September 23, 2021

ખાલી ચાર એકરમાં 300 મેટ્રિક ટન શેરડીનું ઉત્પાદન કરી બનાસકાંઠાના આ ખેડૂતભાઈએ તોડી નાંખ્યા આજ સુધીના બધા રેકોર્ડ

Share post

એવું કહેવામાં આવે છે કે, કોઈપણ સિદ્ધીને હાંસલ કરવાં માટે સાહસ કરવું ખુબ અનિવાર્ય છે. હાલમાં વિશ્વમાં એક એવા જ ખમતીધર ખેડૂતની વાત કરવા માટે જઈ રહ્યાં છીએ. બનાસકાંઠામાં આવેલ ધાણધાર પંથકમાં કુલ 40 વર્ષ પછી માત્ર 4 એકર જમીનમાં કુલ 300 મેટ્રિક ટન શેરડીનું ઉત્પાદન થયું છે. એક સમયે અહીંના લોકો કહેતા હતા કે, શેરડીનું ઉત્પાદન ન થાય પરંતુ આ ખેડૂતભાઈએ મેળવેલ અભૂતપૂર્વ સિદ્ધીને જોઈ હવે તમામ લોકો દંગ રહી ગયા છે.

એક સમયે ધાણધાર તરીકે ઓળખાતો પંથક શેરડીના સાંઠાઓથી લહેરાતો હતો. અહીં પાણીના તળ ઊંડા ગયા પછી હવે કુલ 40 વર્ષ બાદ માત્ર 4 એકરમાં શેરડીનું કુલ 300 મેટ્રિક ટન જેટલું ઉત્પાદન એક મિકેનિકલમાં ડિપ્લોમા કરનાર 40 વર્ષના ખેડૂતભાઈએ કર્યું છે. જલોત્રા ગામમાં 50 વર્ષ પહેલાં વડદાદા શેરડીનો ગોળ બનાવતા હતા. હાલમાં એ જગ્યાએ તેના પ્રપોત્ર મહેન્દ્રભાઈ ભટોળે શેરડીનો મબલખ પાક લેતા તમામ લોકો મોમાં આંગળા નાખી ગયા છે.

જ્યાં શરૂઆતમાં તમામ લોકો પાક નિષ્ફળ જશે એવું કહીને હસતા હતા. હાલમાં તેઓ શેરડીના ઉત્પાદનથી ગૌરવ લઇ રહ્યા છે. હાલમાં તો પાલનપુરથી અંબાજી જતા જલોત્રા ગામ નજીક માત્ર 4 એકરમાં શેરડીનો આ પાકને જોઈ સૌ કોઈ અચંબિત થઈ જાય છે. બનાસકાંઠા જિલ્લામાં રહેતાં સૌ કોઈને ખબર છે કે, પાછલા 45 વર્ષથી અપૂરતા પાણીને કારણે જિલ્લામાં ક્યાંય પણ શેરડીનું ઉત્પાદન થતું નથી.

સૌ કોઈની એવી માન્યતા હતી કે, શેરડીના ઉત્પાદનમાં સાથી વધારે પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. ઉપરથી જમીનમાં ભેજનું પ્રમાણ પણ મહત્તમ હોવું જોઈએ. જલોત્રા ગામના મહેન્દ્રભાઈ ભટોળે સામા પ્રવાહે ચાલી કુલ 300 મેટ્રિક ટન જેટલો શેરડીનો પાક મેળવ્યો છે. હવે પ્રશ્ન એ છે કે, આ તેમણે કર્યું કેવી રીતે ? આ જમીન શેરડી માટે અનુકૂળ છે કે કેમ?

તેને લઇ મહેન્દ્રભાઈએ સૌ પ્રથમ સંપૂર્ણ અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ ટીસ્યુ કલ્ચરના કુલ 2,200 રોપા મહારાષ્ટ્રથી મેળવ્યા તેમજ કુલ 9 મહિના પછી કટીંગ કરીને બિયારણ બનાવ્યું હતું. ત્યારબાદ એ જ બિયારણનું પૂન: વાવેતર કર્યું હતું. જોત જોતામાં કુલ 10 મહિના પછી શેરડીનો પાક તૈયાર થઈ ગયો હતો. હાલમાં ખેતરમાં કુલ 10 ફૂટ લાંબા શેરડીના સાંઠા લહેરાઈ રહ્યા છે ત્યારે આની વિશે મહેન્દ્રભાઈએ કહ્યું કે, મારા દાદા ઓખાભાઈ નરસંગભાઇ કુલ 50 વર્ષ અગાઉ અહીં શેરડીની ખેતી કરતા હતા.

તેઓ ગોળના કુલ 30 કિલોના કોલ્હાપુરી રવા બનાવતા હતા. તેમનું સપનું હતું કે, બનાસકાંઠા જિલ્લાના ધાણધાર પંથકમાં સ્યુગર મીલ બને પણ કાળક્રમે પાણીના તળ ઉંડા જતા સપનું બનીને રહી ગયું હતું. જો કે, જલોત્રામાં આવેલ તમામ ખેતરમાં ટપક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 24 કલાક વીજળી મળી રહે છે. અધૂરામાં પૂરું સમગ્ર વિસ્તારમાં કુલ 90 ફૂટ પર ટ્યૂબવેલથી પાણી મળી રહે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post