September 23, 2021

આજે પણ આ વનમાં શ્રીકૃષ્ણ ગોપીઓ સંગ રમે છે રાસલીલા? – અકબંધ છે અહિયાંનું ચોંકાવનારૂ રહસ્ય

Share post

ભારતમાં કેટલાંક રહસ્યમય મંદિરો આવેલા છે. કેટલાંક રહસ્ય તો આજ સુધી કોઈ જાણી શક્યું નથી.  હાલમાં જે જાણકારી સામે આવી રહી છે એને સાંભળતાં નવાઈ લાગશે પરંતુ આ વાત હકીકત છે. વૃંદાવનમાં આવેલ નિધિવન આજે પણ તેના રહસ્યો માટે ખુબ પ્રખ્યાત છે. એવું કહેવામાં આવે છે કે, અહીં રાત્રે રોકાનાર વ્યકિત પાગલ થઈ જાય છે અથવા તો કોઈ આપદાનો શિકાર બને છે. એવી માન્યતા રહેલી છે કે, હાલમાં પણ અહીં કૃષ્ણ ગોપીઓની સાથે રાસલીલા રમે છે.

આ જ કારણસર સવારમાં ખુલનારુ આ મંદિર સંધ્યા આરતી પછી બંધ કરી દેવામાં આવે છે. સાંજ પછી ત્યાં કોઈ રોકાઈ શકતુ નથી. આની સાથે જ એવું માનવામાં આવે છે કે, નિધિવનમાં રહેનારા પશુપંખીઓ પણ સાંજ પડતાની સાથે જ આ વન છોડીને ચાલ્યા જાય છે. જાણો એવું તો શું ખાસ છે આ વનમાં આવો જાણીએ. કૃષ્ણની સાથે રાધા પણ અહીં આવે છે નિધિવનમાં દેખાતા વૃક્ષો રાત્રે ગોપીઓમાં બદલાઈ જાય છે જેથી રાત્રે આ વનને બંધ કરી દેવામાં આવે છે.

અહીં રાત્રે વાંસળી તથા ઘુંઘરુનો અવાજ સંભળાય છે. આમ તો સાંજ પડતાની સાથે જ મંદિરને બંધ કરી દેવામાં આવે છે. તમામ લોકો બહાર નીકળી જાય છે. જો કોઈ વ્યક્તિ છુપાઈ રાસલીલા જોવાનો પ્રયાસ કરે તો તે પાગલ થઈ જાય છે તેવું માનવામાં આવે છે. આવું જ કંઈક 10 વર્ષ અગાઉ બન્યુ હતુ. જ્યારે જયપુરથી આવેલ કોઈ કૃષ્ણ ભક્ત રાસલીલા જોવા માટે વનમાં છુપાઈને બેઠો હતો.

બીજા દિવસે જ્યારે મંદિરનો ગેટ ખુલ્યો તો તે બેભાન અવસ્થામાં મળ્યો હતો તેમજ તેનું માનસિક સંતુલન ખોરવાઈ ગયુ હતુ. આવા કેટલાંક કિસ્સાઓ લોકો દ્વારા જાણવા મળે છે. આવી જ અન્ય એક વ્યકિત હતી પાગલ બાબા કે, જેમની સમાધિ પણ નિધિવનમાં બનાવવામાં આવેલી છે. એવું માનવામાં આવે છે કે, તેઓ છુપાઈને રાસલીલા જોવા માટે ગયા હતા. જેને કારણે તેઓ પાગલ થઈ ગયા હતાં.

તેઓ કૃષ્ણના અનન્ય ભક્ત હોવાંથી  મંદિરની કમિટિએ તેમની સમાધિ નિધિવનની અંદર જ બનાવી હતી. નિધિવનની અંદર જ ‘રંગ મહેલ’ આવેલ છે. જેના વિશે એવું કહેવામાં આવે છે કે, દરરોજ રાત્રે અહીં રાધા-કૃષ્ણ આવીને એમની માટે રાખેલ ચંદનના પલંગને સાંજે 7 વાગ્યા પહેલા સજાવી દેવામાં આવે છે. પલંગની બાજુમાં એક લોટો પાણી, રાધાનો શ્રૃંગારનો સામાન તથા દાતણની સાથે જ પાન મુકવામાં આવે છે.

સવારે 5 વાગ્યે જ્યારે રંગ મહેલના પાટ ખુલે ત્યારે પથારી અસ્ત-વ્યસ્ત, લોટાનું પાણી ખાલી, દાતણ ચાવેલુ તથા પાન ખાધેલો મળે છે. ‘રંગ મહેલ’માં ભક્ત ફક્ત શ્રૃંગારનો સામાન ચઢાવવામાં આવે છે. આની સાથે જ પ્રસાદ સ્વરૂપે તેમને શ્રૃંગારનો સામાન મળે છે. સામાન્ય રીતે તમામ વૃક્ષની શાખાઓ ઉપરની બાજુ વધતી હોય છે, જ્યારે અહીં વૃક્ષની શાખાઓ નીચેની બાજુ વધે છે.

નિધિવનમાં આવેલ તુલસીના તમામ છોડ જોડીમાં છે. એવી માન્યતા રહેલી છે કે, જ્યારે રાધા સંગ કૃષ્ણ વનમાં રાસ રમે ત્યારે આ ઝાડ ગોપીઓ બની જાય છે. સવાર પડતાંની સાથે જ તુલસીના છોડમાં ફેરવાઈ જાય છે. આની સાથે જ વનમાંથી કોઈ તુલસીની એક ડાંડી પણ લઈ શકતુ નથી. લોકો જણાવે છે કે, જે લોકો તેને લઈ ગયા છે તે કોઈને કોઈ આપદાનો શિકાર બન્યા છે. જેને પરિણામે અહીં તેને અડકવાની મનાઈ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post