September 29, 2021

મોદી સરકાર ખેડૂતોને મનાવવા અપનાવી રહી છે સામ દામ દંડ અને ભેદની રણનીતિ, હવે બનાવ્યો આ માસ્ટર પ્લાન 

Share post

કોરોના વચ્ચે મોદી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ કૃષિ કાયદાને લઈ સમગ્ર દેશમાં આક્રમક રીતે વિરોધ ચાલી રહ્યો છે ત્યારે આવા સમયની વચ્ચે હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. PM નરેન્દ્ર મોદીએ મંગળવારે પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલને કોલ કરીને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી. ખુબ લાંબા સમય સુધી ભાજપના સાથી રહેલ અકાલી દળના પ્રમુખપદે લાંબો સમય રહેનાર બાદલે 92 વર્ષ પૂર્ણ કર્યાં છે. કૃષિ કાયદાના વિરોધમાં અકાલી દળે જૂન મહિનામાં જ ભાજપનો સાથ છોડયો છે.

PM નરેન્દ્ર મોદીએ બાદલને કરી આ વિનંતી :
ભાજપનાં સૂત્રોનો દાવો રહેલો છે કે, PM નરેન્દ્ર મોદીએ જન્મદિનના બહાને ફોન કરીને ખેડૂતોના આંદોલનનો સુખદ ઉકેલ લાવવા માટે બાદલને મધ્યસ્થી કરવા વિનંતી કરી છે. પંજાબના ખેડૂતો આંદોલનમાં મોખરે રહ્યાં છે તેમજ એને લીધે જ ખેડૂતનું આંદોલન અતિઉગ્ર બન્યું છે. PM નરેન્દ્ર મોદીએ બાદલ સાથેની વાતચીતમાં લઘુત્તમ ટેકાન ભાવને કાનૂની જોગવાઈ બનાવવા માટે કૃષિ કાયદામાં સુધારો લાવવાની તૈયારી બતાવી હતી.

ખેડૂતો આ વાતને સ્વીકારી આંદોલન સમેટી લેવા માટે તૈયાર થાય એની માટે સમજાવટ કરવા PM નરેન્દ્ર મોદીએ બાદલને વિનંતી કરી હોવાનો સૂત્રોનો દાવો રહેલો છે. ખેડૂત આગેવાનોની સાથે વાત કરવાની તૈયારી બતાવી રહી છે પરંતુ ખેડૂતો એમની વાત માનશે એવી ખાતરી આપી નથી. બાદલ પહેલાં જ ત્રણેય કૃષિ કાયદાને નાબૂદ કરવા માટે PM નરેન્દ્ર  મોદીને વિનંતી કરી ચૂક્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post