September 26, 2021

કેન્દ્ર સરકારની આ યોજના અંતર્ગત મહિલાઓને મળી રહ્યા છે 10 લાખ રૂપિયા – જલ્દી અહિયાં કરો આવેદન

Share post

કોરોનાને કારણે ઘણાં લોકોને પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. આવા લોકોને આત્મનિર્ભર બનાવવા માટે તેમજ તેઓને પોતાનાં બિઝનેસની શરૂઆત કરાવવા માટે સરકાર એક ખાસ યોજના લઇને આવી છે. જેનું નામ મુદ્રા યોજના છે. આ યોજનામાં બિઝનેસની શરૂઆત કરવા માટે સરકાર તરફથી કુલ 10 લાખ રૂપિયાની લોન આપવામાં આવી રહી છે.

જેમાં મહિલાઓ માટે વિશેષ જોગવાઇ કરવામાં આવી છે. જેથી તેઓ ઘરે બેઠા કમાણી કરી શકે છે. આને લીધે તેઓ આત્મનિર્ભર બનશે. આ યોજના અંતર્ગત લોન કુલ 3 કેટેગરીમાં આપવામાં આવશે. જેમાં શિશુ લોન અંતર્ગત કુલ 50,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. જ્યારે કિશોર કેટેગરી અંતર્ગત કુલ 50,000 રૂપિયાથી લઇને 5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. આની સાથે જ તરૂણ કેટેગરીમાં 5 લાખ રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માગતા હો તો કઇ જરૂરી વાતોનું ધ્યાન રાખવુ પડશે ચાલો તમને જણાવીએ.

મુદ્રા યોજનાના ફાયદા :
આ યોજના અંતર્ગત ગેરેન્ટી વગર લોન આપવામાં આવશે. આની ઉપરાંત લોન માટે કોઇ પ્રોસેસિંગ ચાર્જ પણ ચુકવવો પડશે નહી. જેથી અરજદારને સરળતા રહેશે. આની ઉપરાંત બિઝનેસ સ્થાપિત કરવા માટે અરજદારને પૂરતો સમય મળી શકે તેના માટે લોન ચુકવવાનો સમયગાળો 5 વર્ષ સુધી વધારવાની સુવિધા મળે છે. લોન લેવા પર બેન્ક તરફથી લાભાર્થીને એક મુદ્રા કાર્ડ આપવામાં આવશે. જેના દ્વારા તમે જરૂર પ્રમાણે ખર્ચ કરી શકો છો.

યોજના સાથે સંબંધિત ખાસ બાબતો :
‘PM મુદ્રા યોજના’ અંતર્ગત કોઇ નિશ્વિત વ્યાજ દર રાખવામાં આવ્યો નથી. તે અલગ-અલગ બેન્કો પર આધારિત રહે છે. આની ઉપરાંત બિઝનેસની પ્રકૃતિ તેમજ તેની સાથે સંબંધિત જોખમને આધારે પણ  વ્યાજ દર નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે વ્યાજ દર કુલ 12% સુધીનો હોય છે. આ યોજના અંતર્ગત મહિલાઓને લોન લેવામાં આસાની રહેશે.

કારણ કે, તેમને આ યોજનામાં પ્રાથમિકતા આપવામાં આવી છે. આની ઉપરાંત આ લોન બિઝનેસના વિસ્તાર માટે પણ લઇ શકાય છે. લોન લેવા માટે અરજી કરવા પર અરજદારે બિઝનેસ પ્લાન, પ્રોજેક્ટ રિપોર્ટ, ભવિષ્યની આવકના અંદાજ સંબંધિત કેટલાંક દસ્તાવેજ રજૂ કરવા પડશે. જેને કારણે સરકારને તમારા બિઝનેસ વિશે જાણ થશે.

મુદ્રા યોજનામાંથી લોન કેવી રીતે મેળવી શકાય?

1. લોન એપ્લિકેશન ફોર્મ સત્તાવાર વેબસાઇટ ‘mudra.org.in’  પરથી ડાઉનલોડ કરો.

2. કુલ 3 પ્રકારની લોનમાંથી જે લોન લેવાની છે તેનું ફોર્મ ડાઉનલોડ કરવાનુ રહેશે.

3. ત્યારપછી, લોન એપ્લિકેશન ફોર્મની તમામ માહિતી ભરવાની રહેશે.

4. આની સાથે જ ફોર્મમાં તમારે વ્યવસાયની શરૂઆત કરવાની જગ્યા અંગે પણ જાણ કરવાની રહેશે.

5. જો તમે અનામત ક્વોટાના છો, તો જાતિનું પ્રમાણપત્ર પણ સબમિટ કરાવવું પડશે.

6. આની સાથે જ ફોર્મમાં પાસપોર્ટ સાઇઝના કુલ 2 ફોટોગ્રાફ્સની પણ જરૂર પડશે.

7. ત્યારબાદ બેંક પર જઈને તમામ દસ્તાવેજો સબમિટ કરાવવાના રહેશે.

8. બેંકના શાખા મેનેજર તમારા વ્યવસાય અંગે જાણકારી લઈ શકે છે. ત્યારબાદ તમારી લોનને મંજૂરી આપશે.

9. લોન મંજૂર થયા બાદ, તમને થોડા દિવસોમાં મુદ્રા ડેબિટ કાર્ડ આપવામાં આવશે.

10. તમારી લોનની રકમ આ કાર્ડમાં જમા કરવામાં આવશે. જેનો ઉપયોગ તમે કોઈ વ્યવસાયની શરૂઆત કરવા માટે કરી શકો છો.

ક્યાંથી મળશે લોન?
‘PM મુદ્રા યોજના’ અંતર્ગત કોઈપણ સરકારી બેંક, ગ્રામીણ બેંક, સહકારી બેંક, ખાનગી બેંક અથવા તો વિદેશી બેંક પાસેથી લોન લઈ શકાય છે. RBI એ મુદ્રા લોનનું વિતરણ કરવા માટે કુલ 27 સરકારી બેંકો, કુલ 17 ખાનગી બેંકો, કુલ 31 ગ્રામીણ બેંકો, કુલ 4 સહકારી બેંકો, કુલ 36 માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ તેમજ કુલ 25 નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓને સત્તા આપવામાં આવી છે. ‘PM મુદ્રા યોજના’ અંગે વધુ જાણકારી મેળવવાં માટે, સંપૂર્ણ વિગતો સત્તાવાર વેબસાઇટ mudra.org.in વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post