September 23, 2021

અચાનક ચાલતી બસમાં ઘુસી ગઈ 80 ફુટ લાંબી પાઇપલાઈન, ઘટના સ્થળે જ એટલા લોકોના મોત થયા કે…

Share post

મંગળવારે રાજસ્થાનના પાલી જિલ્લાના સાંદરાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દુ:ખદ અકસ્માતમાં (Tragic accident) એક મહિલા સહિત બે લોકોનાં મોત નીપજ્યાં હતાં અને એક ડઝન જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. આ અકસ્માત હાઇવે ઉપર બન્યો હતો. ત્યાં લગાવવામાં આવતી ગેસ પાઇપલાઇનની 80 ફૂટ લાંબી પાઇપ (Pipe) હાઈડ્રોલિક મશીનના ઓપરેટરની બેદરકારીને કારણે બસની અંદરથી પસાર થઈ ગઈ હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, એક મુસાફરનું ગળું કપાઈ ગયું હતું અને એક મુસાફરનું માથુ સંપૂર્ણપણે ફાટી ગયું હતું. અકસ્માત બાદ અફરાતફરી જોવા મળી હતી. અકસ્માત બાદ બસના સંજોગો જોઈને બધાને આશ્ચર્ય (Surprised) થયું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત પાંદી તરફ સંદૈરાવથી ત્રણ કિલોમીટર દુર બન્યો હતો. ફોરલેન હાઇવે પાસે લાંબા સમયથી અન્ડર ગ્રાઉન્ડ ગેસ પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે. મારવાડ જંકશનથી પૂના માટેની ખાનગી ટ્રાવેલ બસ મંગળવારે સાંજે લગભગ 4 વાગ્યે આ હાઈવે ઉપર જઈ રહી હતી. તે જ સમયે, હાઇડ્રોલિક મશીનનો ઓપરેટર લગભગ 80 ફુટ લાંબી એક પાઇપ લાવ્યો, બેદરકારીથી મશીનનો ઉપયોગ કરતા ફોરલેન હાઇવે પાસે લઇ આવ્યો હતો

તે દરમિયાન તે પાઇપ ત્યાંથી પસાર થતી ખાનગી ટ્રાવેલ બસની બારીમાં પ્રવેશી. બાદમાં તેણે બસમાંથી આરપાર નીકળી ગઈ હતી. જેના કારણે બસમાં મુસાફરોમાં ચીસો પાડવા લાગ્યા હતા. બસમાં સવાર ભંવરલાલ પ્રજાપત અને મૈના દેવી દેવાસીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તે બંને ઇસાલી ગામના રહેવાસી હતા.

આ ઉપરાંત, એક ડઝન જેટલા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતની જાણ થતાં સાંડેરાવ થાનાદિકારી ભોલારામ પરીહાર પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મૃતકો અને ઈજાગ્રસ્તોને સ્થાનિક સમુદાય આરોગ્ય કેન્દ્ર લઈ ગયા હતા. અકસ્માત બાદ ઘણો જામ થયો હતો. પોલીસે તેને ખૂબ જ પ્રયત્નોથી ખોલ્યું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post