September 18, 2021

કોડીનારના ખેડૂતે આ ખાસ પદ્ધતિ અપનાવી અઢી વીઘામાં કરી કેળાની ખેતી, પહેલી જ વારમાં આવ્યો 25 ટનનો મબલખ ઉતારો

Share post

રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનાં ઉપયોગથી થતી ખેતીથી જમીનમાં રહેલી ફળદ્રુપતા નાશ થાય છે. પણ ખેડૂતો ઓર્ગેનિક ખેતી બાજુ વળે તો તેનાં પરિણામો કેવા મળી શકે તે કોડીનારનાં દેવળી ગામનાં જીતુભાઇ સોલંકી નામનાં ખેડૂતે પુરવાર કરી બતાવ્યું છે. તેઓએ તેની અઢી વીઘા જમીનમાં ગૌમુત્ર તેમજ દેશી ખાતરનાં ઉપયોગથી કેળાની ખેતી કરે છે. એમની ધારણા હતી કે, કેળાનાં એક ઝાડ દીઠ 20 kg ઉત્પાદન આવશે પણ 35 થી 40 kgનું ઉત્પાદન થતા આવક બે ગણી થઇ ગઇ છે. પ્રથમ વર્ષે જ તેઓને 25 ટન કેળાનું ઉત્પાદન થયું હતું. આ ઝેરમુક્ત કેળાનો માર્કેટમાં કિંમત પણ સારી મળી રહી છે.

એક વીઘામાં 800 કેળનાં ઝાડ…
અમુક સમય અગાઉ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનાં અધ્યક્ષસ્થાને ગીર સોમનાથમાં પ્રાકૃતિક ખેતી શિબિર યોજાઈ હતી. એમાં કોડીનાર તાલુકાનાં દેવળી ગામનાં જીતુભાઈ સોલંકીનાં મોડલ ફાર્મમાં કેળાનું નોંધપાત્ર ઉત્પાદન થતા બીજા ખેડૂતો પણ કેળાની ખેતી બાજુ પ્રેરિત થયા છે. જીતુભાઈ બીજા ખેડૂતોને કેળાની ખેતીમાં મળેલી સફળતા વિશે માર્ગદર્શન આપે છે.

જીતુભાઈ એ કહ્યું હતું કે, એમણે રોણાજ ગામ નજીક ખેતીની જમીન છે એમાં અઢી વીઘામાં કેળનું વાવેતર કરવામાં આવ્યું છે. એક વીઘામાં 800 કેળનાં ઝાડ થયા છે. તેમજ બીજા વર્ષે પાકમાં 2 છોડ ઉગે છે. પહેલા વર્ષે 25 ટન કેળાનો ગીર ગાય આધારિત કૃષિથી ઉતારો કરવામાં આવ્યો છે. બીજા વર્ષે જમીન વધારે ફળદ્રુપ થતા કેળાનું ઉત્પાદન બે ગણું થઇ ગયું છે.

ઘણા ઝાડમાં તો 50 kgની લુમો જોવા મળે છે…
પહેલા વર્ષે 2 થી અઢી લાખનાં કેળાનું વેચાણ થઈ ચૂક્યું છે. અન્યનાં કેળાની કિંમત 20 kgનાં 160 થી 180 આવતા હોય છે તે સમયે તેમણે ખેતરમાં જ વેપારીઓ દ્વારા 250 કરતા વધારે ભાવ મળે છે. જીતુભાઈ જણાવે છે કે, પ્રાકૃતિક ખેતીને કારણે જમીન વધારે ફળદ્રુપ થતા કેળનાં ઝાડ દીઠ 20 kg કેળાનાં ઉત્પાદનની ધારણા હતી જે વધીને સરેરાશ 35 kg સુધી પહોંચી છે. આ રીતે ઉત્પાદન સ્વભાવિક રીતે જ બે ગણું થઇ ગયું છે.

ઘણા ઝાડ પર તો 50 kgની લુમો અત્યારે આ જ ફાર્મમાં જોવા મળે છે. જે પ્રાકૃતિક કૃષિથી ઝેરમુક્ત કેળા સમાજને આપવાની દિશામાં ખાસ યોગદાન છે. તેઓએ મુખ્યમંત્રીને ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક ખેતી બાજુ વધારે ખેડૂતો જોડાય તે માટે ખેતી તંત્રને માર્ગદર્શન આપે છે. તે વિશે હર્ષની લાગણી વ્યક્ત કરી ખેતીવાડી ખાતા દ્વારા પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે તેમ કહ્યું હતું. જીતુભાઈ સાથે તેનાં પિતા તેમજ બીજા પરિવારજનો પણ ગીર ગાયો રાખી પશુપાલન પણ સારું કરે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post