September 21, 2021

આ પટેલ ખેડૂતભાઈ ડ્રેગન ફ્રુટની ઓર્ગેનિક ખેતીમાંથી વિઘાદીઠ કરી રહ્યાં છે એક લાખની મબલખ કમાણી -જાણો કેવી રીતે?

Share post

હાલમાં દિલ્હી બોર્ડર પર આક્રમક રીતે સમગ્ર દેશના ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલનનું મુખ્ય કારણ મોદી સરકારે અમલમાં મુકેલ 3 કૃષિ કાયદા છે. સોશિયલ મીડિયા પર ઘણીવાર ખેતીમાં કઈક નવું કરવાં માટે ઈચ્છુક ખેડૂતોની સફળતાની વાત સામે આવતી હોય છે. હાલમ પણ આવી જ એક જાણકારી ગુજરાતમાંથી સામે આવી રહી છે.

જુનાગઢનાં ભેંસાણ તાલુકામાં આવેલ છોડવડી ગામના ખેડુતે પોતાની કુલ 8 વિઘા જમીન પર સંપુર્ણ સ્વદેશી ઓર્ગેનીક પદ્ધતીથી ડ્રેગન ફ્રુટનું વાવેતર કર્યું છે. છોડવડી ગામના વશરામભાઈ કથીરિયાએ પોતાની આગવી સુજબુજથી ખુબ ઓછા પાણીએ ટપક પદ્ધતી દ્વારા કુલ 8 વિઘા જમીનમાં ડ્રેગન ફ્રુટનું વાવેતર કર્યું છે. ડ્રેગન ફ્રુટના વાવેતરમાં વિઘાદીઠ કુલ 1 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

જ્યારે ડ્રેગન ફ્રુટના છોડને સંપુર્ણપણે તૈયાર થતા કુલ 3 વર્ષ લાગે છે. ત્યારપછી એમાં ફળ આવવાની શરૂઆત થાય છે. ડ્રેગન ફ્રુટ ખાવાથી બધાં જ લોકોને હીમોગ્લોબિનમાં વધારાની સાથે જ લોહી શુદ્ધ થતું હોવાથી ડોક્ટરો પણ આ ફ્રુટ ખાવાનું સૂચન કરે છે. હાલના સમયમાં ભારતિય ડ્રેગન ફ્રુટ તથા એ પણ ઓર્ગેનીક ખેતીમાં તૈયાર થયેલ ફ્રુટની ખુબ મોટા પ્રણાણમાં માંગ રહેલી છે. જેને લીધે હાલમાં બજારમાં આ ફ્રુટનો ભાવ પ્રતિ કીલો કુલ 400 રૂપિયા રહેલો છે.

ડ્રેગન ફ્રૂટ રોગ માટે ઉપયોગી:
ડ્રેગન ફ્રુટ અનેક રોગોમાં ફાયદાકારક ફળ છે, જેને ખાવાથી અનેક અસાધ્ય બીમારીઓ નાશ પમે છે.

15 વર્ષ સુધી ફળ આવે છે:
ડ્રેગન ફ્રુટ છોડમાં ફ્રુટ આવતા 3 વર્ષ થાય છે. જ્યારે ફળ આવ્યા પછી વિઘાદીઠ 1 લાખ રૂપિયા જેટલું ઉત્પાદન મેળવી શકાય છે. તૈયાર થયેલ છોડ કુલ 15 વર્ષ સુધી ફળ આપે છે તેમજ ઉતારો સારો રહેતા વર્ષે ઉત્પાદનમાં સારા પ્રમાણમાં વધારો થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post