September 26, 2021

મહાભારતના સમયથી જ અનોખી મહત્વ ધરાવે છે આ માતાજીનું મંદિર, રહસ્યો અને વિશેષતા જાણી આત્મા કંપી ઉઠશે

Share post

આપણે તમામ જાણીએ છીએ કે, મહાભારત એ સૌથી મોટું મહાકાવ્ય છે. મહાભારત વિશે એવું પણ કહીએ કે, તે દુનિયાનો વિશાળ ગ્રંથ અથવા એમાં રાગ-દ્રેષ, રાજ-પાઠ, નીતિ-અનીતિ, ધર્મ-અધર્મ, ન્યાય- અન્યાય, પ્રેમ- નફરત તેમજ સૌથી મહત્વ પૂર્ણ માનવ ધર્મ માટે થયેલું યુદ્ધનું વર્ણન કરેલ છે. મહાભારતનું નામ સાંભળીને આપણા મનમાં પ્રથમ વિચાર ધર્મ તેમજ અધર્મનાં યુદ્ધનો આવે છે.

આજ રોજ પણ મહાભારતકાળ સમયનાં અનેક એવાં રહસ્યો આપણાથી અજાણ્યા છે તેમજ તેણે જાણવા માટે ઘણા પ્રયાસો પણ થાય છે. એવું જ એક મહાભારતનાં સમયનું એક મંદિર છે જેનાં અંગે આજ રોજ અમે તમને જણાવશું. આ મંદિરનો સીધો સંબંધ મહાભારતકાળની સાથે જોડાયેલો છે. આ મંદિરની સાથે મહાભારતનાં ઘણા પાત્રનો સંબંધ જોડાયેલો છે. આ મંદિરમાં મહાભારતનાં અંશ પણ જોવા મળ્યા છે. આ મંદિર બહુ જ ઐતિહાસિક સ્થળ તરીકે જાણીતું છે.

તો ચાલો જાણીએ, આ રહસ્યમય મંદિરની બધી વાતો. તેનો ઉલ્લેખ મહાભારતકાળમાં પણ થયો છે. આ મંદિર બહુ નામચીન છે તેમજ ઘણા લોકોની આ મંદિરમાં ખુબ જ શ્રદ્ધા છે. તો ચાલો જણીએ તે મંદિર અંગે.

આ મંદિર શીતળા માતા છે. આ મંદિરે દર ચૈત્ર માસમાં શીતળા મેળાનું આયોજન કરવામાં આવે છે. આ શીતળા માતાનાં મંદિરમાં મેળાનાં પ્રારંભનાં દિવસે ભક્તજનો દ્વારા માતાનું સ્થાન કરાવીને તેને વિવિધ ભોગ ધરવામાં આવે છે. શીતળા માંનું સ્નાન લસ્સીથી થાય છે તેમજ ભોગમાં પણ માતાને અલગ અલગ પ્રકારનાં ફળો જ ધરવામાં આવે છે. આ મંદિરમાં તેવું માનવામાં આવે છે કે, જે ભક્ત માંની આવી રીતે પુજા કરે છે તેનાં ઘરમાં સુખ-શાંતિ આવે છે.

મહાભારતકાળની સાથે જોડાયેલું આ મંદિર ગુડગાંવમાં આવેલ છે. ત્યાં ઘણા ભાવિકો તેની આસ્થાથી માતાનું પૂજન કરે છે તેમજ મનોકામનાને માતા યોગ્ય ફળ આપે છે. અહીંયા વર્ષમાં બે વાર એક-એક માસ સુધી મેળો ભરાય છે.

આ મેળામાં લાખો લોકો અહીયા દર્શન કરવા માટે આવે છે. પણ નવરાત્રીનાં 9 દિવસોમાં અહીંયા અલગ અલગ દેશોમાંથી પણ લાખોની સંખ્યામાં ભાવિકો દર્શન કરવા માટે આવે છે.

પૌરાણિક કથા મુજબ અહીંયા મહાભારતકાળમાં ગુરુ દ્રોણની નગરી હતી. એટલે કે, ગુડગાંવ એ મહાભારત સમયમાં ગુરુ દ્રોણની નગરી કહેવામાં આવતી હતી. ત્યારે ગુરુ કૃપાચાર્યની પત્નીની દેવી શીતળા માંનાં રૂપમાં પુજા થતી હતી. એવું પણ કહેવાય છે કે, આશરે 500 વર્ષથી આ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર બનેલું છે. તેથી દેશનાં ઘણા ખૂણામાંથી લોકો અહીંયા આવીને દેવીનું પૂજન કરે છે તેમજ સુખની અનુભૂતિ પણ મેળવી શકે છે.

આ મંદિર અંગે ખાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, આ મંદિરમાં પુજા કરવાથી શરીર પર નીકળતા ફોડલા કે દાણા, કે જેને લોકભાષામાં માતા કહે છે, તે કાયમ માટે સારા થઈ જાય છે. આ ઉપરાંત પણ અહીંયા નવજાત બાળકોનાં મુંડન પણ કરવામાં આવે છે.

આ મંદિર અંગે વધારે કહીએ તો અહીંયા વર્ષમાં થતાં 2 વારનાં મેળામાં સુરક્ષા, શાંતિ, સુવિધાઓ માટે અલગથી શીતળા માં શાઈન બોર્ડની વ્યવસ્થા થાય છે. તેની સુરક્ષા કમિટીની નીચે જ બધો કાર્યક્રમ થાય છે. અને અહિયા  સૌથી વધારે દર્શન કરવાવાળા લોકોમાં ઉત્તરપ્રદેશ, રાજસ્થાન તેમજ હરિયાણા લોકોની સંખ્યા વધારે હોય છે

માં શીતળાનાં આ પ્રાચીન મંદિરનો એટલો પ્રભાવ છે કે, સવારથી દર્શન કરવા માટે ભક્તોની લાઈન ચાલુ થાય છે. આ મંદિરની અનેક વિશેષતાઓ છે. જે સીધો સંભંધ મહાભારતની સાથે છે.  આ મંદિરની બનાવટ પણ બહુ જ વિશાળ છે. આ માતાનાં મંદિરમાં કોઈ પણ વ્યક્તિ સાચા દિલથી કોઈ પણ વસ્તુ માંગે તો તે વસ્તુ તેને જરૂરથી મળે છે. તો તમારે પણ એક વખત આ મંદિરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post