છો. આની માટે તમારે હેલ્પલાઇન નંબર 011-24300606 પર કૉલ કરી શકો છો. અંદાજે 1 કરોડથી પણ વધારે લોકોને આ સ્કીમનો લાભ મળી શક્યો ન હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post