September 26, 2021

ખેડૂતોના સમર્થમાં આવી નાનકડી દીકરી, કેન્દ્ર સરકાર પર કરેલા આકરા પ્રહારનો આ વિડીયો જોઇને તમે પણ ચોંકી ઉઠશો

Share post

સોશિયલ મીડિયામાં અવારનવાર કેટલાક વિડીયો વાયરલ થતા રહેતાં હોય છે. હાલમાં પણ આવી જ એક વિડીયો સામે આવી રહ્યો છે. કેન્દ્ર સરકારના 3 નવા કૃષિ કાયદાને પરત ખેંચવાની માંગને લઈ દેશની રાજધાની દિલ્હીમાં ચાલી રહેલ ‘ખેડૂત આંદોલન’ની વચ્ચે રાજસ્થાન કૉંગ્રેસ કમિટના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદસિંહ ડોટાસરાએ મરૂધરાની એક નાની બાળકીનો જોશીલો વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે.

આ વીડિયોમાં બાળકી ખેડૂતોની પીડાને રજૂ કરીને એમને સંપૂર્ણ જોશની સાથે આંદોલનને તેજ કરવાની અપીલ કરી રહી છે. ડોટાસરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ વીડિયોને શૅર કર્યો છે. ત્યારપછી આ વીડિયો ખૂબ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રાજસ્થાનના PCC ચીફ ડોટાસરાએ આ વીડિયો સોમવારે શૅર કર્યો હતો.

ત્યારપછી મંગળવાર સુધીમાં આ વીડિયોને અંદાજે 10,000 લોકો દ્વારા જોવામાં આવ્યો છે. આ વીડિયોને કુલ 245 વખત રિટ્વીટ કરવામાં આવ્યો છે. આની સાથે જ અંદાજે 1,500થી પણ વધારે લોકોએ તેને લાઇક કર્યો છે. માત્ર 2 મિનિટ 20 સેકન્ડના આ વીડિયોમાં બાળકી પોતાના નાના ભાષણ પછી કવિતાના માધ્યમથી આંદોલનકારી ખેડૂતોમાં જોશ ભરતી જોવા મળી રહી છે.

ડોટાસરાએ આ વીડિયોને શૅર કરવાની સાથે જ ટ્વીટર હેન્ડલ પર લખ્યું છે કે, રાજસ્થાનની ગૌરવશાળી માટીથી આ નાની બાળકીએ ખેડૂત આંદોલનમાં મોદી સરકારને ઘેરતાં પોતાના બુલંદ અવાજમાં કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે.

કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર :
વીડિયોમાં આ બાળકીએ ખેતરમાં ઊભા રહીને કોઈ નેતાની જેમ ભાષણ નથી આપ્યું પણ તેણે પોતાની કવિતામાં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યાં છે. બાળકીએ પોતાની કવિતાના માધ્યમથી ખેડૂતોની પીડાને વ્યક્ત કરતાં તેમને અપીલ કરી છે કે, તેઓ પોતાની માંગોને લઈ અડગ રહેજો. જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી પાછળ હટતા નહીં. બાળકીનું માનવું છે કે, ખેડૂત છેવટે ક્યાં સુધી બિચારા થઈને આંસુ સારતા રહેશે. તેમણે સંઘર્ષથી સફળતાની નવી ગાથા લખવાની છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post