September 22, 2021

અમરેલીના પટેલ ખેડૂતભાઈએ સ્મશાનને જ બનાવી પોતાની કર્મભૂમિ, એવું કાર્ય કરી બતાવ્યું કે જાણીને તમને પણ ગર્વ થશે

Share post

સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલીક પ્રેરણાદાયક કહાનીઓ સામે આવતી રહેતી હોય છે. હાલમાં પણ કઈક આવી જ એક જાણકારી સામે આવી રહી છે. આ જાણકારી ગુજરાતમાં આવેલ રાજકોટ શહેરમાંથી સામે આવી રહી છે. માનવીનો અંતિમ વિસામો એટલે સ્મશાન. સ્મશાનમાં જવાનું કોણ પસંદ કરે. તમે ક્યારેય પણ સાંભળ્યું નહીં હોય કે, સ્મશાનમાં લોકો હરવા-ફરવા, ઉજાણી કરવા, પ્રવાસમાં, નાસ્તો કરવા માટે ગયાં હોય પરંતુ રાજકોટનાં કણકોટ નજીક આવેલ કૃષ્ણનગર ગામનું સ્મશાન વિશેષ છે.

એકદમ સૂકી જમીન તથા સૂમસામ જગ્યા પર ગામના જ ખેડૂત લાલજીભાઈ વિરાણીએ આજથી કુલ 5 વર્ષ પહેલા આ સ્મશાનને લીલુંછમ કરવાનો નિર્ણય લઈને સ્મશાનને જ પોતાની કર્મભૂમિ બનાવી હતી. હાલમાં આ ખેડૂતભાઈએ સ્મશાનને સુંદરવન બનાવી દીધું હોવાથી લોકો અહીં સવાર-સાંજ હરવા-ફરવા માટે આવવા લાગ્યા છે, બાળકો રમવા માટે, વડીલો ટહેલવા માટે, લોકો વનભોજન કરવા માટે પણ આ સ્થળને પસંદ કરી રહ્યાં છે.

માત્ર 5 વર્ષમાં અહીં ઔષધિ, શાકભાજી, ફળ, ફૂલ સહિત કુલ 500થી પણ વધારે વિવિધ વૃક્ષોનું વાવેતા કરવામાં આવ્યું છે. એવી કોઈ વનસ્પતિ નહીં હોય કે, જે આ સ્મશાનમાં ન વાવી હોય. સામાન્ય રીતે કોઈ સ્વજનના અવસાન સમયે આપણે એમને સ્મશાનમાં લઈ જતા હોઈએ છીએ, એવું કહેવામાં આવે છે કે, સ્મશાનને જોઇને તો નકારાત્મકતા આવે ત્યારે સ્મશાનમાં ફરવા જવાની વાત તો કોણ કરે પણ કૃષ્ણનગર ગામનાં સ્મશાનનું રમણિય વાતાવરણ સૌ કોઇને આકર્ષે છે.

લાલજીભાઈ દરરોજ સ્મશાનમાં પક્ષીઓને ચણ નાખે છે, દરરોજ બધાં જ વૃક્ષોને પાણી પીવડાવીને સંતાનની જેમ જતન કરી રહ્યા છે. હાલમાં આ સ્મશાન વૃક્ષો તેમજ ફૂલોથી મહેકી ઉઠ્યું છે. આ સ્મશાન એવું બની ગયું છે કે, સૌ કોઈને અહીં દરરોજ આવવા માટેનું મન થાય.

સ્મશાનને પ્રકૃતિના ઘરેણાંમાં રૂપાંતરિત કરવાનો દૃઢ નિશ્ચય:
લાલજીભાઈ જણાવતાં કહે છે કે, વ્યક્તિના દેહત્યાગનો છેલ્લો માર્ગ સમશાન જ છે કે, જ્યાં લોકો શોક મનાવતાં હોય છે પરંતુ મેં આ મુક્તિધામને પ્રકૃતિના ઘરેણાંમાં રૂપાંતરીત કરવાનો દૃઢ નિર્ણય કર્યો હતો. મેં નક્કી કર્યું હતું કે, સ્મશાનની અંદર હું પ્રાકૃતિક સૌંદર્ય ઊભું કરીશ. છેલ્લા 5 વર્ષની મહેનતને લીધે સ્મશાનની અંદર પ્રકૃતિના વૃક્ષ અને છોડનું વાવેતર કર્યું છે કે, જે મનુષ્યને પગલે ને પગલે મદદરૂપ થાય. રુદ્રાક્ષ, ખેતકી, એલોવેરા, દેશી ઓસડિયાની વનસ્પતિનું વાવેતર કર્યું છે. અમારા ગામના નાના ભૂલકાઓ તેમનો સમય પસાર કરવા માટે વડીલોની સાથે અહીં આવે છે. જીવનમાં હજુ પણ આવા કેટલાંક પ્રકૃતિ માટે કાર્યો કરવા માટે તત્પર રહીશ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post