September 22, 2021

મોરબી જીલ્લાના આ ખેડૂતના ખેતરમાં એક-એક કિલોના મહાકાય જામફળ પાકી રહ્યા છે અને કરી રહ્યા છે લાખોની કમાણી

Share post

હાલમાં ગુજરાતનાં એક ખેડૂતભાઈને લઈ સમાચાર સામે આવી રહ્યાં છે. ટંકારામાં આવેલ જબલપુર ગામમાં 1 કિલોનું એક જામફળનું ઉત્પાદન થાય છે. આ વાત સાંભળીને તમને વિશ્વાસ નહિ થાય પરંતુ સત્ય વાત છે. જબલપુર ગામના એક ખેડૂત પોતાની મહેનતના પરસેવેથી 1 કિલો જેવા જામફળનો પાક મેળવે છે. જેમાં માત્ર એક જામફળનું કુલ 1 કિલો વજન છે.

જો કે, સામાન્ય રીતે 1 કિલોમાં નાના અનેક જામફળ આવે છે પરંતુ અહીં તો એક જામફળ 1 કિલોનું છે ત્યારે આ જામફળનું કેવી રીતે ખેડૂત ઉત્પાદન કરે છે તેમજ તેમને જામફળની ખેતીમાં કેટલો નફો થાય છે. ટંકારા તાલુકામાં આવેલ જબલપુર ગામમાં એક ખેડૂત દ્વારા નારિયલ કરતા પણ મોટા કદના જામફળની ખેતી કરવામાં આવે છે. સ્વાભાવિક રીતે આ વાત કોઈને ગળે ઉતરે નહિ પણ આ વાત 100% સાચી છે.

ટંકારામાં આવેલ જબલપુર ગામમાં’ જામફળની ખેતી કરતા મગનભાઈ કપાસ, મગફળી, ઘઉં, બાજરો સહિત કેટલાક પાક દર વર્ષે લેતા ખેડૂતો જેટલી મહેનત કરે છે તેના પ્રમાણમાં તેને વળતર મળતું નથી એવો પ્રશ્ન રહેતો હોય છે. તેઓ તેમના ખેતરમાં પાક બદલાવવાની અથવા તો પછી કોઈ બદલી કરવાની તસ્દી લેતા નથી. જેને કારણે સારી આવક મેળવી શકતા નથી તેથી તેઓ છેલ્લા 5 વર્ષથી ટંકારામાં આવેલ જબલપુર ગામમાં જામફળની ખેતી કરી રહ્યાં છે.

“ધીરજના ફળ મીઠા”
ગુજરાતીમાં કહેવત છે કે, “ધીરજ ન ફળ મીઠા” તેને ધ્યાનમાં રાખી કુલ 5 વર્ષ પહેલા થાઈલેન્ડના જામફળની ખેતી કરવાનો નિર્ણય કર્યો હતો. છત્તીસગઢમાં આવેલ રાયપુરમાંથી થાઈલેન્ડના જામફળના કુલ 5,000 રોપા લાવીને 30 વીઘાના ખેતરમાં તેનુ વાવેતર કરવામાં આવ્યું હતું.  શરૂઆતના 2 વર્ષ સુધી તાત્કાલિક પાક લેવાની જગ્યાએ આ ખેડૂતભાઈએ 2 વર્ષ સુધી પાકને ખેરવી નાખ્યો હતો. જેને લીધે આ જામફળના રોપા મોટા થઇ જવાથી હાલમાં સરેરશ કુલ સવા કિલો કરતા વધુ વજનદાર જામફળનો પાક તેઓને મળી રહ્યો છે.

મહાકાય જામફળને થાઈલેન્ડના જામફળ કહેવાય છે:
થાઈલેન્ડના જામફળની ખેતી કરનાર મગનભાઈએ જણાવ્યું હતુ કે, માર્કેટમાં લાલ ચટાકેદાર તથા સફેદ કલરના ખાટા-મીઠા જામફળ તો જોયા હશે તેમજ ખાધા પણ જ હશે પણ તમે 750 ગ્રામથી લઈને 1 કિલો સુધીનું ફક્ત એક જામફળ જોયુ નહિ જ હોય પરંતુ આવા જામફળ કે, જે સ્વાદમાં પણ ખુબ જ લિજ્જતદાર હોય છે. મોરબી જીલ્લામાં આવેલ ટંકારાના જબલપુર ગામમાં આ તોતિંગ કહી શકાય તેવા જામફળની ખેતી કરવામાં આવી રહી છે. આ મહાકાય જામફળને થાઈલેન્ડના જામફળ કહેવાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post