September 26, 2021

સરકારી નોકરી છોડી 35 વર્ષના શિક્ષકે શરુ કરી ખેતી, હાલમાં આ રીતે થઇ રહી છે વાર્ષિક એક કરોડની કમાણી

Share post

દેશનો ખેડૂત હંમેશા ખેતીમાં કઈક નવું કરી બતાવવાનું ઈચ્છતો હોય છે. અવારનવાર સફળ ખેડૂતોને લઈ જાણકારીઓ સામે આવતી હોય છે. હાલમાં પણ કઈક આવી જ એક જાણકારી સામે આવી રહી છે. ઉત્તરપ્રદેશના બારાબંકી જિલ્લામાં આવેલ દૌલતપુર ગામના રહેવાસી અમરેન્દ્ર પ્રતાપ સિંહે હાલમાં પોતાના વિસ્તારમાં ખુબ ચર્ચામાં રહ્યાં છે.

આની પાછળનું મૂળભૂત કારણ તેઓએ નવી ટેક્નિકથી કરેલ ખેતી છે. હાલમાં તેઓ કુલ 60 એકર જમીન પર ખેતી કરી રહ્યાં છે. આની સાથે જ 12થી પણ વધારે પાક ઉગાડી રહ્યાં છે, જેથી વર્ષે 1 કરોડ રૂપિયાની કમાણી થાય છે. 35 વર્ષીય અમરેન્દ્ર એક સરકારી સ્કૂલમાં શિક્ષક છે, હાલમાં તેઓ લીવ વિથઆઉટ પે પર છે. ખેતી કરવા માટે તેમણે રજા લીધી છે.

તેઓ જણાવતાં કહે છે કે, મારા ગામમાં લોકો ખેતી કરીને કંટાળી ગયા હતા તમામ લોકો ખેતી ક્ષેત્રમાંથી ભાગી રહ્યાં હતા. મારાં બા ઘઉં, શેરડી જેવા પારંપરિક પાકનું વાવેતર કરતાં હતાં જેમાં ખુબ ઓછી કમાણી થતી હતી. આટલું ઓછું હોય તેમ પૈસા પણ મોડા મળતા હતા. તેઓએ વર્ષ 2014માં ખેતી કરવાનો નિર્ણય લીધો અને લખનઉથી પરત પોતાના ગામમાં આવી ગયા. અનેક લોકોએ એમનાં આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.

સંબંધીઓએ જણાવ્યું હતું કે, હું મારા પગ પર કુહાડી મારી રહ્યો છું. તમામ લોકો ખેતી છોડીને નોકરી કરવા માંગે છે અને હું સરકારી નોકરી છોડીને ખેતી કરવા માટે આવ્યો છો. કોઈ જ લાભ થતો નથી. અમરેન્દ્ર જણાવે છે કે, મેં નક્કી કર્યું હતું કે, હવે કંઈ પણ થાય પણ ખેતી કરવી જ છે. મેં ગૂગલ તેમજ યુટ્યૂબ પર ખેતી અંગે થોડી માહિતી મેળવીને કેળાંની ખેતીનો વિચાર કર્યો.

જે ખેડૂત પહેલેથી જ આની ખેતી કરતા હતા તેમની પાસેથી આ અંગેની થોડી માહિતી મેળવી લીધી. ખેતીને લગતી નાનામાં નાની બાબતને સમજ્યો હતો. ત્યારબાદ 2 એકર જમીન પર કેળાંની ખેતીની શરૂઆત કરી હતી. પ્રથમ વર્ષે જ ખુબ સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. બીજા વર્ષથી ખેતીનાં વ્યાપમાં વધારો કરી દીધો હતો. કેળાંની સાથેજ અન્ય ફળ તેમજ શાકભાજીઓ ઉગાડવા લાગ્યો હતો.

ઘણીવાર અયોગ્ય હવામાનને લીધે પાક નબળો પડી જતો હતો. એનાથી બચવા માટે અલ્ટરનેટિવ પ્લાન તૈયાર કર્યો હતો. અમે એક પાકની સાથે અન્ય પાક પણ ઉગાડી રહ્યાં હતા. જેમ કે, કેળાંની સાથે હળદર, મશરૂમ તથા તરબૂચ લગાડી દીધાં હત કે, જેથી કોઈ એક પાક ખરાબ પણ થઈ જાય તો બીજા પાકથી એની નુકસાનની ભરપાઈ થઈ શકે.

અમરેન્દ્ર 60 એકર જમીન પર ખેતી કરી રહ્યાં છે, એમાંથી કુલ 30 એકર જમીન પર પારંપરિક પાક તેમજ 30 એકરમાં કેળાં, તરબૂચ, મશરૂમ, હળદર, સ્ટ્રોબેરી તેમજ કાકડી સહિત અંદાજે 12 થી પણ વધારે ફળ-શાકભાજીનું વાવેતર કરી રહ્યાં છે. તેમની સાથે કુલ 35 લોકો કામ કરે છે. તેમની પાસેથી અનેક ખેડૂતો પણ ખેતી શીખી રહ્યા છે.

તેઓ આગળ જણાવતાં કહે છે કે, અમે લાઇસન્સ લઈ લીધું છે. હવે અમે ફૂડ પ્રોસેસિંગ તથા જ્યૂસ પણ તૈયાર કરવાના છીએ. આ પ્રોજેક્ટ પર કામની શરૂઆત પણ થઈ ગયું છે. થોડા દિવસોમાં ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ અમારી પ્રોડક્ટ ઉપલબ્ધ થશે. અમરેન્દ્ર જણાવે છે કે, નવી ટેક્નિકથી ખેતી કરવામાં આવે તો તેમાં ખુબ સ્કોપ રહેલો છે.

ફક્ત પારંપરિક ખેતીના ભરોસે રહી શકાય નહિ. તેમણે ખેતી માટે કોઈ નવી ટેક્નિક લીધી નથી, પરંતુ ગૂગલ તેમજ યુટ્યૂબ પર ખેતી અંગે નવી-નવી વસ્તુઓ શીખી રહ્યા છે. હવે તેઓ કેટલીક બાબતોના જાણકાર બની ગયા છે. તેઓ જિલ્લાના અન્ય ખેડૂતોને પણ ખેતી શીખવી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post