September 23, 2021

ખુબ નજીવી કિંમતમાં મળતું આ આધુનિક ટ્રેક્ટરથી ખેડૂતો તમામ પ્રકારના પાકોની કરી શકશે ખેતી – જાણો વિગતે

Share post

આપણો દેશ એક ખેતીપ્રધાન દેશ છે. દેશમાં ખેડૂતો અનેકવિધ પાકોની ખેતી કરે છે.  ખેતી કરવા માટે ખેડુતોને ટ્રેક્ટર એ આવશ્યક સાધન છે. એક કાઠિયાવાડી પટેલ નિલેશભાઈ ભાલાળા દ્વારા જાપાનની અદ્યતન ટેક્નોલોજી દ્વારા ખુબ આકર્ષક સ્ટ્રકચર ધરાવતુ એક મીની ટ્રેકટર તૈયાર કરવામાં આવ્યું છે કે, જેનુ નામ ‘નૈનો પ્લસ’ રાખવામાં આવ્યું છે.

ફક્ત 10 હોર્સપાવરની ક્ષમતા ધરાવતુ આ ટ્રેકટર ખેડુતોને તમામ કાર્યોમાં ઉપયોગી છે. આ ટ્રેકટર દ્વારા તમે ખેડાણ, વાવણી, નિરાઈ, ગુડાઈ, કિટનાશક સ્પ્રે છાંટવુ વગેરે જેવા કાર્યો થઈ શકે છે. જેથી ખેડુતો માટે ખેતી કરવી ખુબ આસાન બને છે. આ ટ્રેકટર કુલ 2 પ્રકાર છે. પ્રથમ પ્રકાર 3 ટાયરવાળુ ટ્રેકટર તેમજ અન્ય એક પ્રકાર 4 ટાયરવાળુ ટ્રેકટર છે.

આની અંદરની આધુનિક તકનીક તમારી ખેતી ખુબ ઓછા ખર્ચે વધારે ઉત્પાદન કરવા વાળી બને છે. આ ટ્રેકટરને ડિઝાઈન કરતી વખતે તેના પર અવનવા પ્રયોગો કરવામાં આવતાં હોય છે. આ ટ્રેકટર દ્વારા કલ્ટીવેશન, વાવણી, થ્રિસીન્ગ, સ્પ્રિંગ સંચાલન જેવા કાર્યો કરે છે. આની ઉપરાંત એક વિશિષ્ટ વાત એ છે કે, આ ટ્રેકટરનો સ્કુટર તરીકે પણ ઉપયોગ કરી શકાય છે.

આ ત્રિશુલ ફાર્મ માસ્ટર ખેડુતો માટે એક વરદાનરૂપ સાબિત થયુ છે. ખેડુતોને ખેતી કરવા માટે ટ્રેકટર એ જરૂરીયાતનુ સાધન છે પરંતુ, તે એટલુ મોંઘુ હોય છે કે, તેને ખરીદી કરવા માટે તમામ ખેડુતો સક્ષમ હોતા નથી. કારણ કે, નાનામાં નાનું ટ્રેકટરનું મુલ્ય પણ 4 લાખ રૂપિયા જેટલુ હોય છે પરંતુ આ ટ્રેકટર બીજા ટ્રેકટરો કરતા પણ 4 ગણી ઓછી કિંમતે મળે છે.

ત્રિશુલ કંપની દ્વારા તૈયાર કરવામા આવેલ આ ત્રિશુલ ફાર્મ માસ્ટર દેખાવમાં મોટરસાઈક્લ જેવુ લાગે છે પરંતુ તે ખેડુતોના તમામ કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે. આ ત્રિશુલ કાર્મ માસ્ટરનુ મુલ્ય ફક્ત 1,45,000 રૂપિયામાં મળી આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post