September 26, 2021

સરકાર સાથે આટઆટલી વાતચીત કરવા છતાં ન્યાય ન મળતા ખેડૂતોએ લીધો અંતિમ નિર્ણય, પાંચ ડીસેમ્બરે કરશે એવું કે…

Share post

હાલમાં કોરોના મહામારીની વચ્ચે મોદી સરકાર દ્વારા કુલ 3 નવાં કૃષિ કાયદા બહાર પાડવામાં આવ્યા હતાં. હાલમાં દેશના તમામ ખેડૂતો આ કાયદાનો વિરોધ કરવાં માટે આંદોલન પર ઉતરી આવ્યા છે. ખેડૂતોએ પોતાનું આકરું વલણ દર્શાવતા જણાવ્યું છે કે, જો તેમની માંગ પુરી કરવામાં નહી આવે તો દિલ્લીમાં આવશ્યક વસ્તુઓની અછત થઈ શકે છે. આ મુદ્દે જીંદ ખાપ પંચાયત દ્વારા સરકારને ચેતવણી આપવામાં આવી છે. આ આંદોલને એક વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.

દિલ્લી નહીં મોકલીએ દૂધ-ફળ-શાકભાજી: ખેડૂતો
3 ડિસેમ્બરનાં રોજ કરવામાં આવેલ મીટીંગમાં હવે તમામ લોકોએ પોતાની મીટ માંડી છે. ખેડૂતો પોતાનું વલણ સ્પષ્ટ કરતા જણાવે છે કે, જો 3 ડિસેમ્બરનાં રોજ સમાધાન નહીં થાય તો તેના ખુબ ભયજનક પરિણામો આવશે. જો સરકાર તેમની માંગ પુરી નહીં કરે તો દૂધ-ફળ-શાકભાજી બંધ કરી દેવામાં આવશે એવી ખેડૂતો દ્વારા ધમકી આપવામાં આવી છે. ખેડૂતોએ ચિંતાજનક ધમકી આપતા જણાવ્યું છે કે, રાજધાની દિલ્હી પહોંચતી દૂધ-ફળ-શાકભાજીનો પુરવઠો અટકાવી દેવામાં આવશે.

સરકાર સાથેની વાતચીત નિષ્ફળ જતા ખેડૂતોએ આક્રમક વલણ અપનાવ્યું :
કૃષિ કાયદાની વિરુદ્ધ હાલમાં દિલ્હી બોર્ડર પર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ગતરોજ સરકારની સાથે કરવામાં આવેલ વાટાઘાટો નિષ્ફળ જતા ખેડૂતોએ આક્રમક વલણ અપનાવ્યું છે. ખેડૂતો દ્વારા સરકારના પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો છે, જેમાં સરકારે સમિતિની રચના કરવાની વાત જણાવી હતી. આવા સમયમાં હવે પંજાબ તેમજ હરિયાણામાં રહેતાં મોટી સંખ્યામાં ખેડૂતો હવે દિલ્હી બાજુ સતત આગળ વધી રહ્યા છે, જેને લીધે અહીં હાજર ખેડૂતોને સમર્થન મળી શકે અને બીજી બાજુ સરકાર પણ સક્રિય દેખાઈ રહી છે.

નોઈડા હાઈવે ચક્કાજામ કર્યો :
બુધવારનાં રોજ બપોરનાં સમયે, ખેડુતોએ નોઈડા-ગ્રેટર નોઇડા એક્સપ્રેસ વેને બંધ કરી દીધો હતો. સેંકડો ખેડૂતો દ્વારા મહામાયા ફ્લાયઓવર નીચે હડતાલ કરવામાં આવી હતી તેમજ DND તરફનો રસ્તો અટકાવી દેવામાં આવ્યો હતો. હવે અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખેડૂતો પહેલેથી જ દિલ્હી તેમજ નોઈડાની સરહદે છાવણી કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓ દ્વારા સતત જમવાની પણ સુવિધા કરવામાં આવી રહી છે, જેને કારણે લોકો ખુબ લાંબા સમય સુધી અહીં રહી શકે.

સિંઘુ બોર્ડર પર આંદોલન કરી રહેલ ખેડૂતો દ્વારા હાલમાં જ જાહેરાત કરવામાં આવી છે કે, તેઓ 5 ડિસેમ્બરનાં રોજ PM નરેન્દ્ર મોદીનું પુતળું બાળશે. તેઓ સરકારની કૃષિ કાયદાઓના વિરોધને કારણે નિષ્ક્રિયતાના વિરોધમાં આ પગલું ભરવા માટે જઈ રહ્યા છે. આની ઉપરાંત તેમણે એમ પણ જાહેરાત કરી છે કે, તેઓ ગૌતમ અદાણી, મુકેશ અંબાણી તેમજ બીજા કોર્પોરેટ્સનો પણ વિરોધ કરવા માટે જઈ રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post