September 26, 2021

રાજ્યમાં પડતી હાડ થીજાવતી ઠંડીને લઈ ફરી એકવાર હવામાન વિભાગે કરી અગત્યની આગાહી -જાણો જલ્દી… 

Share post

હવામાન વિભાગ દ્વારા અવારનવાર આગાહી કરવામાં આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક આગાહીને લઈ એક સમાચાર સામે આવી રહ્યાં છે. ઉત્તર ભારતમાં શીત લહેરની અસર ગુજરાતમાં  પણ જોવા મળી રહી છે. આજે તાપમાનમાં નજીવો વધારો થતા લોકોને ઠંડીથી રાહત મળશે. ત્યારપછી 27થી 29 ડિસેમ્બર અમદાવાદ સહિત ગુજરાતનાં અનેક શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે રહી શકે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પછી તિવ્રતામાં વધારો થવાંની આગાહી કરવામાં આવી છે તેમજ આવતીકાલથી કોલ્ડવેવની અસરની શરૂઆત થશે. સમગ્ર રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતાં નીચલા લેવલ પર રહેલા ઠંડા તથા સૂકા પવનોને લીધે શહેરમાં 27થી 29 ડિસેમ્બર વચ્ચે ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે પહોંચી જશે. જ્યારે વડોદરામાં 29 ડિસેમ્બરે પારો 8 ડિગ્રી સુધી નીચે ગગડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ હાલમાં એક ફ્રેશ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે ટર્ફ સ્વરૂપે ઉત્તર-પૂર્વ દિશાની આસપાસ રહ્યું છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 27 ડિસેમ્બરની આજુબાજુ પશ્ચિમ હિમાલય તથા ઉત્તર પશ્ચિમ ભારતના વિસ્તારોને અસર કરશે. શુક્રવારે અમદાવાદમાં 16 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયુ હતુ. જેને કારણે છેલ્લા કેટલાક દિવસની તુલનામાં ઠંડીમાં સાધારણ ઘટાડો થયો છે.

બીજી બાજુ નલિયા 7.9 ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યું હતુ. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન મુજબ, અમદાવાદમાં 27થી 29 ડિસેમ્બર દરમિયાન 10 ડિગ્રીની આજુબાજુ તાપમાન નોંધાઇ શકે છે. હવામાન વિભાગે કહ્યું  હતું કે, આગામી બે દિવસ સરેરાશ લઘુતમ તાપમાનમાં તબક્કાવાર વધારો થશે. ત્યારપછી લઘુતમ તાપમાન 3થી 4 ડિગ્રી સુધી ઘટી જતાં ઠંડીમાં વધારો થઇ શકે છે.

અહીં નોંધનીય છે કે, કાશ્મીરમાં નદી-ઝરણાં જામવા લાગ્યાં છે. બીજી તરફ, રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સતત 11 દિવસથી બરફ જામી ગયો છે. શુક્રવારે તાપમાન 1 ડીગ્રીની આજુબાજુ હતુ. આગામી દિવસોમાં મેદાન વિસ્તારમાં ઠંડા પવનને લીધે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે, જ્યારે ઉત્તરાખંડમાં 27 ડિસેમ્બરે વરસાદ થઈ શકે છે. લાહોલ સ્પિતિના કાજામાં કુલ 3,720 મીટર ઊંચાઈ પર તાપમાન માઈનસ 20 ડીગ્રી હોવા છતાં અહીં આઈસ હોકી કેમ્પ ચાલી રહ્યો છે. જેથી ઠંડીમાં વધારો થશે એવી આગાહી કરવામાં આવી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post