September 21, 2021

ગુજરાત: વનરાજના બે ગામોમાં ધામા – એક સાથે પાંચ પશુઓને ઉતાર્યા મોતને ઘાટ

Share post

રાજુલા તાલુકાના રામપરા ૨ ગામે સિંહો દ્વારા પાંચ જેટલા પશુધનનું મારણ કર્યું હતું. જેમાં ગામ પાસેની ઘટા ટોપ બાવળની ઝાડીઓ પણ કારણભુત બની છે. જેને દુર કરવા ઉપરાંત વન વિભાગના સ્ટાફમાં વધારો કરવા વ્યાપક માગણી છે. તો સાથે વળતર ચુકવવામાં થતો વિલંબ પણ સામાન્ય માણસોને વસમો લાગી રહ્યો છે.

રાજુલા તાલુકાના રામપરા-૨ ગામે ગઇ રાત્રે સિંહો દ્વારા એક સાથે ૪ થી ૫ પશુધનનું મારણ કરવામાં આવેલ છે. રાજુલા-જાફરાબાદ-ખાંભા વિસ્તારમાં આશરે ૭૦ થી ૧૦૦ જેટલા સિંહ પરિવારો વસવાટ કરે છે. જેના લીધે આવી ઘટનાઓ છાશવારે બનતી રહે છે. વળી આ વિસ્તારમાં ૪૫ ગામ વચ્ચે માત્ર ૧ આર.એફ.ઓ. અને ૨ જ ફોરેસ્ટર છે. અને આ વિસ્તારમાં ૪૫ કિ.મી. જેટલો રેલવે ટ્રેક પણ આવેલ છે.

અત્રે ઉલેખનીય છે કે, અહી સ્ટાફની પણ ઘટ હોવાને લીધે આવી ઘટનાઓ બનતી હોય છે. જેથી કરીને અહી સ્ટાફની સંખ્યા પણ વધારવામાં આવે તેવી માંગ છે. આ વિસ્તારમાં રામપરા-૨ ગામ પાસે બાવળની ઝાડીઓ પુષ્કળ પ્રમાણમાં હોવાથી મોટાભાગે આ વિસ્તારમાં સિંહોનો વસવાટ હોય, આ બાવળની ઝાડીઓને દુર કરવામાં આવે તે ખુબ જરૃરી છે. જેથી કરીને વન્યપ્રાણીઓ દ્વારા ગામમાં ઘુસીને થતું પશુધનનું મારણ અટકાવી શકાય.

સાથોસાથ છેલ્લા બે, ત્રણ વર્ષથી આ વિસ્તારના વન્ય પ્રાણી દ્વારા મારણ થયું હોય અને વળતર ચુકવવાનું બાકી હોય તેવા કેસની ઘણી બધી અરજીઓ પેન્ડીંગ પડી છે તેનો નિકાલ થાય અને રામપરા-2 ગામે જે 4 થી 5 પશુધનનું મારણ કરવામાં આવેલ છે. તેનું યોગ્ય વળતર પણ લોકોને સમયસર મળી રહે તેવી વ્યવસ્થા કરવી આવશ્યક છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post