September 22, 2021

ગુજરાત દેશનું એકમાત્ર એવું રાજ્ય છે કે, જ્યાં ખેડૂતો દરિયામાં કરે છે ખેતી -જાણો કેવી રીતે?

Share post

હાલમાં એક એવી જાણકારી સામે આવી રહી છે કે, જેને જાણીને તમને ખુબ નવાઈ લાગશે. જ્યારે તમે કોઈને કહેશો કે, ગુજરાતનો ખેડૂત હવે દરિયામાં ખેતી કરવાં લાગ્યો છે ત્યારે આવા જ ઉદ્દગાર સાંભળવા મળે. દરિયાઈ ખેતીની કલ્પના પણ કેવી રીતે સંભવ છે! વિજ્ઞાન તથા ગુજરાતના ખેડૂતની ધગશથી આ કલ્પનાજન્ય બાબતને પણ હવે શક્ય કરી બતાવી છે. ગુજરાતમાં આવેલ કુલ 1,600 કિમીનો લાંબો દરિયાકાંઠો ફક્ત બંદર માટે જ નહીં પરંતુ ખેતી માટે પણ ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં, થોડાં જ વર્ષમાં મબલક પાકનો ઉતાર આવશે.

સૌથી લાંબો દરિયાકિનારો ગુજરાતની મોટી સંપત્તિઃ
ગુજરાત નજીક કુલ 1,600 કિમી જેટલો લાંબો તેમજ વિશાળ દરિયાકિનારો છે. મોટાભાગનાં બંદરોની સિવાય અંદાજે કોઈ કામમાં આવતો નથી. આ દરિયાકિનારો ખરેખર ગુજરાતની સંપત્તિ છે. જો આ વિસ્તારોનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ખેડૂતો મબલખ કમાણી કરી શકે છે. આની પાછળ સરકાર તેમજ વિજ્ઞાનીઓ ખુબ લાંબા સમયથી વિચાર કરતાં હતા. જે હવે ધીરે-ધીરે સાર્થક દિશા બાજુ આગળ વધ્યા છે તેમજ હવે એનાં પરિણામો ધીમા પગલે ગુજરાતના ખેડૂતોમાં જોવા મળી રહ્યાં છે.

ઉદ્યોગ માટે જમીન જતી રહેવાનો ડર જતો રહ્યોઃ
પહેલાં ગુજરાતના ખેડૂતોને ભય લાગતો હતો કે, જો ઉદ્યોગોનું આવું જ આક્રમણ રહેશે તો ખેતી માટે જમીનો બચશે નહી પરંતુ હવે એ ભય જતો રહ્યો છે. હવે દરિયામાં ખેતીનો વિકલ્પ ખૂલી ગયો છે. આ વિકલ્પ એવો ખુલ્લો છે કે, તેમાં કોઈપણ ખેડૂતને લાભ મળી શકે છે. વળી, દરિયાની જમીન તમામ રીતે શ્રેષ્ઠ નીવડતી હોવાને કારણે ખેડૂતને ખાતર-પાણીનો પ્રશ્ન પણ નડવાનો નથી. સાધારણ જમીન પર તો ખેડૂતને વરસે-દહાડે ઘણાં પ્રકારનાં ખાતરો નાખવાં પડે પરંતુ દરિયાઈ ખેતીમાં આ મહત્ત્વની સમસ્યા નડતરરૂપ બનતી નથી.

વિદેશોમાં પ્રખ્યાત છે દરિયાઈખેતી:
ચીનથી લઈને ફિલીપાઇન્સ, જાપાન, કોરિયા તેમજ ઇંડોનેશિયા જેવા કેટલાંક દેશોમાં દરિયાઈ-ખેતીનો પ્રકાર ખેડાઈ રહ્યો છે. ત્યાંનો ખેડૂત સારો શિક્ષિત તેમજ જાણકાર હોવાથી આવી અજાણી દિશાઓમાં પણ હળ ચલાવી શકે છે. ગુજરાતનો ખેડૂત તો દરિયાખેડુ તથા સાહસિક છે. ખરેખર તો વિદેશોમાં આવી મલ્ટીસ્ટોરી ખેતીની વાત ખુબ પ્રખ્યાત છે. આપણી પાસે કુલ 1,600 કિમીનો દરિયાકિનારો આ કૃષિ માટે ખૂબ અનુકૂળ છે,

કુલ 18 ખેડૂતોને મળી તાલીમઃ
ગુજરાતમાં આવેલ ભાવનગર સ્તિથ ‘સેંટ્રલ સૉલ્ટ એંડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇંસ્ટીટ્યૂટ’ દ્વારા આ બીડું ઝડપી લેવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લાના કુલ 18 ખેડૂતોની પસંદગી કરીને તેમને દરિયાઈ ખેતી માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ ખેડૂતોને તાલીમથી સજ્જ કરીને તેમની પાસે ગીર-સોમનાથ નજીક સિમર તેમજ રાજપરા ગામોમાં ઘાસની ખેતી કરાવી હતી.

આ ખેતીના એક ચક્રમાં એટલે કે, સામાન્ય ખેડૂતની ભાષામાં એક સીઝનમાં કુલ 40 દિવસ થાય છે. આ 18 ખેડૂતોએ આવાં કુલ 2 ચક્ર પૂર્ણ કરીને કુલ 5.9 ટન ઘાસ ઉત્પન્ન કર્યું હતું. જેમાંથી કુલ 1.15 લાખ રૂપિયાની કમાણી થઈ હતી. સરકાર દ્વારા ખેડૂતોની તાલીમ માટે આ ઇંસ્ટીટ્યૂટ માટે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ વિકાસ બોર્ડને કુલ 2 કરોડ રૂપિયાનું અનુદાન પણ આપવામાં આવ્યું છે.

ફળફળાદિ અને શાકભાજી પણ દરિયામાં ઊગશેઃ
દરિયામાં ઘાસની ખેતીનો પ્રયોગ સફળ થયો છે ત્યારે વિજ્ઞાનીઓ છાતી ઠોકીને જણાવે છે કે, ગુજરાતનો હિમંતવાન ખેડૂત હવે આગામી સમયમાં દરિયામાં શાકભાજી તેમજ ફળફળાદિ ઉગાડશે. આની ઉપરાંત દરિયામાં ફૂલોની ખેતી પણ કરવામાં આવશે. આ અંગે ઇંસ્ટીટ્યૂટ દ્વારા એક એક્શન-પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે તેમજ ટૂંક સમયમાં એના પર કામ શરૂ કરવામાં આવશે. ખેડૂતોને સરકારની સહાયથી આ ઇંસ્ટીટ્યૂટ સારી એવી તાલીમથી સજ્જ કરશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post