September 18, 2021

આંદોલનનાં સમર્થનમાં અનેક લોકો આવ્યા ખેડૂતોની વ્હારે: પેટ્રોલ અને ડીઝલથી લઈને તમામ સુવિધાઓ મળી રહી છે સાવ મફતમાં…

Share post

હાલમાં દિલ્હી બોર્ડર પર આક્રમક રીતે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. અનેકવાર સરકારની સામે રજૂઆત કરવાં છતાં સમસ્યાનું નિવારણ આવ્યું નથી ત્યારે હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. કોઈપણ ત્યારે જ સફળતા મળે છે કે, જ્યારે તમારી આસપાસનાં લોકો એટલે કે સ્થાનિક લોકો તમારા વ્યવસાય અથવા તો પ્રવૃતિને સમર્થન આપતા હોય.

નિશ્ચિત રીતે સ્થાનિક લોકો તમારા વ્યવસાયને સમર્થન ત્યારે આપે છે કે, જ્યારે તમે તેમની માટે આવકની તક ઊભી કરો છો પરંતુ રસપ્રદ રીતે દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલ ખેડૂતો માટે લોકલ લોકો વોકલ બની ગયા છે, તેમને થતી રોજબરોજની આવકમાં નુકસાન થઈ રહ્યું હોવા છતાં તેઓ પ્રદર્શનકારીઓને સમર્થન આપી રહ્યાં છે. NH-44 પર બનાવવામાં આવેલ સેંકડો દુકાનો તથા મોલના દુકાનદારો માટે દિલ્હીથી ચંદીગઢ, પંજાબ, હરિયાણા, હિમાચલ તેમજ જમ્મુ કાશ્મીરની વચ્ચે યાત્રા કરનાર હાઈવે કસ્ટમર હોય છે, જેઓ ત્યાંથી પસાર થતા દુકાન કે મોલ પર શોપિંગ માટે રોકાતાં હોય છે.

આ એક ખુબ જ સારી અર્થવ્યવસ્થા હતી કે, જે છેલ્લા 14 દિવસથી શાંત છે તેમજ આ દુકાનોમાં અત્યાર સુધી એક ગ્રાહક પણ આવ્યા નથી. હાલના દિવસોમાં જે ગ્રાહક દેખાઈ રહ્યાં છે, તેઓ આ પ્રદર્શનકારીમાંથી જ એક હોય છે, જે ક્યારેક કપડાં અથવા તો જૂતાં ખરીદવા માટે આવે છે. હાઈવે પાસે આવેલ ખત્રી માર્કેટને જ જોઈ લો, જે ધરણાં સ્થળથી એકદમ નજીક આવેલ છે.

આ બજારમાં બધી જ બ્રાન્ડેડ પ્રોડકટ્સની ફેક્ટરીના આઉટલેટ છે. દરરોજ શો રૂમમાં કુલ 70,000 રૂપિયાનો બિઝનેસ થાય છે. આટલું જ નહીં પરંતુ દરરોજ કુલ 7,000 રૂપિયાની કમાણી કરતાં ટાયર પંકચર તેમજ ટ્રક રિપેર મેકેનિક મોહમ્મદ શફીકુર તથા ઢાબો ચલાવનાર સતપાલ જેવા લોકોના ગલ્લામાં છેલ્લાં 2 દિવસથી એક પણ રૂપિયો આવ્યો નથી તેમ છતાં તેઓ પ્રદર્શનકારીઓની સાથે રહીને જણાવે છે કે, અમે બધાની સાથે છે કેમ કે તેમાં બધા લોકોનો જ ફાયદો રહેલો છે.

મલ્ટી બ્રાન્ડેડ શો રૂમના માલિક કેપ્ટન સિંહનું દરરોજ સરેરાશ વેચાણ કુલ 50,000 રૂપિયાનું હતું પરંતુ હાલમાં એ સાવ બંધ છે. જેમાંથી કેટલાંક લોકોના મનમાં પ્રદર્શનકારીઓ પ્રત્યે સહાનુભૂતિ રહેલી છે. કારણ કે, તેમના પરિવારના કોઈને કોઈ સભ્ય ખેતીની સાથે જોડાયેલા છે તેમજ તેમના મનમાં પણ તે જ ચિંતા રહેલી છે. રસપ્રદ વાત એ છે કે, પેટ્રોલ પંપના માલિક પણ ખેડૂતોને મફતમાં ડીઝલ તેમજ પેટ્રોલ આપી રહ્યાં છે. આની સાથે જ તેઓએ પોતાના પંપ પર બનાવવામાં આવેલ રૂમ તથા વોશરૂમ પ્રદર્શનકારીઓ, ખાસ કરીને તો મહિલાઓ માટે 24 કલાક ખુલ્લા રાખ્યા છે.

ઢાબાવાળાએ પોતાના પાર્કિંગ વિસ્તારમાં મોટા-મોટા પંડાલ લગાવી રાખ્યા છે કે, જેથી પ્રદર્શનકારીઓને રાત્રે આરામ મળી રહે. હાઈવેની આસપાસ રહેતા સ્થાનિક લોકો પણ પોતાના ઘરમાં એક-બે રૂમ વૃદ્ધ તેમજ મહિલાઓ માટે ખોલી રાખ્યા છે, જેને કારણે હાઈવેની અર્થવ્યવસ્થા હાલમાં તો બરબાદ થઈ ગઈ છે. એમ છતાં સિંધુ બોર્ડરના લોકલ લોકો પ્રદર્શનકારી ખેડૂતોના સમર્થન માટે વોકલ બની ગયા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post