September 26, 2021

શિયાળુ પાકોમાં પોષણ વ્યવસ્થા- જાણો સંપૂર્ણ માહિતી

Share post

હાલની આધુનિક ખેત પદ્ધતિમાં ટૂંકા સમયગાળામાં વધારે ઉત્પાદન આપતી પાકોની જાતો અને ઘનિષ્ઠ ખેત પદ્ધતિ દ્વારા એકમ વિસ્તારમાં વર્ષમાં એક કરતાં વધુ પાકોનું વાવેતર કરવામાં આવે છે. આની માટે પાક દ્વારા જમીનમાંથી વિપુલ પ્રમાણમાં પોષક તત્વોનું અવશોષણ થાય છે. જેથી પાક દ્વારા ઉપાડ થયેલ જથ્થા પ્રમાણે જે-તે પોષકતત્વો જમીનમાં ઉમેરવા ખુબ જરૂરી છે.

સામાન્ય રીતે આ પોષકતત્વો છાણિયા ખાતર અને સેન્દ્રિય સ્ત્રોત જેવા કે, રાસાયણિક ખાતર દ્વારા ઉમેરવા જોઇએ. પાક ઉત્પાદનમાં પાણી બાદ પોષણ વ્યવસ્થા અગત્યનો ભાગ ભજવે છે.  જેનો ફાળો લગભગ 41%  જેટલો છે. જેથી શિયાળાના મુખ્ય પાકો ઘઉં, લસણ, ડુંગળી, ચણા, રાયડો, જીરૂ વગેરે પાકોનું મહત્તમ ઉત્પાદન તથા અધિકત્તમ નફો મેળવી શકાય છે. આની સાથે જ જમીનની ઉત્પાદક્તા પણ જાળવી શકાય છે.

ચણા:
આ પાકમાં હેક્ટરે 9 ટન છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે જમીનમાં સારી રીતે ભેળવી દેવું જોઈએ. વાવણી કરતી વખતે હેકટરે કુલ 20 કિલો નાઇટ્રોજન તથા કુલ 40 કિલો ફોસ્ફરસ પાયાના ખાતર તરીકે આપવું જોઈએ. જસતની ઉણપવાળી જમીનમાં કુલ 25 કિલો ઝીંક સલેફટ પ્રતિ હેકટર ઉમેરવાથી ઉત્પાદનમાં ખુબ લાભ થાય છે.

જુનાગઢ, આણંદ, દાહોદ તથા ભાલ વિસ્તારમાં આવેલ સંશોધનના પરિણામો પરથી સાબિત થાય છે કે, ચણાના પાકમાં હેક્ટરફીથ કુલ 5 ટન છાણિયું ખાતર, કુલ 25 કિલો નાઇટ્રોજનની સાથે જ કુલ 25 કિલો ફોસ્ફરસ તથા બીજને કુલ 200 ગ્રામ રાઇઝોબીયમ કલ્યર અને કુલ 8 કિલો બિયારણને પટ આપીને વાવેતરના ઉપયોગમાં લેવાથી વધારે ઉત્પાદન તેમજ મહત્તમ લાભ થાય છે.

ભાલ વિસ્તારમાં બિન પિયત ચણામાં કુલ 20 કિલો નાઇટ્રોજન વાવણી કરતી વખતે આપવું જોઈએ. આ વિસ્તારમાં વરસાદના સંગ્રહિત પાણીથી એક પિયત આપવાની સુવિધા હોય તો કુલ 40 કિલો નાઇટ્રોજન વાવણી કરતી વખતે આપવાની ભલામણ કરવામાં આવે છે.

ઘઉં:
આ  પાકમાં જમીન તૈયાર કરતી વખતે હેક્ટરદીઠ કુલ 13 ટન છાણિયું ખાતર જમીનમાં ભેળવી દેવું જોઈએ. વાવણી કરતી વખતે હેક્ટરદીઠ કુલ 60 કિલો નાઇટ્રોજન તથા કુલ 60 કિલો ફોસ્ફરસ આપવું જોઈએ. વાવણી કર્યા બાદ 21 દિવસે પાણી આપ્યા પછી કુલ 60 કિલો નાઇટ્રોજન પૂર્તિ ખાતર તરીકે આપવું જોઈએ.

જમીનમાં પોટાશ તથા સૂક્ષ્મ તત્વોની ઉણપ જણાઈ આવે તો જમીન ચકાસણીના અહેવાલ પ્રમાણે ખાતર આપવું જોઈએ. જૂનાગઢમાં થયેલ સંશોધનના પરિણામોના આધારે તારણ કાઢવામાં આવ્યું છે કે, મધ્યમ, કાળી, ચુનાવાળી તથા મધ્યમ પોટાશ ધરાવતી જમીનમાં મગફળી, ઘઉંની પાક પદ્ધતિમાં હેકટરદીઠ કુલ 30 કિલો પોટાશ આપવાથી અંદાજે 20% વધારે ઉત્પાદન મળે છે.

લસણ:
આ પાક માટે જમીન તૈયાર કરતી વખતે હેક્ટરદીઠ કુલ 13 ટન છાણિયું ખાતર જમીનમાં સારી રીતે ભેળવી દેવું જોઈએ. વાવણી કરતી વખતે હેક્ટરદીઠ કુલ 25 કિલો નાઇટ્રોજન, કુલ 50 કિલો ફોસ્ફરસ તથા કુલ 50 કિલો પોટાશ પાયાના ખાતર તરીકે આપવું જોઈએ. ફોસ્ફરસ DAPK, NPK ની જગ્યાએ સુપરફોસેટના રૂપમાં તથા પોટાશ તત્વ સલેટ ઓફ પોટાશના રૂપમાં આપવાથી લસણના પાકની ગુણવત્તા તેમજ સંગ્રહશક્તિમાં વધારો થતો હોવાનું સંશોધનના તારણોમાં જણાઈ આવ્યું છે. બાકી રહેતો નાઇટ્રોજનનો અડધો જથ્થો એટલે કે હેક્ટરદીઠ કુલ 25 કિલો પૂર્તિ ખાતર તરીકે વાવણી કર્યા પછી કુલ 30 દિવસે આપવું જોઇએ.

ડુંગળી:
ટૂંકા સમયગાળામાં જમીનમાંથી વધારે પ્રમાણમાં ઉપજ આપતો કંદમૂળનો પાક છે. કંદના સારા વિકાસ માટે જમીન તૈયાર કરતી વખતે હેક્ટરદીઠ કુલ 30 ટન છાણિયું ખાતર તથા કુલ 60 કિલો ફોસ્ફરસ તેમજ કુઇલ 50 કિલો પોટાશ જમીનમાં ભેળવી પાકની રોપણી કરવી જોઇએ. રોપણી કર્યા પછી 25 દિવસે કુલ 40 કિલો નાઇટ્રોજન આપવું. 45 દિવસે કુલ 35 કિલો નાઇટ્રોજન હેક્ટરદીઠ આપવાનું સૂચન કરવામાં આવે છે.

રાઈ:
રાઇના પાકમાં હેકટરદીઠ કુલ 9 ટન છાણીયું ખાતર જમીનની તૈયારી કરતી વખતે જમીનમાં ભેળવી દેવું જોઈએ. પિયત પાક માટે હેક્ટરદીઠ કુલ 25 કિલો નાઇટ્રોજન તેમજ કુલ 50 કિલો ફોસ્ફરસ વાવણી કરતી વખતે પાયાના ખાતર તરીકે જમીનમાં ઓરીને આપવું જોઈએ. આની સાથે જ કુલ 25 કિલો નાઇટ્રોજન વાવણી કર્યા બાદ તેમજ બીજા પિયત બાદ પૂર્તિ ખાતર તરીકે આપવું જોઈએ.

બિન પિયત રાઇના પાકમાં કુલ 25 કિલો નાઇટ્રોજન તેમજ કુલ 25 કિલો ફોસ્ફરસ વાવણી કરતી વખતે આપવું જોઈએ. જમીન ચકાસણીના અહેવાલ પ્રમાણે ગંધકની ઉણપ જણાઈ આવે તો ભલામણ કરેલ ફોસ્ફરસ તત્વ DAP ને બદલે સુપર ફોસ્ટેટ આપવું જોઈએ અથવા તો હેક્ટરદીઠ કુલ 250 કિલો જીપસમ વાવણી કરતી વખતે ચાસમાં આપવું જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post