September 17, 2021

એક સમયે જે ખેડૂતના ઘરે ખાવાના ફાફા હતા આજે એજ ખેડૂતનો પુત્ર છે ISROનો પ્રમુખ, જાણો સફળતાની સફળ કહાની

Share post

સોશિયલ મીડિયા પર કેટલીક સફળ વ્યક્તિઓની કહાની સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે. ISRO ના પ્રમુખ કે. શિવનનું જીવન ચંદ્રયાન -2 જેટલું અદ્ભુત, અતુલ્ય તેમજ આશ્ચર્યજનક છે. ચંદ્રયાન 2 ની જેમ જ તેણે પણ અનેક પડકારોનો સામનો કર્યો છે તેમજ જમીનથી લઈને અવકાશ સુધીનો પ્રવાસ કર્યો છે. લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીને સ્પર્શ કરવાનું ચૂકી ગયો હશે પણ ઓર્બીટોર જે રીતે ભ્રમણકક્ષામાં ચંદ્રની ફરતે જે રીતે ફરે છે તે તેની ઉપયોગિતાને સાબિત કરી રહ્યું છે.

K.સીવન પણ તેમના જીવનમાં અનેક પડકારોને પાર કરી તેને સફળતા હાસલ કરી છે. આવો જાણીએ ગરીબ ખેડૂતના ઘરે જન્મેલ k.શિવને આ અદભૂત સફળતા ભરી મુસાફરી કેવી રીતે પાર કરી? આ સમય ખૂબ ભાવનાત્મક હતો કે, જ્યારે ઇસરો ચીફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગળે લગાવીને રડી રહ્યાં હતા. ત્યારપછી તેણે K.સિવાનની પ્રશંસા તથા પ્રોત્સાહન આપ્યું હતું.

ISRO ના મુખ્યાલયમાં સંબોધન કરતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે, અમે ચોક્કસ સફળ થઈશું તેમજ આપણી સફળતાના ભલે થોડી અટકળો આવી પણ આપણને આપણા લક્ષ્યથી વિમુખ કરવામાં આવ્યા નથી. દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યનાં કન્યાકુમારીમાં આવેલ સરકલાવીલાઇ ગામમાં 14 એપ્રિલ વર્ષ 1957 ના રોજ, એક ખેડૂત કૈલાશવદિવુના ઘરે બાળકનો જન્મ થયો હતો.

માં ચેલમ તથા પરિવારજનોએ K.સિવાનનું નામ પ્રેમપૂર્વક રાખ્યું હતું. એમણે પ્રારંભિક શિક્ષણ તમિલ માધ્યમથી સરકારી શાળામાં મેળવ્યું હતું. અભ્યાસની સાથે જ પિતાની સાથે ખેતરોમાં જઈને ભાઈ-બહેન સાથે કામ કરતા હતા. K.સિવન ભણવામાં ખુબ સારા હતા, જેથી પિતા તથા પરિવારજનોએ તેને પ્રોત્સાહન આપ્યું હતું.

ISRO Chief Dr Kailasavadivoo સિવાનનું નાનપણ બહુ કઠીન હતું:
ભૂતકાળને યાદ કરતાં K.શિવન જણાવે છે કે, બાળપણમાં ખુબ તંગી હતી. પિતાની આર્થિક પરિસ્થિતિ એવી ન હતી કે, તે ખેતરમાં કામ કરવા માટે મજૂરોનું સંચાલન કરી શકે. જેથી કુટુંબના તમામ લોકો ખેતીમાં ભાગ લેતા હતા. મારું નાનપણ બુટ તથા સેન્ડલ વગર વીતી ગયું છે. જ્યારે હું કોલેજમાં હતો ત્યારે હું મારા પિતાને ખેતરમાં મદદ કરતો હતો. આ જ કારણ હતું કે, ઘરની પાસે જ કોલજમાં પિતાએ  પ્રવેશ કરાવ્યો હતો. હું કોલેજ સુધી તો ધોતી પહેરતો તેમજ  જ્યારે હું MIT માં ગયો ત્યારે મેં પહેલીવખત પેન્ટ પહેર્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post