September 21, 2021

આંદોલનના કારણે લાખો રૂપિયાનું નુકશાન થવા છતાં સાબરકાંઠાના ખેડૂતો ‘ખેડૂત આંદોલન’ને આપી રહ્યા છે સમર્થન

Share post

હાલમાં દિલ્હીની બોર્ડર પર આક્રમક રીતે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. ગુજરાતમાં આવેલ સાબરકાંઠા જીલ્લામાં એક ગામ આવેલ છે કે, જે વાલોળ નામની શાકભાજીમાંથી વધારે ઉત્પાદન મેળવે છે. આ ગામમાં બધાં જ ખેડુતો ખાસ કરીને વાલોળની ખેતી કરે છે. આ ખેતીની સીઝન દરમીયાન કુલ 12 કરોડ રૂપિયા મેળવે છે પણ દિલ્હીમાં ચાલી રહેલ આંદોલનને લઈ આ ખેડુતોનો પાક ન પહોચતા ખુબ નુકશાન જોવા મળ્યુ છે.

સાબરકાંઠા જીલ્લામાં આવેલ વડાલી તાલુકો કે, જે વાલોળનુ હબ ગણાય છે. કેસરગંજ, ભંડવાલ સહિત અન્ય કેટલાંક ગામોના ખેતરમાં વાલોળની જ ખેતી જોવા મળશે. આ વાલોળ ખેડુતોની માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી હોય એવુ ગામના ખેડુતો જણાવી રહ્યાં છે. વડાલી તાલુકો એ શાકભાજીના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આ કેશરગંજ ગામમાં કુલ 200 ખેડુતો વાલોળની ખેતી કરે છે.

આ ગામ છેલ્લા 20 વર્ષથી ખેતીમાં મુખ્યપાક તરીકે વાલોળનું જ ઉત્પાદન કરવામાં આવે છે. આ વાલોળને લઈ ગામનો તમામ ખેડૂત સીઝનનું કુલ 5 લાખ કરતા પણ વધારે ઉત્પાદન લઈ રહ્યાં છે. આ કેસરગંજ ગામના બધાં જ ખેડુતો દર સીઝનમાં કુલ 12 કરોડ વાલોળના પાકમાંથી જ લેતા હોય છે પરંતુ છેલ્લા 5 દિવસથી ભાવમાં ભારે ઘટાડો થયો છે તથા એનુ મુખ્ય કારણ છે કે, દિલ્હી ખેડુત આંદોલન.કારણ કે, બધાં જ બોર્ડર બંધ છે તથા દિલ્હી જતી બોર્ડર પણ બંધ હોવાને કારણે ત્યાં પાક જતો નથી.

જેને લીધે ખુબ નુકશાન થઈ રહ્યુ છે. હરેશ પટેલના જણાવ્યા મુજબ, આમ તો જે ભાવ પહેલા 20 કિલોના માત્ર 1,000 રૂપિયા સુધી મળતા હતા. જેના ભાવ હાલમાં કુલ 180 રૂપિયા પ્રતિ 20 કિલોનો ભાવમાં ઘટાડો થયો છે. આ ગામમાં કુલ 300 હેક્ટર તો માત્ર વાલોળની ખેતી કરવામાં આવી છે તો ગામના ખેતરમાં કુલ 600 જેટલા વાલોળના માંડવા બનાવવામાં આવ્યા છે પરંતુ દિલ્હી આંદોલનને લીધે તમામ ખેડુતને અંદાજે 50,000 રૂપિયાનુ નુકશાન જોવા મળ્યુ છે.

દરરોજની આવક 10 લાખ રૂપિયા છે કે, જેમાં ઘટાડો થઈને હાલમાં માત્ર 2 લાખ રૂપિયા છે. આ ગામના ખેડુતો હાલમાં તો દિલ્હીના ખેડુતોને સમર્થન આપી રહ્યા છે તેમજ 8 ડીસેમ્બરે ખેડુતો ‘ભારત બંધ’માં પણ જોડાવવાનુ જણાવી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post