September 22, 2021

જાણો ગુજરાતનાં માટેલમાં આવેલ ખોડલમાતાનાં મંદિરનો રોચક ઈતીહાસ અને મંદિરની ખાસિયતો વિશે 

Share post

સોશિયલ મીડિયા પર અનેકવાર ધર્મને લગતી કેટલીક જાણકારીઓ સામે આવતી રહેતી હોય છે. હાલમાં પણ આવી જ એક રસપ્રદ કથા સામે આવી રહી છે. આપને જણાવી દઈએ કે, લોકવાયકા પ્રમાણે ગુજરાતમાં આવેલ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના માટેલ ગામમાં ખોડિયાર માતાજીનું 1200 વર્ષ જૂનું મંદિર આવલું છે. આ મંદિર માઇભક્તોમાં શ્રદ્ધાની જ્યોત જલાવી રહ્યું છે. ગુજરાતમાં ખોડિયાર માતાજીનાં મુખ્ય 3 મંદિર આવેલા છે.

જેમાં ધારી પાસે ગળધરા, ભાવનગર પાસે રાજપરા તથા વાંકાનેર પાસે માટેલ ગામમાં છે. આ ત્રણેય મંદિર પાણીના ધરાની બાજુમાં આવેલ છે.ખોડિયાર માં નું માટેલ મંદિર ગુજરાતના રાજકોટ જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ માટેલ ગામમાં છે. વાકાનેર તાલુકાથી માત્ર 17 કિમી દૂર આ મંદિર આવેલું છે. અહીં જે જૂનું સ્મારક છે ત્યાં કુલ 4 પ્રતિમા છે તે મૂર્તિ આવડ, ખોડલ, અજુબાઈ તથા બીજબાઈની છે.

જેમાં ખોડીયાર માતાની પ્રતિમા ઉપર સોના-ચાંદીના ઝુમ્મર લટકી રહ્યાં છે તથા માતાજીની મૂર્તિ ઉપર ચુંદડી ચડાવવામાં આવેલ હોય છે. આ મંદિરની પાસે જ એક નવું મંદિર બનાવવામાં આવ્યું છે કે, જેમાં ખોડીયારમાતાની આરસની બનેલી મૂર્તિ રાખવામાં આવેલ છે. વરખડીના ઝાડ નીચે આવેલ માતાજીનું મંદિર મુખ્ય આકર્ષણ છે. અહીં એક ત્રિશૂલ દર વર્ષે 1 ઈંચ જેટલું વધતું હોવાની પણ માન્યતા રહેલી છે.

આની ઉપરાંત માટેલ ગામમાં મંદિરમાં પ્રવેશ થતાં પહેલા માટેલ ધરો આવે છે. ભક્તો દર્શન કર્યાં પછી ધરાનું પાણી માથે ચડાવવાનું ભૂલતા નથી. માટેલિયા ધરામાં ઉનાળામાં પણ પાણી ખૂટતું નથી. પાણીને ગાળ્યા વિના જ પીવાની પ્રથા રહેલી છે. લોકવાયકા પ્રમાણે ધરામાં માતાજીનું સોનાનું મંદિર પણ આવેલ છે. અહીં એક વરખડીનું વૃક્ષ આવેલ છે. આ વૃક્ષની નીચે ખોડીયાર માતાની બહેન જોગડ તોગડ ઊભેલી છે. આ મંદિરની સામે એક ઊંડો ધરો આવેલ છે. જે માટેલ ધરા તરીકે ઓળખાય છે. આ ધરાની આગળ થોડો નાનો ધરો આવેલ છે કે, જેને ભાણેજીયો ધરો કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, આ ધરામાં ખોડીયાર મા નુ જુનુ મંદિર આવેલ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post