September 18, 2021

ગુજરાત: અહિયાં ગૌશાળામાં એવું તો શું થયું કે, એકસાથે 11 ગૌમાતા તડપી તડપીને મોતને ભેટી

Share post

હાલમાં એક એવી કરુણ ઘટના સામે આવી રહી છે કે, જેને જાણીને તમને ખુબ આઘાત લાગશે. પાલનપુર તાલુકામાં આવેલ કોટડા ભાખર ગામમાં સોમવારની વહેલી સવારમાં કરંટ લાગવાથી કુલ 11 ગાયોના મોત નિપજતાં સમગ્ર જિલ્લામાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી હતી. આ અંગે જેમની ગાયો મૃત્યુ પામી છે એ પશુપાલક સમગ્ર ઘટનાનું વર્ણન કરતાં જણાવે છે કે, સોમવારની વહેલી સવારમાં નિત્યક્રમ પ્રમાણે 5.25 કલાકે તબેલામાં ગયાં ત્યારે કુલ 11 ગાયોના આંચળામાં દુધ દોહવાના મશીન લગાવવામાં આવ્યા હતા. સાંજના 5.30 કલાક સુધીમાં કુલ 11 જેટલી ગાયો દોવાઇ ગઇ હતી. કુલ 4 જેટલી ગાયોને દોહવાની બાકી હતી.

સવા લાખની કિંમતની એક ગાય એમ 11 ગાયોનુ વળતર ચૂકવવા માંગ:
સવા લાખની કિંમતની એક ગાય એમ કુલ 11 ગાયોનુ વળતર ચૂકવવામાં આવે તેમજ કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે પશુપાલકે કહ્યું હતુ કે, તે સમયે લોખંડની જાળી પર ગાયો દોહવાના મશીનની ઇલેકટ્રીક મોટરમાં અચાનક શોર્ટ સર્કિટ લાગી હતી. જેનો કરંટ લોખંડની જાળી મારફતે હું ઉભો હતો તે જગ્યા સહિતમાં પ્રસર્યો હતો.

મને પણ કરંટ લાગ્યો હતો. જો કે, મારા પગમાં પગરખાં હોવાને કારણે અસર થઇ ન હતી પરંતુ કુલ 11 ગાયો કે જેમની ગરદન ફરતે વાળેલું લોખડની જાળી સાથે જોડાયેલ હોવાથી તથા ગાયોના આંચળ ધોવા માટે નીચે પાણી હોવાને લીધે કરંટ ગાયોના ગરદનના ભાગેથી શરીરમાં પ્રવેશી જતાં માત્ર 3-4 મિનિટમાં કુલ 11 ગાયો તરફડીને નીચે પડી ગઇ હતી. હૂં કંઇ સમજુ તેની પહેલા સમગ્ર ઘટના ઘટી જતાં મશીનની સ્વિચ બંધ કરી હતી. જયારે તપાસ કરવામાં આવી તો કુલ 11 ગાયોના મોત નિપજ્યા હતા.

કેમ લાગ્યો કરંટ?
આંચળમાંથી દૂધ દોહવાના મશીનની મોટરમાં ખરાબી આવતા આખું મિકેનિઝમ બગડી ગયું હતું. વાયર શોટ થવાથી મશીન પર કરંટ આવ્યો હતો તેમજ જે એંગલ પર મશીન મૂક્યું હતું તેમાંથી કરંટ આગળ વધતાં ગાયો બાંધેલી હતી તે જાળીમાં પ્રસરી ગયો હતો. જેથી એક બાદ એક એમ કુલ 11 ગાયો તરફડીને મોતને ભેટી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post