September 21, 2021

પાકની ઉપજના ખરીદદાર ન મળતાં ખેડૂતોની વ્હારે આવ્યા આણંદ જીલ્લાનાં શૈલેષભાઈ પટેલ  

Share post

હાલમાં એક જાણકારી સામે આવી રહી છે. આણંદ જિલ્લામાં ખંભાત નજીક તારાપુર તથા પેટલાદ જેવાં મહત્ત્વનાં વ્યાપારી કેન્દ્રો આવેલા છે, જેમાં પેટલાદમાં ગૌશાળા તથા પાંજરાપોળ આવેલ છે. ગત મહિનાઓ દરમિયાન લૉકડાઉનમાં પેટલાદ તેમજ આજુબાજુના ગામડાઓમાં ખેડૂતો વિમાસણમાં હતા કે, કૉબિજનો પાક વેચવો કઈ રીતે.

આવા સમયમાં અનેક ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા. આની પૈકીના કેટલાકની આર્થિક પરિસ્થિતિ પણ પાંગળી થઈ ગઈ હતી, એવા તબક્કે તારાપુરના દાતાશ્રી શૈલેષભાઈ કાંતિભાઈ પટેલના કાને આ વાત પહોંચી હતી. એમણે તાબડતોબ કેળવણીકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેવા પોતાના મિત્રોને વાત કરીને આ પાકની ખરીદી કરીને પેટલાદ પાંજરાપોળમાં ગૌમાતા માટે પહોંચાડવાની વ્યવસ્થા કરી દીધી હતી.

દાનવીર મહાનુભાવો ખેડૂતોની લાજ રાખે છેઃ
ઘણી વાર ખેતીના પાક નિષ્ફળ જતાં અથવા તેના બરાબર ભાવ ન ઊપજતાં હોય ત્યારે શૈલેષભાઈ પટેલ જેવા મહાનુભાવો ખેડૂતોના પાકની ખરીદી કરીને તેમને ટેકો આપતા હોય છે. શૈલેષભાઈ કાંતિભાઈ પટેલ તારાપુરમાં આવેલ ધર્મદાસની ખડકીના રહેવાસી તથા પરિવાર સહિત વિદેશ રહે છે. પોતાના વતન તારાપુર પ્રત્યેનો પ્રેમ તેમને તારાપુર ઘણીવાર ખેંચી લાવે છે તેમજ વ્યસ્તતાની વચ્ચે પણ તેઓ માનવસેવાના અંદાજે 55 જેટલા પ્રોજેક્ટ ચલાવી રહ્યાં છે.

શ્રી શૈલેષભાઈ કાંતિભાઈ પટેલની માનવ સેવા :
તારાપુર હૉસ્પિટલમાં 365 દિવસ એટલે કે, દરરોજ નિઃશુલ્ક ભોજન આપીને દર્દીઓની સેવાથી લઈને તારાપુરની આસપાસ આવેલ ગામોની કુલ 14 જેટલી શાળાઓમાં મીનરલ વૉટર દૈનિક ધોરણે પહોંચાડવા ઉપરાંત આર્થિક રીતે નબળા દર્દીઓને તબીબી સેવા માટે સહાય, તારાપુરના સરકારી દવાખાનામાં એનેસ્થેસિયા માટે ગરીબ દર્દીઓની ફી ભરવી, ડાયાબિટીસના દર્દીઓને ત્રિભુવન ફાઉન્ડેશન દવાખાનામાં નિઃશુલ્ક તપાસ તેમજ સારવાર અને દવાઓ આપવી, ગામનાં ગરીબ ઘરની દીકરીઓને લગ્ન સમયે ચીજવસ્તુઓ ભેટમાં આપવી જેવા કર્યો કરે છે.

સમગ્ર આણંદ જિલ્લામાં 60 વર્ષથી વધુ ઉંમરના વડીલોને સ્વેટર, ટોપી, જૅકેટ અને ચાલવા માટેની ટેકણ-લાકડીનું દાન કરવા જેવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ હોવા ઉપરાંત ખેડૂતોની માટે તેમને વિશેષ પ્રેમ છે. તેઓ ખેડૂતની તકલીફમાં તરત જ સાથે ઊભા રહેતાં હોય છે તેમજ મદદરૂપ થાય છે.

કોરોના-કાળમાં કરી ગરીબોની સેવાઃ
ગત વર્ષે એપ્રિલ મહિનાથી લઈને જૂન-જુલાઈ માસ સુધીના કપરા સમયમાં શૈલેષભાઈ કાંતિભાઈ પટેલે અનેક લોકોના ઘરે અનાજ પહોંચાડીને લોકસેવાનો ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો હતો. આવા અંદાજે 55 જેટલા સેવા-પ્રોજેક્ટ તેઓ ચલાવી રહ્યા છે તેમજ ધર્મ-જ્ઞાતિ અથવા તો કોઈપણ પ્રકારના ભેદભાવ વગર દરેકને શક્ય તેટલી મદદ કરી રહ્યાં છે.

દેવઉઠી અગિયારસથી લઈને તુલસી વિવાહના સપરમા દિવસે તેમણે આ દાન કરીને ગાયના શાસ્ત્રીય મહત્ત્વને પણ ઉજાગર કર્યું હતું. તેમનાં સેવાકાર્યોમાં તારાપુરના શિક્ષણશાસ્ત્રી કેળવણીકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેવા સજ્જનોનો પૂર્ણ સહકાર મળી રહે છે. ગત દેવઉઠી અગિયારસ- તુલસી વિવાહના દિવસે શ્રી શૈલેષભાઈ કાંતિભાઈ પટેલ તરફથી તારાપુર ગામના સીમ વિસ્તારમાં ગાયોને એકત્ર કરી લીલું ઘાસ તેમજ મકાઈ ખવડાવવામાં આવી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post