September 18, 2021

મુર્ખ ભાજપના નેતા પાટીલે આપઘાત કરતા લાચાર ખેડૂતોને કહ્યા બીકણ- અને બીજું કેટલું બધું જાણો અહિયાં

Share post

કોરોનાની ભયંકર મહામારીની સાથે જ હાલમાં મોદી સરકારના કૃષિ કાયદાનો વિરોધ સત ચાલી રહ્યો છે તથા છેલ્લા 9 દિવસથી ખેડૂતોએ દિલ્હી વિરોધ પ્રદર્શન માટે દિલ્હીને ઘેરી વળ્યા છે. સરકાર સાથેની વાટાઘાટોથી આ સમસ્યાનું સમાધાન લાવવા મરણિયા બનીને પ્રયત્નો કરવામાં આવ્યા છે ત્યારે કર્ણાટકના કૃષિ મંત્રીએ વિવાદાસ્પદ નિવેદન આપતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

કોંગ્રેસ કર્યો વિરોધ :
કર્ણાટકના કૃષિમંત્રી B.C. પાટિલે બફાટ કરીને જણાવ્યું હતું કે, આત્મહત્યા કરનાર ખેડૂતો ડરપોક છે. તેમના આ નિવેદનથી ભારે વિવાદ સર્જાયો છે. સમગ્ર દેશમાં હાલમાં કૃષિ સુધારાના વિરોધમાં હજારો ખેડૂતો દિલ્હીમાં આંદોલન કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર એમની સાથે મંત્રણા કરી રહી છે. આવા સમયમાં ખેડૂતો માટે એલફેલ ઉચ્ચારણથી ભાજપનાં નેતાઓ પણ ક્ષોભજનક હાલતમાં મૂકાઈ ગયા છે.

શું કહ્યું કર્ણાટકના કૃષિમંત્રીએ?
B.C.  પાટિલે જણાવ્યું હતું કે, આત્મહત્યા કરનાર ખેડૂતો ડરપોક છે. ડરપોક લોકો જ પોતાની પત્ની તથા બાળકોની ચિંતા કર્યા વગર આત્મહત્યા કરે છે. આપણે પાણીમાં ડૂબતા હોઇએ તો આપણે તરીને બહાર નીકળવું જોઇએ. આવું કર્ણાટકનાં કોડાગુ જિલ્લીમાં આવેલ પોન્નામપેટ ગામમાં ખેડૂતોને સંબોધન કરતાં જણાવ્યું હતું. પાટિલ ખેડૂતોને સમજાવી રહ્યા હતા કે, ખેતી કેટલો નફાકારક વ્યવસાય છે એમ છતાં કેટલાક ડરપોક લોકો આ બાબતને સમજી શકતા નથી અને આત્મહત્યા કરી લેતાં હોય છે એમ તેમણે જણાવ્યું હતું.

કોંગ્રેસ કર્યો વિરોધ :
પાટિલના નિવેદનની ટીકા કરતાં કર્ણાટક કોંગ્રેસે કહ્યું હતુ કે, મંત્રીનું નિવેદન ખેડૂત સમુદાય માટે અપમાનજનક છે. તેણે આની માટે માફી માંગવી જોઇએ. મંત્રીએ આવાં નિવેદન કરવાને બદલે ખેડૂતોએ આત્મહત્યા શા માટે કરવી પડે છે તેનાં કારણોની તપાસ કરવી જોઇએ. ખેડૂતોને સિંચાઇ, વીજળી સહિતના પ્રશ્નો નડતરરૂપ છે, પાકના યોગ્ય ભાવ નથી મળતા તેથી તેઓ દેવામાં ઉતરી જાય છે. આ પ્રશ્નોનો હલ કરવાને બદલે મંત્રી બેફામ વાણીવિલાસ કરીને ખેડૂતોના ઘા પર મીઠું નાંખી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post