September 23, 2021

લ્યો બોલો! હવે તો બટાકાની ચોકલેટ પણ બનવાં લાગી -ઉત્પાદન ક્ષેત્રમાં ગુજરાતનો રહેલો છે સિંહફાળો

Share post

હવે તો બટાટાની ચોકલેટ, પીપરમીંટ, જામ, વડી, અથાણું, કસ્ટર પાવડર, સેવ, સ્ટટાર્ચ, લોટ વગેરે  બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. જેથી ગુજરાતમાં માથાદીઠ વર્ષે કુલ 25 કિલો બટાટાનો ઉપયોગ કરે છે તેમાં વધારી થઈને કુલ 30 કિલો આગામી માત્ર 2  વર્ષમાં થઈ જશે એવો અંદાજ રહેલો છે. બટાટામાંથી બનાવવામાં આવતી કુલ 400 જેટલી વસ્તુઓનો મોટો ઉદ્યોગ હવે ડીસામાં વિકસી રહ્યો છે. કોન્ટ્રેક્ટ ફાર્મીંગ પછી હવે અહીં બટાટાનો ગૃહ ઉદ્યોગ ખેડૂતો શરૂ કરી રહ્યાં છે. જેને કારણે તેઓ કુલ 4 ગણો નફો મેળવી રહ્યાં છે. મેકેઈન કંપની મહેસાણામાં આવેલી છે કે, જે કુલ 40,000 ટન બટાટાનો ઉપયોગ કરે છે. અનેક વસ્તુઓ બનાવીને આ કંપની નિકાસ કરે છે.

79,000 હેક્ટર વાવેતર:
નવેમ્બર માસના અંત સુધીમાં ગુજરાતમાં કુલ 96,000 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. ગયા વર્ષ દરમિયાન નવેમ્બર માસના અંત સુધીમાં કુલ 79,000 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. કુલ 55,000 હેક્ટર વાવેતર માત્ર બનાસકાંઠા જીલ્લામાં થયું છે. સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગરમાં કુલ 15,000 હેક્ટર વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતના કૂલ વવેતરના 60% ફક્ત બનાસકાંઠા જીલ્લામાં જ થયું છે.

ડીસાના ગામડાઓમાં સૌથી વધારે વાવેતર:
ગુજરાતમાં બનાસકાંઠાનાં ડીસા તાલુકામાં આવેલ માલગઢ, ડાવસ, ગૈનાજી, ગોળિયા, કંસારી, જોરાપુરા, વડાવલ, મહાદેવીયા, ઘરપડા, વિડોદર, જેનાલ, રણપુર, બાઈવાડા ગામોમાં સૌથી વધારે બટાટાનું ઉત્પાદન થાય છે. આ ગામમાં કુલ 50,000 કિલો હેક્ટરદીઠ પકવતાં હોય એવા પણ કેટલાંક ખેડૂતો છે. વર્ષ 2019-’20 માં ગુજરાતની ઉત્પાદકતા માત્ર 31,000 કિલો હતી. જે સમગ્ર ભારતમાં સૌથી વધારે હતી.  ઉત્પાદનના કુલ 64% ઉત્પાદન માત્ર બનાસકાંઠામાં જ થાય છે. બનાસકાંઠાના કુલ ઉત્પાદનના 50%  ડીસામાં જ થાય છે.

વાવણી પૂરી થવામાં:
બટાટાની વાવણી પૂરી થવાની તૈયારીમાં છે. સામાન્ય રીતે 15 નવેમ્બર બટાટાની વાવણીનો યોગ્ય સમય છે.  બટાટાને હવામાન વધારે  અસર કરે છે. તેને માફક આવે એવી ઠંડી હાલમાં પડી રહી છે. નવેમ્બર માસમાં કુલ 90% વાવેતર ખેડૂતો કરતા હોય છે પરંતુ બિયારણના ઊંચા ભાવને લીધે ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં જ સારું એવું વાવેતર થશે.

બિયારણના ભાવમાં ખેડૂતોની લૂંટ:
કુલ 40 લાખ ક્વીન્ટલ બિયારણની જરૂર સમગ્ર દેશમાં રહેશે. ગુજરાતમાં કુલ 3.80 લાખ ટન બટાટાનું બિયારણની જરૂર પડશે. બટાટાના વાવેતરમાં વધારો થવાંની શક્યતાએ બનાસકાંઠામાં ગયા વર્ષના બિયારણના કુલ 50 કિલોના ભાવ માત્ર 800 રૂપિયા હતો. જેમાં વેપારીઓ વધારો કરીને કુલ 3,100 રૂપિયા સુધી લઈ રહ્યાં છે. આવી રીતે બિયારણમાં વેપારીઓએ ખેડૂતો પાસેથી લૂંટ ચલાવી રહ્યાં છે. વીઘાદીઠ બિયારણનો ખર્ચ કુલ 25,000 રૂપિયા રહેલો છે. આમ, માત્ર 1 વીઘામાં વાવણીનો ખર્ચ કુલ 40,000 રૂપિયા છે. હેક્ટરદીઠ કુલ 3,000  કિલો બટાકા જોઈએ છે.

બટાટાના ભાવમાં થશે વધારો:
ગઈ સિઝનમાં વાવેતરમાં નજીવો ઘટાડો નોંધાયો હતો. અન્ય વાવેતરમાં ઘટાડો થતાં ચાલુ સિઝનમાં ભાવ ઊંચા જળવાઈ રહ્યાં હતા. બિયારણના ઊંચા ભાવ જોવા મળતા ચાલુ સિઝનમાં પણ વાવેતરમાં ઘટાડો નોંધાશે તો નવી સિઝનમાં પણ બટાટા માટે ઊંચા ભાવ ચૂકવવા પડે એવું બની શકે છે.

વ્યક્તિદીઠ કુલ 25 કિલો બટાટા:
સમગ્ર વિશ્વમાં બટાટાનો વ્યક્તિ દીઠ વાર્ષિક સરેરાશ વપરાશ કુલ 66 કિ.ગ્રા. છે. જયારે ભારતમાં માત્ર 18 કિલો છે. આની સાથે જ ગુજરાતમાં માત્ર 25 કિલો બટાટા માથાદીઠ ખવાતાં હોવાનો અંદાજ રહેલો છે. જર્મનીના લોકો કુલ 129 કિલો, આયરલેન્ડમાં કુલ 101 કિલો, પોલેન્ડમાં કુલ 96 કિલો બટાટા વ્યક્તિદીઠ ખાવામાં આવે છે. આ જ કારણ દર્શાવે છે કે, હજુ પણ આપણે તેનો ખાધાન્ય તરીકે સ્વીકાર કર્યો નથી.

ઉત્પાદન:
કુલ 150થી લઈને 400 ક્વિન્ટલ હેક્ટરદીઠ ઉત્પાદન થાય છે. કુલ 20% સુકવણી નિકળે છે. બટાટાના કંદમાં કુલ 75% પાણી, કુલ 25% પ્રોટીન રહેલું હોય છે. જેમાંથી કુલ 16% કાર્બોહાઈડ્રેડ રહેલું હોય છે. સોડીયમ ખુબ મોટી માત્રામાં હોય છે. માત્ર 120 દિવસમાં બટાટા પાકી જાય છે.

નિકાસ:
બટાકાની નિકાસ મહારાષ્ટ્ર, કર્ણાટક તથા તમીલનાડુ જેવા રાજ્યોમાં કરવામાં આવે છે. આની સાથે જ દુબઇમાં લગભગ 2 કરોડ બટાકા બેગની નિકાસ થવાનો અંદાજ રહેલો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post