September 22, 2021

આ ખેડૂતભાઈએ એવું મશીન બનાવી નાંખ્યું કે, રાતોરાત ચમકી ઊઠી કિસ્મત -હાલમાં કરે છે કરોડોનું ટર્નઓવર

Share post

આજના સમયમાં અભ્યાસ કરવો ખુબ જરૂરી છે પણ માત્ર અભ્યાસ કરનાર વ્યક્તિ જ સફળતાના શિખર પહોંચી શકે એ જરૂરી નથી. શોધ-સંશોધન માટે કોઈ ડિગ્રીની જરુરીયાત પડતી નથી. આની માટે ધગસ તેમજ કોઠાસુઝની જરરીયાત પડે છે. સફળ થવાની તિવ્ર ઈચ્છા હશે તો રાજસ્થાનના જોધપુર જિલ્લામાં આવેલ ગામ મથાનિયા ગામના અરવિંદ સાંખલાની જેમ તમે પણ સફળ થઈ શકો છો.

અરવિંદએ ફક્ત ધોરણ 11 સુધી અભ્યાસ કર્યો છે પરંતુ કોઠાસુઝથી તેમણે ખેતીને વધારે શ્રેષ્ઠ તથા આસાન બનાવવા માટે કુલ 5 મશીન બનાવ્યા છે. તેમણે બનાવેલ મશીનથી અનેક ખેડૂતોને ફાયદો થયો છે. હાલમાં અરવિંદ પોતાના આ મશીનોને કારણે  વાર્ષિક કુલ 2 કરોડની કમાણી કરી રહ્યાં છે. મથાનિયા જેવા ગામમાં પહેલા મરચાની ખેતી કરવામાં આવતી હતી પરંતુ મોનોક્રોપિંગને લીધે આ વિસ્તારમાં મરચાની ખેતીમાં રોગ આવવાની શરુઆત થઈ.

એવા સમયમાં અરવિંદ તેમજ અન્ય કેટલાંક ખેડૂતોએ મળીને ગાજરની ખેતી શરુ કરવાનો વિચાર કર્યો. ખેડૂતોની મહેનત રંગ લાવી તેમજ દરરોજ ગામમાંથી કુલ 25 જેટલા ટ્રક ગાજર નિકાસ થવા લાગ્યા હતાં પણ એક સમસ્યા આવતી હતી કે, ગાજરો પર માટી તથા મૂળ લાગેલ હોવાને લીધે ખેડૂતોને સ્થાનિક બજારમાં ભાવ ખુબ ઓછા મળતાં હતાં.

વર્ષ 1992 માં ખેડૂત અરવિંદ સાંખલાને આ સમસ્યાથી છૂટકારો મેળવવા એક યંત્ર બનાવવાનો વિચાર આવ્યો હતો. તેમણે ગાજરની સફાઈ માટે પોતાની બુદ્ધી તથા મહેનતથી એક મશીન તૈયાર કર્યું હતું. ગામના અન્ય ખેડૂતોને પણ તેમણે બનાવેલ મશીન પસંદ પડ્યું હતું. બસ ત્યારથી જ અરવિંદ સાંખલાની જીંદગીએ નવો વળાંક લીધો. અત્યાર સુધીમાં ખેતી સાથે જોડાયેલ કુલ 5 મશીન ઇનોવેટ કરી ચૂક્યા છે.

તેમના મશીનોની માંગ પણ બજારમાં સમય જતાં સતત વધતી ગઈ અને હાલમાં તેઓ વાર્ષિક કુલ 2 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરી રહ્યાં છે. અરવિંદે બનાવેલ મશિન એકવખતમાં અંદાજે 2 ક્વિંટલ જેટલા ગાજરની સફાઈ કરે છે. એકવખત સફાઈ કરવામાં માત્ર 15 મિનિટનો સમય લાગે છે. માત્ર 1 કલાકમાં અંદાજે 8 ક્વિંટર જેટલા ગાજરની સફાઈ થાય છે.

તેમણે જણાવ્યું હતું કે, આ મશીનમાં ગાજરની બહાર લટકતા મૂળ સાફ થાય તેટલુ નથી પણ ધોવાઈને માર્કેટમાં વેચાવા માટે તૈયાર થઈ જાય છે. આ મશીનની કિંમત કુલ 40,500 રૂપિયાથી લઈને 63,500 રૂપિયા સુધીની છે. આની સાથે જ કૃષિ વિભાગ તરફથી તેમની આ મશીનો પર કુલ 40% જેટલી સબ્સિડી મળે છે. જેને લીધે ખેડૂતો પણ આ મશિનની ખરીદી કરી રહ્યા છે.

આ જ રીતે અરવિંદે લસણની ખેતી માટે પણ મશીન બનાવ્યું છે. તેઓએ લોરિંગ મશીન પણ બનાવ્યું છે. જે માત્ર એક દિવસમાં અંદાજે 20 માણસોનું કામ કરી નાખે છે તેમજ લસણને લણવામાં મદદ કરે છે. ફુદિનાની ખેતી માટે પણ એક મશીન વિકસાવ્યું છે. આ મશીન ફુદિના, ધાણાભાજી તથા મેથીની ભાજીના કુલ 30-30 કિલોના 30 ભારા માત્ર 1 કલાકમાં તૈયાર કરી દે છે. જ્યારે મરચાની સફાઈ માટે મશીન બનાવવામાં આવ્યું છે કે, જે માત્ર 1 કલાકમાં કુલ 250 કિલો મરચાને સાફ કરે છે. ખેડૂતો મરચા માર્કેટમાં વેચતા પહેલા તેને સુકવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post