September 26, 2021

કુદરત, નસીબ અને શારિરીક તકલીફને પડકારી લત્તા બેન પટેલે ક્ષારયુક્ત જમીનમાં સફળ ખેતી દ્વારા મીઠામાં સોનું પકવી બતાવ્યું…

Share post

ઓલપાડ તાલુકાનાં છેવાડાનું મંદરોઈ ગામ અરબી સમુદ્ર પાસે હોવાથી અહીયાની ઘણી જમીનો બંજર છે. લતાબહેન પટેલને વારસામાં મળેલ 12 વીંઘા જમીન અથવા એમાં ક્ષાર હોવાનાં લીધે તે બંજર હતી. એક દિવસ લતાબહેને ન્યુઝ પેપરમાં વાંચ્યું કે, કચ્છનો ખેડૂત રણમાં કેરી ઉગાડી વિદેશ મોકલીને કમાણી કરે છે. એમણે ખેતી કરવા અંગેનું વિચાર્યુ પણ જમીન પર જંગલી બાવળો હતા. વડીલોએ જમીનમાં કઈ ઉગે નહી કહેવા છતાં પણ વાત સાંભળી નહિ. ક્ષારયુક્ત જમીનમાં શાકભાજી, ધાન્ય, કઠોળની સફળ ખેતી કરી સફળ થયા છે.

સફળ ખેતી કરીને મીઠામાં સોનું પકવ્યું…
લતાબહેને કૃષિ કરવાની જીદ પકડી તજજ્ઞોની સલાહ લેવાની સાથે ખેતર ખેડાવ્યું તેમજ પહેલી વખત જુવાર તેમજ ડાંગર કર્યુ પરંતુ કશુ થયું નહી. બીજા 2 વર્ષે પણ પાક નાશ થતા ત્રણ વર્ષમાં 4 થી 5 લાખની નુકશાની કરી હતી. લતાબહેને સરકારી સહાયથી પાણીની સવલત માટે તલાવડી બનાવી સિંચાઈની સગવડ ઉભી કરીને લોકોનો સંપર્ક કરી જૈવીક ખેતી અપનાવી છે. ગૌમૂત્ર તેમજ છાણથી કૃષિ કરી ક્ષારયુક્ત જમીનમાં શાકભાજી, ધાન્ય, કઠોળની સફળ ખેતી કરીને મીઠામાં સોનું પકવ્યું છે.

મુખ્યમંત્રી હાથે પ્રગતીશીલ ખેડૂત તરીકે સન્માનિત…
પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરી ક્ષારવાળી જમીનમાં પ્રાણ ફૂકવાનું સાહસ કરનારી ગુજરાત રાજ્યની સ્ત્રી ખેડૂત લતાબેનને રાજ્યનાં માજી મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પ્રગતીસિલ ખેડૂત તરીકે સન્માનિત કરવામાં આવ્યું છે. માત્ર આ જ નહીં પરંતુ રાજ્યનાં માજી વનમંત્રી મંગુભાઈ પટેલે રવિ કૃષિ મેળામાં 36000નું પુરસ્કાર આપવામાં આવ્યું હતું. જ્યારે મહિલા ઉત્કુર્ષ કાર્યક્રમમાં પણ તેમને અવોર્ડથી સન્માન કરવામાં આવ્યા છે.

ગૌ મૂત્ર તેમજ છાણ માંથી અલગ અલગ ચીજ વસ્તુ બનાવી ગૃહઉદ્યોગ કાર્યરત કર્યો…
લતાબહેન પાસે 50 કરતા વધારે ગાય છે તે બધાનાં ગૌમૂત્ર તેમજ છાણથી ઓર્ગેનિક ખાતર બનાવી ઉપયોગમાં લેવાય છે. ગૌ મૂત્ર તેમજ છાણમાંથી આયુર્વેદિક દવાની સાથે સાબુ તેમજ ધૂપ અને બીજી ચીજ થકી ગૃહ ઉદ્યોગ પણ કાર્યરત કરવામાં આવ્યો છે.

શાકભાજી તેમજ દૂધનું વેચાણ પણ જાતે જ કરે છે…
ખેતરમાં થયેલ શાકભાજીનું ખુદ સુરત શહેરમાં માર્કેટિંગ કરી છૂટક વેચાણ કરીને બજાર કિંમતથી મોટી કમાણી કરે છે. માત્ર આ જ નહી્ પરંતુ તબેલામાં થતું દૂધનું વેચાણ પણ જાતે જ કરે છે. ચોંકાવનારી બાબત તો એ કે, મહિલા હોવા છતાં પણ જાતે ટ્રેક્ટર ચલાવી ખેતરમાં ખેડાણની સાથે અન્ય કામો કરી મજુરી બચાવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post