September 21, 2021

ગુજરાતના આ જીલ્લામાં છેલ્લા 15 વર્ષથી કેનાલ છે, પણ ખેડૂતોને એક ટીપુંય પાણી આપવામાં આવ્યું નથી…

Share post

હાલમાં ગુજરાતમાં આવેલ સુરેન્દ્રનગર જીલ્લામાંથી એક સમાચાર સામે આવી રહ્યા છે. સરકાર નર્મદાની કેનાલ મારફતે છેવાડાના ગામડાના લોકોને પાણી પહોંચાડવાની વાત જણાવું રહી છે પણ સરકારની મોટી-મોટી વાતોની પોલ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ તેમજ માઇનર કેનાલે ખોલી દીધી છે.

કારણ કે, સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 15 વર્ષ અગાઉ કેનાલ તૈયાર કરવામાં આવી હતી પણ 15 વર્ષમાં એક પણ વખત આ કેનાલમાં સરકાર દ્વારા પાણી છોડવામાં આવ્યું નથી. નર્મદાની કેનાલ હોવા છતાં પાણીના અભાવને લીધે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જયારે બીજી બાજુ ચોમાસાને લીધે કેનાલમાં પાણી ભરાઈ જાય છે પરંતુ કેનાલમાં ભરાયેલ પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળતા કેનાલને લીધે ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડે છે.

મળેલ જાણકારી પ્રમાણે સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં આવેલ રામ પેપરમીલ પાસેથી નીકળતી નર્મદાની માઇનોર કેનાલ કુલ 3 ગામમાંથી પસાર થાય છે. આ કેનાલ લખતર ધાડમોચી ગામની પાસે આવેલ છે. સરકાર દ્વારા આ કેનાલ ખેડૂતોને નર્મદાનું પાણી મળી રહે એની માટે બનાવવામાં આવી હતી પણ કેનાલ તૈયાર થયાના કુલ 15 વર્ષ પછી પણ ખેડૂતોને એકપણ ટીપૂ કેનાલ મારફતે પાણી આપવામાં આવ્યું નથી.

મહત્ત્વની વાત છે કે, કેનાલ બનાવવા માટે સરકાર દ્વારા એક ખેડૂતના ખેતરના બે ભાગ કરી દેવામાં આવ્યા હતા પણ હજુ સુધી ખેડૂતને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેનો રસ્તો બનાવી દીધો નથી. આની સાથે જ હજુ સુધી આ કેનાલમાં એક પણ ટીપું પાણી આવ્યું નથી. આ બાબતે આજુબાજુના ગામના લોકો કેનાલમાં પાણી છોડવા બાબતે અનેક વખત તંત્રને રજૂઆત કરી રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા પણ ગ્રામ લોકોની માંગણી સ્વીકારવામાં આવતી નથી તેમજ ગ્રામ લોકોને પાણી વિના જ રહેવું પડે છે.

આ સમગ્ર મામલે પ્રકાશ નામના ખેડૂતે કહ્યું હતું કે, કેનાલ બનાવવા માટે ખેતરના બે ભાગ થઈ ગયા છે. ખેતરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો માર્ગ પણ બનાવવામાં આવ્યો નથી. આની સાથે જ આ કેનાલથી હજુ સુધી એક પણ ખેડૂતને લાભ થયો નથી. કારણ કે, ક્યારેય પણ આ કેનાલમાં પાણી આવ્યું નથી. પાણી જ નહોતું આપવુ તો કેનાલ શા માટે બનાવી ? અમે તંત્રને પાણી છોડવા માટે અનેકવાર રજૂઆત કરી છે પણ અધિકારીઓ દ્વારા અમારી રજૂઆતનો અમને કોઈ જવાબ આપવામાં આવતો નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post