September 21, 2021

છેલ્લા 43 વર્ષથી માંગરોળનું આ વૃદ્ધ દંપતી અંતરિયાળ ગામમાં ફેલાવી રહ્યું છે પ્રગતિનો ઉજાસ -જાણીને ગર્વ થશે

Share post

સોશિયલ મીડિયા પર અવારનવાર એવી કેટલીક જાણકારીઓ સામે આવતી હોય છે કે, જે તમામ લોકોની માટે પ્રેરણારૂપ હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી ગુજરાતમાં આવેલ રાજપીપળા જીલ્લામાંથી સામે આવી રહી છે. ભારતને આઝાદી મળ્યા પછી પણ આજના સમયમાં ગાંધીવાદી વિચાર ધરાવતા દંપતીએ પોતાનું સંપૂર્ણ જીવન આદિવાસીઓના નામે કરીને 85 વર્ષની જૈફ વયે પણ તેઓ સેવાકીય પ્રવુતિઓ કરી રહ્યાં છે.

વર્ષ 1977માં પોતાની યુવાનીના દિવસોમાં મહાત્મા ગાંધી, વિનોભા ભાવે તથા રવિશંકર મહારાજના વિચારોથી પ્રભાવિત થઈને મહેન્દ્ર ભટ્ટ, ભારતીબેન ભટ્ટ, સ્વ.નાનું મજમુદાર, જગદીશ લાખિયાએ આદીવાસી વિસ્તારમાં સેવાકીય કાર્ય કરવા માટે સર્વાંગિણ ગ્રામ વિકાસ મંડળની સ્થાપના કરવામાં આવી હતી. તેમણે કોઈપણ સરકારી અથવા તો વિદેશી સહાય લીધા વગર આદિવાસી વિસ્તારના વિકાસનાં કાર્યો કર્યા છે.

નાંદોદ તાલુકામાં આવેલ માંગરોળ ગામમાં રહીને મહેન્દ્ર ભટ્ટ તથા ભારતી બેન ભટ્ટે આજુબાજુના ગામોને વિકાસની કેડી સાથે જોડવાનો પ્રયત્ન કર્યો હતો. હાલમાં 43 વર્ષ પછી પણ આજુબાજુના કુલ 75 જેટલા ગામોમાં સર્વાંગિણ ગ્રામ વિકાસ મંડળની ગામ વિકાસને લગતી પ્રવૃત્તિઓ પહોંચી છે. આ બન્ને વડીલો દરરોજ સંસ્થાના તમામ કાર્યકરોને પોતાનું માર્ગદર્શન તેમજ ભવિષ્ય માટેની રૂપરેખા આપી રહ્યા છે.

આ સંસ્થાના સ્થાપક મહેન્દ્ર ભટ્ટનું કમાનવું છે કે, આ સંસ્થા વિનોબા ભાવેજીના “ગ્રામ સ્વરાજ” અતથા અ-સરકાર ના સૈદ્ધાંતિક માળખા પર ઉભી કરવામાં આવેલ સંસ્થા છે. જેને કારણે અંતરિયાળ વિસ્તારોમાં પણ પ્રગતિનો ઉજાસ પથરાઈ ગયો છે. જે સૌ કોઈની માટે પ્રેરણારૂપ છે.

શુ છે સંસ્થાની આવનાર વર્ષોની પ્રવૃત્તિ :
તમામ ખેતરોમાં સજીવ ખાતર બનાવવું, વરસાદનાં પાણીનું ટીપે ટીપું ગામતળ અથવા તો સિમતળમાં સાચવવું , પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત પેદા કરવા માટેના નાના ઘરેલુ સાધનો પ્રસારવાનું તથા સર્વિસિંગ કરવાં, ખુબ ઓછા ખર્ચે ઘરની રચના કરવી, ગ્રામ ઉપયોગી વૃક્ષો-સામુહિક ગ્રામવનનું કામ, તમામ ગામમાં 35 વર્ષ સુધીની ઉંમર વાળી કોઈપણ વ્યક્તિ અભણ ન રહે જેવા કર્યો કરીને આ સંસ્થાને વેગ આપશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post