September 18, 2021

હવેથી જયારે પણ PM મોદી ‘મન કી બાત’ કાર્યક્રમ કરશે ત્યારે ગુજરાતનાં ખેડૂતો એવું કરશે કે…

Share post

દિલ્હી બોર્ડર પર કૃષિ કાયદો રદ કરવાની માંગ સાથે ખેડૂતો છેલ્લા 26 દિવસથી આંદોલન કરી રહ્યાં છે. મોદી સરકારની સાથે મંત્રણા થયા પછી પણ ખેડૂતો પોતાની માંગ સાથે અડગ રહ્યાં છે. ગુજરાતમાં પણ ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલ આંદોલનને સમર્થન આપી રહ્યાં છે. ગુજરાતના ખેડૂતોની એક ટીમ આજે સારનપુર બોર્ડર પહોંચી ગયાં છે. હવે ગુજરાતના ખેડૂતો પણ PM નરેન્દ્ર મોદી જયારે પણ ‘મન કી બાત’ કાર્યક્રમ કરશે.

આવા સમયે થાળી વગાડીને વિરોધ નોંધાવશે. ગુજરાતમાંથી વધારેને વધારે ખેડૂતો દિલ્હી બોર્ડર પહોંચી રહ્યાં છે. બનાસકાંઠા જીલ્લાથી ખેડૂતો દિલ્હી-સરાનપુર બોર્ડર પહોંચી ગયાં છે. આની ઉપરાંત શ્રમજીવીઓ તથા કુલ 15 વિદ્યાર્થીઓ પણ આંદોલનસ્થળ પર પહોંચી ચૂક્યાં છે. આજે સરાનપુર બોર્ડર પર ખેડૂતોએ હાઇવે પર ટ્રાફિક ચક્કાજામ કર્યો હતો.

આ વિરોધ કાર્યક્રમમાં ગુજરાતી ખેડૂતોએ ભાગ લીધો હતો. ગુજરાતના ખેડૂતોની એક ટીમ સિઘું બોર્ડર પર પહોચી ગઈ છે. અત્યાર સુધીમાં કુલ 600થી પણ વધારે ખેડૂતો દિલ્હી બોર્ડર પર પહોંચી ગયાં છે. બીજી બાજુ ખેડૂત સંઘર્ષ સમિતીના એલાનને કારણે ગુજરાતમાં પણ PM નરેન્દ્ર મોદીની ‘મનકી બાત’ વખતે ખેડૂતો થાળીનાદ કરી વિરોધ કરશે.

ખેડૂતોનો આક્ષેપ રહેલો છે કે, ચોમાસામાં અતિભારે વરસાદની ઉપરાંત કમોસમી વરસાદથી ખેતીને થયેલ નુકશાનના વળતર અંગે સરકારે મોટા ઉપાડે જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજુ ખેડૂતોને પૈસા મળ્યા નથી ત્યારે ભાજપ ખોટા વચનો આપીને ખેડૂતોને ભરમાવી રહી છે. પહેલાં ખેતીનું નુકશાન ચૂકવો ત્યારપછી ખેડૂતાના ખાતામાં નાણાં ચૂકવજો.

આજે રાજકોટ, કચ્છ, સુરત શહેરની ઉપરાંત સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ કૃષિ કાયદાની સમજ આપતી પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગામડે ગામડે સાઇકલમાં જઈને પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું. ખેડૂતોએ 5 લાખ પત્રિકાનું વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. 3 કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસ પણ મેદાને ઉતરી છે.

પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ મુક્યો હતો કે, લાખો અન્નદાતોને મુઠીભર ઉદ્યોગપતિઓને હાથમાં ગિરવે મૂકી હરિત ક્રાંતિને ખતમ કરવા માટે મોદી સરકારે ષડયંત્ર રચ્યુ છે. કૃષિ કાયદા લાવીને ભાજપ સરકાર ખેતી , ખેડૂતને બરબાદ કરવા માંગે છે. દેશના ખેડૂતો જે જમીનોના માલિક હતા તેમને ફરી ઉદ્યોગપતિઓના ગુલામ બનાવવાની કેન્દ્ર સરકારની દાનત રહેલી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post