September 18, 2021

મોદી સરકારના ત્રણ નવા કાયદા છતાં ખેડૂતોનો એક રૂપિયાનો માલ વેપારીઓ 10 રૂપિયામાં કેવી રીતે વેચી રહ્યા છે? જાણવા જેવો છે આ લેખ

Share post

હાલમાં દિલ્હી બોર્ડર પર મોદી સરકાર દ્વારા અમલમાં મુકાયેલ કૃષિ કાયદાને લઈ દેશના ખેડૂતોનું ઉગ્ર રીતે આંદોલન ચાલી રહ્યું છે. છેલ્લા 22 દિવસથી આ આંદોલન ચાલી રહ્યું છે. આંદોલનમાં કેટલાક ખેડૂતોના મોત નીપજ્યા છે. કોઈક ખેડૂતને ઠંડી લાગવાથી તેમજ કોઈક ખેડૂતને હાર્ટ અટેક આવી જવાથી મોત થયા છે. એક બાજુ કોરોના મહામારી અને બીજી બાજુ ખેડૂતોનું આંદોલન એમ બન્ને ચાલી રહ્યું હોવાથી મોંઘવારીમાં સતત વધારો થતો જઈ રહ્યો છે.  કેન્દ્ર સરકારના 3 નવા કાયદા હોવા છતાં ખેડૂતોનો માલ 1 રૂપિયામાં ખરીદીને વેપારીઓ કુલ 10 રૂપિયામાં વેચી રહ્યાં છે.

અંદાજે 10 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ મળતો હોવાથી અમદાવાદમાં પ્રતિ કિલોના કુલ 50 રૂપિયા લેવામાં આવે છે. સરકાર કહે છે કે, વચેટીયાઓ રહેશે નહી પણ વેપારીઓ જ લૂંટ ચલાવી રહ્યાં છે. આ ભાવ નવા કાયદાઓ આવ્યા બાદ આજના એટલે કે 18 ડિસેમ્બર વર્ષ 2020ના પશ્ચિમ અમદાવાદના છે. આમ, કેન્દ્ર સરકારે 3 નવા કૃષિ કાયદાનું અમલીકરણ તો કર્યું છે પરંતુ તેનાથી કોઈ ખૂડૂતોને પૂરતા ભાવ મળી રહ્યાં નથી તેમજ વેપારીઓ ઓછા ભાવ લઈ રહ્યાં નથી. ગુજરાતના ખેડૂતો વર્ષોથી ડીસાના બટાટા રાજકોટ જઈને વેચે છે તેમાં આજે કોઈ ફેર પડ્યો નથી. રાજકોટના ખેડૂતો ઊંઝા જઈને છેલ્લા 60 વર્ષથી જીરૂ વેચે છે એમ છતાં તેેમને કોઈ ફેર પડ્યો નથીં.

પ્રતિ એક કિલો પ્રમાણે…
તુવેરનો ભાવ ખેડૂતો પાસેથી 55 રૂપિયામાં લઈને વેપારીઓને 105 રૂપિયા, અડદનો ભાવ ખેડૂતો પાસેથી 70 રૂપિયામાં લઈને  વેપારીઓ  120 રૂપિયા, મગનો ભાવ ખેડૂતો પાસેથી 70 માં લઈને  વેપારીઓ 130 રૂપિયા, મઠનો ભાવ ખેડૂતો પાસેથી 55 માં લઈને  વેપારીઓ 120 રૂપિયા, ચોળીનો ભાવ ખેડૂતો પાસેથી  70 રૂપિયા માં લઈને  વેપારીઓ 130 રૂપિયા, વાલનો ભાવ ખેડૂતો પાસેથી 45 રૂપિયા માં લઈને  વેપારીઓ 100 રૂપિયા, જીરૂનો ભાવ ખેડૂતો પાસેથી માં લઈને  વેપારીઓ 120 રૂપિયા, ધાણાનો ભાવ ખેડૂતો પાસેથી 55 રૂપિયામાં લઈને વેચી રહ્યા છે.

આની સાથે જ વેપારીઓ 110 રૂપિયા, ઈસબગુલનો ભાવ ખેડૂતો પાસેથી 100 રૂપિયા લઈને  વેપારીઓ 300 રૂપિયા, વરીયાળીનો ભાવ ખેડૂતો પાસેથી 50 રૂપિયામાં લઈને  વેપારીઓ 120 રૂપિયા, મેથીનો ભાવ ખેડૂતો પાસેથી 50 રૂપિયા માં લઈને  વેપારીઓ 80 રૂપિયા, રાજગરોનો ભાવ ખેડૂતો પાસેથી 47 રૂપિયામાં લઈને  વેપારીઓ 120 રૂપિયા, અજમોનો ભાવ-ખેડૂતો પાસેથી 130 રૂપિયામાં લઈને  વેપારીઓ 200 રૂપિયા, મરચાંનો ભાવ ખેડૂતો પાસેથી 180 રૂપિયામાં લઈને  વેપારીઓ 250 રૂપિયા લઈને વેચી રહ્યા છે.

આની સાથે જ ખેડૂતો પાસેથી 5 રૂપિયામાં લઈને 50 રૂપિયામાં…

કોબીજ 5 રૂપિયામાં લઈને 40 રૂપિયામાં, ફુલાવર 4 રૂપિયામાં લઈને 40 રૂપિયામાં, ચોળા સીંગ20રૂપિયામાં લઈને 80 રૂપિયામાં, વાલોળ 7રૂપિયામાં લઈને 80 રૂપિયામાં, ગીલોડા  10રૂપિયામાં લઈને 80 રૂપિયામાં, દુધી 4 રૂપિયામાં લઈને 60 રૂપિયામાં, કારેલા 12.50રૂપિયામાં લઈને 60 રૂપિયામાં , સરગવો 10રૂપિયામાં લઈને 150 રૂપિયામાં, તુરીયા 20 રૂપિયામાં લઈને 60 રૂપિયામાં, કાકડી 10રૂપિયામાં લઈને 40 રૂપિયામાં, ગાજર 10રૂપિયામાં લઈને 40 રૂપિયામાં, બીટ 10 રૂપિયામાં લઈને 60 રૂપિયામાં. ગલકા 12.50રૂપિયામાં લઈને 50 રૂપિયામાં, મેથી 7 રૂપિયામાં લઈને 40 રૂપિયામાં, વટાણા 10 રૂપિયામાં લઈને 40 રૂપિયામાં , ડુંગળી  30રૂપિયામાં લઈને 50 રૂપિયામાં, ડુંગળી  35 રૂપિયામાં લઈને 60 રૂપિયામાં વેચી રહ્યા છે.

બટેટા 30 રૂપિયામાં લઈને 50 રૂપિયામાં, લસણ 60 રૂપિયામાં લઈને 200 રૂપિયામાં, ગુવાર37.50રૂપિયામાં લઈને 110 રૂપિયામાં, ટામેટા20રૂપિયામાં લઈને 60 રૂપિયામાં, વાલ લીલા 20 રૂપિયામાં લઈને 60 રૂપિયામાં, મરચા લીલા 15રૂપિયામાં લઈને 100 રૂપિયામાં, મકાઈ લીલી 10 રૂપિયામાં લઈને નંગના 20 રૂપિયામાં, લીંબુ 20 રૂપિયામાં લઈને 60 રૂપિયામાં, હળદળ લીલી 12.50રૂપિયામાં લઈને  60 રૂપિયામાં, આદુ 22.50રૂપિયામાં લઈને 60 રૂપિયામાં, ફુદીનો 5રૂપિયામાં લઈને 50 રૂપિયામાં,ટીંડોળા 10રૂપિયામાં લઈને 80 રૂપિયામાં, લસણ લીલુ 50 રૂપિયામાં લઈને 120 રૂપિયામાં, ગીસોડા 20રૂપિયામાં લઈને રૂપિયામાં, કાચી તુવેર 20 રૂપિયામાં લઈને 60 રૂપિયામાં વેચી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post