September 17, 2021

મોદી સરકાર ખેડૂતોની આ 6 માંગો સ્વીકારશે તો જ આંદોલન પરત ખેંચાશે, નહી તો થશે…

Share post

હાલમાં દિલ્હી બોર્ડર નજીક વિરોધ કરી રહેલ ખેડૂતોના આંદોલનની તીવ્રતા દિન-પ્રતિદિન સતત વધતી જઈ રહી છે ત્યારે ગુરૂવારનાં રોજ ખુબ મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હીના એન્ટ્રી પોઈન્ટ સુધી પહોંચી ગયા હતા. પોતાના ટ્રેક્ટર તથા વાહનોની સાથે આવેલ ખેડૂતોએ રસ્તાની વચ્ચે આંદોલન શરૂ કરી દીધું હતું. કૃષિ કાયદો પરત ખેંચાવવાની માંગ પર અનેક ખેડૂતો અડગ રહ્યાં છે.

ગુરૂવારનાં રોજ કેન્દ્ર સરકાર તથા ખેડૂતોની વચ્ચે વધારે વાતચીત અંગે બેઠક યોજવામાં આવી હતી. એવા સમયમાં ખેડૂતો તરફથી લેખિતમાં સરકારની વિરુદ્ધ પોતાની માંગ રજૂ કરવામાં આવી હતી. જેના પર તેઓ લેખિતમાં ગેરેન્ટી લેવા માંગે છે. છેલ્લા એક સપ્તાહથી દિલ્હી બોર્ડર પાસે હાઈવે પર બેસીને આંદોલન કરી રહેલ ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ખતમ કરવા માટે હવે સરકારને પરસેવો વળી ગયો છે.

દેશના અનેક ખેડૂત સંગઠનો દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે, ત્રણેય કૃષિ કાયદાને પરત ખેંચી લેવામાં આવે. ખેડૂતોની માટે એક MSP ને લઈ કાયદો તૈયાર કરવામાં આવે. MSP ફિક્સ કરવા માટે સ્વામીનાથન ફોર્મ્યુલા લાગુ કરવામાં આવે. NCR રિજિયનમાં વાયુ પ્રદુષણ એક્ટમાં ફેરફારને પાછો ખેંચવામાં આવે. ખેતી માટે ડીઝલના ભાવમાં કુલ 50% કાપ મૂકવામાં આવે.

સમગ્ર દેશમાં ખેડૂત નેતા, કવિ, વકીલ અને અન્ય એક્ટિવિસ્ટ પર જે કેસ ચી રહ્યાં છે તે પરત ખેંચી લેવામાં આવે. અહીં ઉલ્લેખનીય છે કે, ખેડૂત અને સરકારની વચ્ચે અત્યાર સુધીમાં કુલ 3 વખત વાતચીત થઈ છે. 1 ડિસેમ્બરે રોજ છેલ્લી વખત ખેડૂત તથા સરકાર એક ટેબલ પર હતા પરંતુ કોઈ ચર્ચા થઈ ન હતી. એવા સમયમાં હવે ખેડૂતોએ પોતાની માંગ લેખિતમાં આપી દેવામાં આવી છે.

ખેડૂતો જણાવી રહ્યાં છે કે, જો ગુરૂવારે થયેલ મીટીંગમાં કોઈ નક્કર પરિણામ ન આવે તો ખેડૂતોનું આ આંદોલન વધુ આક્રમક થશે. જેનો અંત શું આવશે એ પણ કોઈને જાણ નથી. ખેડૂતોની સાથે વાતચીત કરતાં પહેલા કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે જણાવ્યું હતું કે, આજે ખેડૂતોની સાથે ચોથી વખત ચર્ચા થઈ રહી છે. આશા રહેલી છે કે, કોઈ સકારાત્મક પરિણામ આવશે. ખેડૂતો સાથેની ચર્ચા પહેલા કૃષિ મંત્રી નરેન્દ્ર તોમર, પિયૂષ ગોયલ અને ગૃહમંત્રી અમિત શાહે મુલાકાત કરી હતી.

આની સાથે જ ખેડૂતોની માંગ અંગેની જાણ કરવામાં આવી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે, સરકાર MSP પર ખેડૂતોને કોઈ સચોટ ભરોસો આપી શકે છે. બીજી બાજુ અમિત શાહ તથા પંજાબના CM કેપ્ટન અમરિંદરસિંહની વચ્ચે બેઠક યોજાશે કે, જેમાં ખેડૂતને લગતા પ્રશ્નો તથા કૃષિ કાયદા અંગેની ચર્ચા કરવામાં આવશે. આની ઉપરાંત વિવિધ આર્થિક દંડને પણ માફ કરી દેવામાં આવે. એવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post