September 17, 2021

ફક્ત 10 ધોરણ પાસ ખેડૂતભાઈ ખાસ આ પદ્ધતિથી બીટની ખેતીમાંથી કરી રહ્યાં છે અધધધ… આટલી કમાણી 

Share post

ગુજરાતનાં ખેડૂતોએ ખેતીમાં કઈક નવું કરી બતાવ્યું હોય એવી કેટલીક જાણકારીઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલ નરસંડા ગામના ખેડૂતે ઓર્ગેનિક ખેતીમાંથી બમણી આવક કરી બતાવી છે. રાસાયણીક ખાતરના ઉપયોગ વિના તેમણે બીટ, શાકભાજીનું વધારે ઉત્પાદન મેળવ્યું છે. જેમાં પાકનો ઉતારો સારો રહેવાને કારણે ‘બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ’ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

નડિયાદ પાસે આવેલ નરસંડા ગામમાં રહેતા ઉમેશગીરી શૈલેષગીરી ગોસ્વામી છેલ્લાં બે દાયકાથી વારસાઇ જમીનમાં બટેટા, ચિકોરી, ઘઉં વગેરેની ખેતીમાંથી જીવનનિર્વાહ કરી રહ્યા છે. તેઓએ સરકારના આત્મા પ્રોજેક્ટમાં જોડાયા પછી નવતર પ્રયોગ માટે છેલ્લાં 6 વર્ષથી બીટની ખેતી કરી રહ્યાં છે. ફક્ત ધોરણ 10 પાસ ઉમેશગીરીએ ખેતીમાં નવતર પ્રયોગથી કેટલાંક ખેડૂતોને નવી રાહ ચીંધી છે.

ઉમેશગીરી ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, પહેલાં તેઓએ શિયાળામાં બટાકાનો મુખ્ય પાક લેતાં હતાં. જ્યારે ચોમાસામાં પડવાશ, બાજરીનો પાક લેતાં હતાં. બટાકામાં ખર્ચ વધારે તેમજ કિંમત નક્કી હોતી નથી. જેથી વર્ષ 2010માં કુલ 2 વીઘા જમીનમાં બીટની ખેતીનો પ્રયોગ કર્યો હતો. જેમાં 4 મહિને 1 લાખ રૂપિયાની કમાણી થઈ હતી. અન્ય પાકોની જેમ બીટ પણ ગાદી ક્યારો બનાવી કરવામાં આવે તો ઉતારો ખુબ સારો મળે છે.

ગાદી ક્યારો બનાવવાથી પાણી માફકસરનું મળે છે તથા નિંદામણ ખેત આધારિત ઓજાર દ્વારા સારી રીતે કરી શકાય છે. પાટલા પધ્ધતિમાં છોડને માત્ર ભેજ મળે છે. જેથી છોડનો વિકાસ ખુબ સારો થાય છે તથા મબલખ પાક ઉતરે છે. આ સફળતા પછી વર્ષ 2016થી ઓર્ગેનીક ખેતી ચાલુ કરી છે. રાસાયણિક ખાતરોને બદલે ડ્રીપ ઇરિગેશન દ્વારા જીવામૃતનો ઉપયોગ કરવાથી ખુબ સારૂ ઉત્પાદન મળે છે. નિંદામણ મીની ટ્રેક્ટર દ્વારા કરવામાં આવતાં ખર્ચની બચત થાય છે. ખેતરમાં બીટની સફાઇ કરી ગ્રેડિંગ કરી વેચવાથી ખુબ સારો ભાવ મળે છે.

ઓર્ગેનિક ખાતર બનાવવા માટે ઉમેશગીરીએ સૂચવેલા પ્રયોગ :

બીજામૃત:
ઓર્ગેનિક પધ્ધતિમાં બીજામૃત ખાતર બનાવવું. જેમાં કુલ 5 કિલો દેશી ગાયનું છાણ, કુલ 5 લીટર ગૌમુત્ર, કુલ 50 ગ્રામ ચુનો, કુલ 20 લીટર પાણીને 24 કલાક પહેલા મિશ્રણ તૈયાર કરવું જોઈએ, 100 કિલો બીજ પલાળીને વાવેતર કરવાથી વધારે ઉપજ મળે છે.

જીવામૃત:
 આ પધ્ધતિમાં કુલ 10 કિલો દેશી ગાયનું છાણ, કુલ 10 લીટર ગૌમુત્ર, કુલ 1 કિલો કઠોળનો લોટ, 1 કિલો દેશી ગોળ, 1 મુઠી માટી, 200 લીટર ડ્રમમાં પાણીની સાથે એકત્ર કરીને સવાર-સાંજ ઘડીયાળની દિશામાં 1 મિનિટ માટે ફેરવવાનું રહેશે. શિયાળામાં 7 દિવસ, ઉનાળામાં 4 દિવસ પછી મિશ્રણ યોગ્ય રીતે તૈયાર થાય છે. આ મિશ્રણ એકરદીઠ એક ડ્રમ 15 દિવસ પાણી સાથે આપવાનું હોય છે. ઉભા પાક પર પણ સ્પ્રે કરી શકાય છે.

દસપર્ણી અર્ક :
આંકડો, લીમડો, સીતાફળ, નાળો, અર્ણી. એલોવીરા, બીલી, ધતુરો, અંતરવેલ, નઘોળ, કડવી મહેંદી, કરંજ, પીલુડો, કાળી તુલસી, ગાજર ઘાસ, હજારી પાન, ગાય ન ખાય તેવી દવામાં વાપરવાનું રહેશે. દાંતણ જેટલી ડાળીઓ પાણીમાં લેવી જોઈએ. નાના–નાના ટુકડા કરીને ઉકાળવાના, ઠંડુ પાણી પમ્પીંગ કરવું જોઈએ.

અગ્નીહોત્રી યજ્ઞ:
દેશી ગાયના છાણાનો યજ્ઞ કર્યા પછી તેની ભસ્મનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આની ઉપરાંત રોગ માટે દેશી ગાયના દૂધની છાશનો છંટકાવ કરવાથી પણ અનેકગણો લાભ થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post