September 23, 2021

કેવી રીતે ‘પશુ’ માંથી ઉભું કરવું ધન: આ રહ્યા વૈજ્ઞાનિક રીતે પશુપાલન અને પશુ સંવર્ધન માટેના મહત્વના સૂચનો…

Share post

આપણા ભારત દેશમાં ગ્રામ્ય અર્થતંત્રને સમૃદ્ધ તેમજ મજબૂત બનાવવા માટે પશુપાલન એ એક બહુ જ ખાસ ભાગ છે. હાલ અત્યારનાં આધુનિક સમયમાં લોકોને પશુપાલનની મહત્તા સમજાતાં વધારે ને વધારે લોકો પશુપાલનને એક પૂર્ણ સ્વતંત્ર વ્યવસાય તરીકે અપનાવે છે. જો તમને પણ પશુપાલનનાં વ્યવસાયમાં જોડાવાની ઇચ્છા છે, તો તમે સૌથી પહેલા પશુપાલન વ્યવસાય માટે વૈજ્ઞાનિક અભિગમને અપનાવી આગળ વધો. પશુપાલનને વધુ નફાકારક બનાવવા વધારે દૂધ ઉત્પાદન ધરાવતા આનુવંશિક ગુણવત્તા ધરાવતા સારી ઓલાદનાં પશુઓનો ઉછેર કરવો જોઇએ. આ સિવાય પશુપાલક મિત્રો, વધારે દૂધ ઉત્પાદન મેળવવા માટે… વધારે દૂધ આપતા આનુવંશિક ગુણો ધરાવતા ઊંચી ઓલાદનાં પશુઓ રાખવા… માત્ર આટલું જ નથી, પરંતુ આપણા માદા પશુઓ સમયસર સફળતાપૂર્વક ગર્ભ ધારણ કરે, તે પણ એટલું જ ખાસ છે. પ્રતિ વર્ષે ઓછામાં ઓછું માદા પશુઓમાં એક વિયાજણ રહેવાનાં લીધે મધ્યમ પ્રકારનાં તબેલાની દૂધ ઉત્પાદન ક્ષમતા જળવાય રહે છે.

પશુપાલનમાં જો પ્રજનન નહિ, તો ઉત્પાદન પણ નહિ થાય… તે ન્યાયે ગર્ભ ધારણ એક પાયાની બાબત ગણાય. આપણી ગાય અથવા ભેંસ પુખ્ત વયની થયા બાદ નિયમિત સીઝન કાળમાં (ઉનાળામાં) આવે છે. આ સમયમાં  કુદરતી અથવા કૃત્રિમ બીજ દાનથી સફળ પ્રજનન દ્વારા અંડાણું તેમજ શુક્રાણુંનાં ફલનીકરણ દ્વારા માદા પશુને ગર્ભ ધારણ કરવામાં આવે છે. ગાય વર્ગનાં પશુ 9 મહિના તેમજ ભેંસ વર્ગનાં પશુ 10 મહિનાનાં ગર્ભાધાનનાં સમયને છેવટે કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર તનદુરસ્ત બચ્ચાને જન્મ આપે તેમજ આ નવા વેતરમાં સારુ દૂધ ઉત્પાદન આપે, તે સમયે ગાય અથવા ભેંસ આર્થિક દૃષ્ટિએ નફાકારક નીવડે.

ગર્ભ ધારણ કરવા માટે યોગ્ય ગાયો તેમજ ભેંસોમાં ગર્ભા ધારણ કરવા માટેની શક્તિ ઉચ્ચતમ્ કક્ષાએ જળવાઈ રહે, તે આપણા ડૅરી ઉદ્યોગનાં અર્થતંત્ર માટેનો મુખ્ય ભાગ છે, કેમ કે યોગ્ય પશુ પ્રજનન એ જ પશુપાલનની મુખ્ય ચાવી છે. પશુઓની વ્યવસ્થા આ બાબતમાં મહત્વનો ભાગ ભજવે છે. યોગ્ય તેમજ સુવ્યવસ્થિત પશુ વ્યવસ્થાપનથી પશુઓને ઓછી મહેનત કરવી પડે, એવી પદ્ધતિઓ અપનાવીને પશુની ગર્ભ ધારણ શક્તિ વધારવા માટેના ઉપાયો યોજવા જોઇએ.

ગાભણ ગાય અથવા ભેંસનુ મરેલું કે જીવતું બચ્ચું સમય પૂરો થાય, તે અગાઉ ગર્ભાશયમાંથી બહાર નીકળી આવે, તેને ગર્ભપાત અથવા તરવાઈ જવુ કહેવામાં આવે છે. ક્યારેક-ક્યારેક બનતા બનાવમાં ગર્ભાધાન બાદનાં બહુ જ ઓછા સમયમાં એટલે કે, 15 દિવસથી 50 દિવસ અગાઉ જ ગર્ભ બહાર નીકળી જાય છે. ગર્ભનું કદ બહુ જ નાનુ હોવાનાં લીધે પશુપાલક મિત્રોને આ વિશેનો ખ્યાલ નથી આવતો.

ગર્ભ ધારણની મુશ્કેલીઓ તેમજ ઉકેલ : પશુ રહેઠાણ માટેની આદર્શ વ્યવસ્થા, પશુ પોષણ તેમજ પશુની માવજત પર જરૂરી ધ્યાન આપે તેમજ પ્રજનન માટે ઋતુ ચક્ર વ્યવસ્થિત રહે છે, તો માદા પશુઓમાં પણ ગર્ભ ધારણ નિયમિત થાય છે. દુગ્ધ કાળનો સમય સારો રહે છે તેમજ વસુકેલ દિવસો માટે ટૂંકો સમયગાળો રહે તેમજ 2 વિયાજણ વચ્ચેનો ગાળો આદર્શ બને છે. જેથી પશુપાલન ફાયદાકારક પૂરક વ્યવસાય રીતે નિભાવી શકાય. આવી પરિસ્થિત જાળવી રાખવાની જ્યારે પણ અભાવ સર્જાય,તે સમયે જ ગર્ભ ધારણની મુશ્કેલીઓ ઉદ્ભવે છે કે, જેનો સુનિયોજિત ઉકેલ મેળવી આદર્શ પશુપાલનથી પશુપાલકોમાં શ્વેત ક્રાંતિ લાવી શકાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post