September 22, 2021

ઇન્ટરનેટ પરથી આઇસક્રીમ બનાવવાનું શીખીને શરુ કર્યો પોતાનો બીઝનેસ -ફક્ત 3 મહિનામાં જ 8 લાખ સુધી પહોંચી ગયું ટર્નઓવર

Share post

સોશિયલ મીડિયા પર અવારનવાર બિઝનેસને લઈ કેટલીક જાણકારીઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. શનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીથી ગ્રેજ્યુએટ થયેલ પ્રેરણા ઈન્ટીરિયર ડિઝાઈનિંગ કન્સલ્ટન્ટ તરીકે કામ કરી રહ્યાં હતાં પણ કોરોને કારણે થયેલ લોકડાઉનમાં પરિવારની સાથે સમય વિતાવવા તેમણે કામ કરવાનું બંધ કરી દીધું હતું. આ દરમિયાન તેમના 12 વર્ષના પુત્રએ આઈસક્રીમ ખાવાની જીદ કરી. કોરોનાના ભયથી તેઓ બહાર જઈ શકતાં ન હતાં.

તેથી તેમણે ઈન્ટરનેટની મદદથી ઘરે જ આઈસક્રીમ બનાવવાનું શીખી લીધું. પુત્રની સાથે જ સંબંધીઓને પણ આઈસક્રીમ ખુબ પસંદ આવ્યો હતો.  કેટલાંક લોકોએ તેમને આ પ્રોફેશનલી બનાવવાનું સૂચન કર્યું તો એમણે જૂન-જુલાઈ માસમાં બજારમાં સપ્લાઈ કરવાનો નિર્ણય કર્યો. હાલમાં દિલ્હી તથા મહારાષ્ટમાં તેમના સેંકડો ગ્રાહકો છે. માત્ર 4 મહિનામાં જ કુલ 8 લાખથી પણ વધારે એમનો કારોબાર થઈ ગયો છે.

પ્રેરણા જણાવે છે કે, એપ્રિલ-મે મહિનામાં મારા દીકરાની આઈસ્ક્રીમ ખાવાની જીદ પૂર્ણ કરવા મટે ઈન્ટરનેટ પર સર્ચિંગ શરૂ કર્યુ હતું. પહેલા તો લાગ્યું કે આ ખુબ મુશ્કેલ છે, હું બનાવી શકીશ કે કેમ. કારણ કે, તેને બનાવવા માટે જે ચીજ-વસ્તુની જરૂર પડતી હતી તેને એ સમયે બજારમાંથી લાવવી આસાન ન હતી. આની સાથે તે હેલ્થ માટે પણ યોગ્ય ન હતી. ત્યારપછી મેં વિચાર કર્યો કે,  ઘરમાં જ રહેલી ચીજ-વસ્તુથી જ આઈસક્રીમ બનાવવામાં આવે, જોઈએ કે શું આઉટપુટ મળે છે.

તેઓ જણાવે છે કે, જ્યારે આઈસક્રીમ બનીને તૈયાર થઈ તો ખુબ ટેસ્ટી હતી. આની સાથે જ હેલ્ધી પણ હતી. કારણ કે, તેમણે કોઈપણ આર્ટિફિશિયલ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો ન હતો. સૌપ્રથમ તો મેં ચોકલેટ ફ્લેવરની આઈસક્રીમ બનાવી હતી. જ્યારે લોકોએ મારા કામની પ્રશંસા કરી ત્યારે એને બિઝનેસ તરીકે શરૂઆત કરી. માર્કેટમાં પહેલેથી જ કેટલીક બ્રાન્ડ રહેલી છે. તેમની વચ્ચે પોતાને સ્થાપિત કરવાનું કામ પડકારજનક હતું.

તેઓ જણાવે છે, હાલમાં મુંબઈ તથા પૂણેમાં ખુબ મોટા સ્ટોર્સે અમારી પ્રોડક્ટ લીધી છે. ટૂંક સમયમાં અમારી પ્રોડક્ટ બેંગલુરુમાં ઉપલબ્ધ થશે. તેની માટે વાતચીત ચાલી રહી છે. આની સાથે જ અનેક લોકોએ ફ્રેન્ચાઈઝી લેવામાં પણ રસ દાખવ્યો છે. અમારી સંપૂર્ણ કોશિશ છે કે, આવનાર દિવસોમાં અમે માર્કેટમાં મોટી-મોટી બ્રાન્ડ્સને ટક્કર આપીને લોકોનો વિશ્વાસ જીતીશું.

શરૂઆતમાં પ્રેરણા હાથેથી જ આઈસક્રીમ તૈયાર કરતાં પરંતુ જ્યારે માંગમાં વધારો થવાં  લાગ્યો તો તેમણે એની માટે મશીન મંગાવ્યું હતું. જો કે, હજુ તેઓ હાથે જ આઈસક્રીમ તૈયાર કરે છે. તેઓ દરરોજ કુલ 45 ટબ આઈસક્રીમ તૈયાર કરે છે. આની સાથે જ તેઓ કુલ 16 લોકોને રોજગારી પણ આપી રહ્યાં છે. જેઓ તેમની ટીમમાં આઈસક્રીમ તૈયાર કરવાથી લઈને ઓર્ડર તેમજ માર્કેટિંગ સુધીનું કામ સંભાળે છે. આની સાથે જ તેમના પતિ પણ મદદ કરે છે.

હાલમાં તેઓ ચોકલેટ, કોફી, વેનિલા તથા નટ્સ, કાળા કિશમિસ, નારિયેળ, બદામ માર્જિપન ફ્લેવરમાં આઈસક્રીમ બનાવે છે, જે દિલ્હી-NCRમાં અંદાજે તમામ દુકાનોમાં ઉપલબ્ધ છે. આની ઉપરાંત તેની પ્રોડક્ટ નેચર બાસ્કેટ આઈસક્રીમ દ્વારા પૂણે તથા મુંબઈમાં પણ વેચાય છે. તેમના આઈસક્રીમની કિંમત 75 ML માટે કુલ 95 રૂપિયા તેમજ 500 ML માટે કુલ 650 રૂપિયા રાખવામાં આવી છે.

શા માટે ખાસ છે આ આઈસક્રીમ ?
પ્રેરણા પોતાના આઈસક્રીમમાં કોઈ પ્રિઝર્વેટિવ અથવા તો સ્ટેબલાઈઝરનો ઉપયોગ કરતા નથી. આની સાથે જ કોઈ આર્ટિફિશિયલ કેમિકલ અથવા તો ફ્લેવરનો પણ ઉપયોગ કરતાં નથી. તેઓ લો ફેટની વેજિટેરિયન ચીજ- વસ્તુથી આઈસક્રીમ તૈયાર કરે છે. તેને ખાવાથી કોઈ સાઈડ ઈફેક્ટ અથવા તો ગળું ખરાબ થવા જેવી ફરિયાદ આવતી નથી, જે બીજા આઈસક્રિમ ખાવાથી ઘણીવાર થાય છે. તેઓ જણાવે છે કે, કોઈપણ આર્ટિફિશિયલ પ્રિઝર્વેટિવનો ઉપયોગ કર્યા બાદ આઈસક્રિમની શેલ્ફ લાઈફમાં ઘટાડો થઈ જાય છે. ફ્રૂટ ફ્લેવરમાં બનાવવામાં આવેલ તેમની આઈસક્રિમ કમર્શિયલ ફ્રિઝરમાં કુલ 20 દિવસ સુધી રહે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post