September 21, 2021

આ તારીખે PM મોદી ખેડૂતો સાથે કરશે વાતચિત, સાથે-સાથે દેશના 9 કરોડ ખેડૂતોને આપશે આ ભેટ

Share post

હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. PM નરેન્દ્ર મોદી 25 ડિસેમ્બરનાં રોજ PM કિસાન યોજનાના સંદર્ભે આગામી હપ્તાને લઈ કુલ 9 કરોડ ખેડૂતોના ખાતામાં કુલ 18,000 કરોડ રૂપિયા રિલીઝ કરશે. આની ઉપરાંત એ દિવસે કુલ 6 વિવિધ રાજ્યોના ખેડૂતોની સાથે વીડિયો કૉન્ફન્સથી વાત પણ કરવામાં આવશે. જેને કારણે ખેડૂતોને ખુબ ફાયદો થશે.

25 ડિસેમ્બરે ફરી PM નરેન્દ્ર મોદીનો સંવાદ:
દેશમાં કૃષિ કાયદાઓને લઈ ચાલી રહેલા સતત વિરોધ વચ્ચે PM નરેન્દ્ર મોદી 25મી ડિસેમ્બરે PM કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં નાણા ટ્રાન્સફર કરવામાં આવશે. PM નરેન્દ્ર મોદીના કાર્યાલય તરફથી જે જાણકારી આપવામાં આવી છે તે પ્રમાણે PM નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફ્રેન્સના માધ્યમથી આ કાર્યક્રમમાં 9 કરોડ લાભાર્થીઓ પરિવારોને કુલ 18,000 કરોડ રૂપિયાની રકમ મોકલવામાં આવશે.

કિસાન સંવાદનો કાર્યક્રમ:
અહીં નોંધનીય છે કે, આની સિવાય PM નરેન્દ્ર મોદી દેશના ખેડૂતો સાથે ચર્ચા પણ કરવા માટે જઈ રહ્યાં છે. કાર્યક્રમ પ્રમાણે દેશના 6 વિભિન્ન રાજ્યોના ખેડૂતોની સાથે PM નરેન્દ્ર મોદી સીધો સંવાદ કરશે. PM નરેન્દ્ર મોદી દ્વારા શરુ કરવામાં આવેલ યોજનાનો કેટલાંક ખેડૂતો હાલમાં લાભ લઇ રહ્યા છે ત્યારે આ ખેડૂતો પોતાનો અનુભવ PM નરેન્દ્ર મોદીને જણાવવામાં આવશે. આ યોજનામાં આગળ હવે શું સારા કાર્ય કરી શકાય તેની માટે પણ ખેડૂતો પાસે ચર્ચા કરવામાં આવશે. કાર્યક્રમમાં PM નરેન્દ્ર મોદીની સાથે જ કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ સામેલ થવાનાં છે.

પૂર્વ પીએમ વાજપેયીની જન્મતિથી:
નવા કૃષિ કાયદાના વિરોધ વચ્ચે જ્યારે ખેડૂતો ગુસ્સેથી લાલચોળ થઈ ગયાં છે ત્યારે PM નરેન્દ્ર મોદીએ ફરીથી ખેડૂતોની સાથે વાતચીત કરવા માટેની તૈયારીમાં છે. PM નરેન્દ્ર મોદી દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મતિથી એટલે કે 25મી ડિસેમ્બરે દેશના અન્નદાતાઓ સાથે ચર્ચા કરવામાં આવશે તેવી જાણ BJP પક્ષ દ્વારા થોડા દિવસ અગાઉ આપવામાં આવી હતી. PM નરેન્દ્ર મોદીના આ સંવાદને લઈ ઉત્તર પ્રદેશમાં પૂરજોશમાં તૈયારીઓ શનિવારથી જ ચાલુ કરી દેવામાં આવી હતી. જેમાં રાજ્યનાં કુલ 2,500 સ્થળોથી ખેડૂતો સામેલ થશે.

ખેડૂતોએ લીધો મહત્વનો નિર્ણય:
સંયુક્ત કિસાન મોરચાએ 5 સદસ્યોની કમિટી બનાવવામાં આવી છે તથા આ કમિટીમાં પ્રેમ સિંહ ભંગૂ, હરેન્દ્ર સિંહ તથા કુલદીપ સિંઘને સામેલ કરવામાં આવ્યા છે. ખેડૂત નેતાઓ દ્વારા કમિટી દ્વારા બનાવાવનો ઉદ્દેશ છે કે, સરકારની સાથે વાત કરવાની છે કે નહીં. આ કમીટી દ્વારા આંદોલનને લઈ આગામી સમયમાં રૂપરેખા નક્કી કરવામાં આવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post