September 17, 2021

કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ક્યાં પાકમાં કેટલું નુકસાન થશે? જાણો વિગતવાર

Share post

હાલમાં ખેડૂતોને થઈ રહેલ નુકસાનને લઈ એક જાણકારી સામે આવી રહી છે. રાજ્યના મોટાભાગનાં વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ચોમાસું પૂર્ણ થયા બાદ સતત આ ત્રીજું માવઠું છે. આ 3 માવઠામાં સૌથી વધારે નુકસાન મગફળી તથા કપાસનાં પાકને થયું છે. ડિસેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં સમગ્ર રાજ્યમાં આવેલ વિસ્તારમાં ખેડૂતોને સૌથી વધારે નુકસાન ચણા, કપાસ, જીરું, ધાણા, તુવેર, ઈસબગુલ, ફૂલ, ફળને થયું છે કે, જે ખેડૂતોને દેવાદાર બનાવી શકે છે.

કારણ કે, તેમના પર ખેડૂતને સરકારે વીમો ચાલુ વર્ષથી બંધ કરી દેવામાં આવ્યો છે. હવે મુખ્ય પ્રધાન સહાય યોજના છે કે, જેમાં સરકાર દ્વારા ખેડૂતોને તરત જ સહાય આપવી જોઈએ એવી માંગણી ખેડૂત સંગઠનો તેમજ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. જે પાક પર ફૂલો આવ્યા હતા તેમજ વરસાદ થયો હતો તે પાકના ફુલો ખરી જતા ઉત્પાદનમાં ખુબ ઘટાડો જોવા મળશે.

રાજ્યના અનેક વિસ્તારોના ખેડૂતોને મેસેજ મોકલીને અથવા તો કોલ કરીને મેળવેલી વિગતો છે કે. જે-તે પાકનું ખેડૂતે પોતાના ખેતરમાં વાવેતર કર્યું હોય તેમાં કેટલું નુકસાન થશે તેની માહિતી મેળવીને સમગ્ર રાજ્ય સાથે તેની સરખામણી કરવામાં આવી છે. આ માત્ર અંદાજ છે કે. જે ખેડૂતોની કેવી તકલીફ ઊભી થઈ છે તે બતાવવા માટે છે.

કપાસની ત્રીજી વીણી હતી, જે તૈયાર થઈ ગઈ હતી. તેના તૈયાર રૂ પર પાણી પડવાને લીધે તે પલળી ગયો છે. જેથી ખેડૂતોને અઢળક રૂપિયા ગુમાવવા પડ્યા છે. વળી, ચણાનું આ વખતે વ્યાપક પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. ચણા એવો પાક છે કે, તેના છોડ પર ખાર હોવો ખુબ જરૂરી છે. તેના પાન, ડાળ પરથી ખાર જો ધોવાઈ જાય તો તેનું ઉત્પાદન ખુબ ઓછું આવે છે.

દક્ષિણ ગુજરાતમાં વ્યાપક રીતે કરવામાં આવતો તુવેરનો પાક ખુબ સારો હતો. તેનું ફ્લાવરીંગ કરવામાં આવ્યું હતું. તેના ફૂલ ખરી પડ્યા છે. કેરીનો મોર એટલે કે ફૂલ આવી ગયા હતા. તેનું ફ્લાવરીંગ ખરી પડ્યું છે. જેથી ઉત્પાદનમાં મોટો ફટકો પડશે. કેળને બાદ કરતાં મોટા ભાગના બગીચાઓમાં ખુબ  નુકસાન છે. જીરું, ઈસબગુલ, વરીયાળી અતિ સંવેદનશીલ પાકો છે. તેના છોડ પર ઝાંકળ અથવા તો વરસાદ પડે ત્યારે તેને ખુબ નુકસાન થાય છે.

રૂ કપાસના છોડ પર પાકી ગયો છે. મજૂર મળતા નથી. વીણીનો કિલોનો કુલ 6 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે પરંતુ મધ્ય પ્રદેશ, દાહોદ, ગોધરાના મજૂરો કપાસ વીણવા માટે આવે છે. જેઓ આ વર્ષે કોરોનાને લીધે આવી શક્યા નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post