September 29, 2021

મોદી સરકારની આ યોજના અંતર્ગત દીકરીઓને મળી રહી છે 51,000 રૂપિયાની સહાય -જલ્દી અહીં કરો આવેદન

Share post

મોદી સરકાર દ્વારા દીકરીઓને લગતી કેટલીક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. ગરીબ પરિવારની દિકરીઓના લગ્નમાં આર્થિક મદદ કરવાં માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તેમાંથી જ એક યોજના છે શાદી અનુદાન યોજના. આ યોજના હેઠળ લગ્નને યોગ્ય યુવતીઓને કુલ 51,000 રૂપિયાની મદદ કરવામાં આવે છે. જેને લઈ એક જાણકારી સામે આવી રહી છે.

કોને મળે છે આ યોજનાનો લાભ ?
આ યોજના માટે અરજી ત્યારે કરી શકાય છે કે, જ્યારે યુવતીની ઉંમર 18 વર્ષ અથવા તો એનાંથી વધારે હોય. જે યુવકની સાથે લગ્ન થવા માટે જઇ રહ્યાં છે. તેની ઉંમર 21 વર્ષ કે તેથી વધારે હોવી જોઇએ. આ યોજના હેઠળ એક પરિવારની 2 યુવતીઓ આ યોજનાનો લાભ લઇ શકે છે.આ  યોજના હેઠળ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ, લઘુમતિ, સામાન્ય વર્ગના પરિવારોની દિકરીઓને સામેલ કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે, આ યોજના ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે.

યોજના માટેની શરતો :
અરજદાર ઉત્તર પ્રદેશનો સ્થાયી નિવાસી હોવો જોઇએ. વાર્ષિક આવક ગ્રામીમ ક્ષેત્ર માટે કુલ 46,800 રૂપિયા તથા શહેરી ક્ષેત્ર માટે કુલ 56,400થી વધારે ન હોવી જોઇએ. શાદી અનુદાન યોજના માટે અરજદાર ગરીબી રેખાની નીચેનો વ્યક્તિ હોવો જોઇએ.

આ દસ્તાવેજોની પડશે જરૂર :
અરજદાર પાસે આધાર કાર્ડ હોવુ જરૂરી છે. અરજદારે પોતાનું આવકનું પ્રમાણપત્ર રજૂ કરવુ પડશે. આની સાથે જ જે દંપત્તિના લગ્ન થઇ રહ્યાં છે તેની ઉંમરનું પ્રમાણ પત્ર હોવુ જોઇએ.

સરકારી બેન્કમાં ખાતુ જરૂરી :
અરજદાર પાસે બેન્ક ખાતા નંબર હોવો ખુબ જરૂરી છે કે, જેથી તેમને યોજનાની રકમ સીધી બેન્કમાં મળી શકે છે. આ બેન્ક ખાતુ માત્ર કોઇ સરકારી બેન્કમાં જ હોવુ જોઇએ તેમજ તે આધાર સાથે લિંક હોવુ જોઇએ.

જાતિનું પ્રમાણ પત્ર હોવુ જોઇએ :
અરજદાર OBC, SC, ST કેટેગરીનો હોય તો જાતિનું પ્રમાણ પત્ર હોવુ ખુબ જરૂરી છે. અન્ય કેટેગરી માટે જાતિનું પ્રમાણ પત્ર જરૂરી નથી.

3 મહિનાનો સમય :
સરકાર દ્વારા આપવામાં આવતી ધનરાશિ અરજદાર ત્યારે જ ઉપાડી શકે છે જ્યારે તેની દિકરીના લગ્ન હોય. અરજી માત્ર લગ્નના 3 મહિના પહેલા કરી શકાય છે. આ યોજના હેઠળ યુવતીઓને અનુદાનની સાથે ચિકિત્સા સુવિધા પણ આપવામાં આવશે.

અહીં કરો અરજી :
આ યોજનાનો લાભ લેવા માટે આ યોજના માટે તૈયાર ઉત્તરપ્રદેશ સરકારની વેબસાઇટ ‘shadianudan.upsdc.gov.in’ પર જઇને રજીસ્ટ્રેન કરાવવું પડશે. વેબસાઇટના હોમ પેજ પર નવા રજીસ્ટ્રેશન વિકલ્પની નીચે તમને તમારી જાતિ પ્રમાણે આપવામાં આવેલ વિકલ્પમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આ યોજનાની ધનરાશી આપને ખુબ ઉપયોગી થશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post