September 17, 2021

CM વિજય રુપાણીનાં પ્રશંસાપાત્ર એવાં આ ખેડૂતભાઈએ ખારેકમાંથી બનાવ્યો પ્રવાહી ગોળ -જાણો એની ખાસિયતો…

Share post

દેશના ખેડૂતો સતત પ્રગતી કરતાં રહ્યાં છે ત્યારે હાલમાં આવા જ એક પ્રગતિશીલ ખેડૂતને લઈ જાણકારી સામે આવી રહી છે. સુકો મલક ગણાતા એવાં ક્ચ્છના પ્રગતિશીલ ખેડૂતોએ ક્ચ્છ સહિત સમગ્ર વિશ્વમાં ખેતી ક્ષેત્રમાં નવા સાહસથી પ્રખ્યાત બન્યા છે ત્યારે કચ્છના વયોવૃદ્ધ ખેડૂત વેલજી ભુડિયા પણ બારહી ખારેક માંથી પ્રવાહી ગોળ બનાવીને નવો પ્રયોગ કર્યો છે.

લેબોરેટરી ટેસ્ટમાં પણ ગોળની ગુણવત્તા પાસ :
દેશની પશ્ચિમી સરહદે આવેલ ક્ચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી વિશાળ છે. અહીંની ભૌગોલિક સ્થિતિ બીજા જિલ્લા કરતા વિષમ છે. હરહંમેશ પાણી માટે વલખા મારતા કચ્છમાં હવે ખેતીક્ષેત્રમાં નવો સંચાર થયો હોવાંથી કચ્છના પ્રગતિશીલ ખેડૂતો પોતાની કોઠાસૂઝથી કઈક નવું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેની નોંધ સમગ્ર વિશ્વમાં લેવામાં આવી છે.

કચ્છની કેસર કેરી, ડ્રેગન ફ્રુટ, દાડમ તથા ખારેક સહિતના અન્ય ફ્રુટના પાક ઉત્પાદનમાં ક્ચ્છ સમગ્ર રાજ્યમાં બીજા ક્રમ પર રહ્યું છે ત્યારે હવે કચ્છના વયોવૃદ્ધ ખેડૂત વેલજીભાઈ ભુડિયાએ નવતર પ્રયોગ હાથ ધરીને કચ્છની “બારહી ખારેક ” માંથી પ્રવાહી ગોળ બનાવનાર સૌપ્રથમ ખેડૂત બન્યા છે. વેલજીભાઈ ભુડિયાની મુલાકાત કરીને આ ગોળ વિશે જાણકારી મેળવી હતી.

ક્ચ્છમાં ખારેક ઉત્પાદનમાં મોખરે છે ત્યારે કુદરતી વાતાવરણની સ્થિતિમાં ખરાબ થઈ જતો ખારેકનો ફાલ પણ ગોળ બનાવવામાં ઉપયોગમાં લેવાથી ખેડૂતોને થતો નુકશાન પણ નહીં થાય. બારહી ખારેકમાંથી પહેલા જ્યુસ બને અને તે જ્યૂસને ઉકાળીને કોઈપણ રસાયણ અથવા તો ઉમેરણ ઉમેર્યા વગર સંપૂર્ણપણે પ્રાકૃતિક ગોળ બનાવવામાં આવે છે.

પ્રગતિશીલ ખેડૂત વેલજીભાઈ ભુડિયાએ વાત કરતા જણાવ્યું હતું કે, બારહી ખારેકમાંથી બનતા પ્રવાહી ગોળનો ઉપયોગ ચા, દૂધ, કોફી, લાડુ, શિરો સહિતની વાનગીઓમાં કરીને “પ્રાકૃતિક મીઠાશ”મેળવી શકાય છે. આની ઉપરાંત આ ગોળ આરોગ્યવર્ધક છે.

ડાયાબિટીસના દર્દીઓ આ ગોળમાંથી બનાવવામાં આવતી વાનગીઓ આરોગી શકે છે. કારણ કે, ખાંડીયો તથા ભેળસેળ વાળા ગોળ કફ,ઉધરસ, ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ માટે નુકશાનકારક નીવડી શકે છે ત્યારે ખારેકના ફળમાંથી બનાવવામાં આવેલ આ ગોળ આવા દર્દીઓની માટે આશીર્વાદરૂપ બની રહેશે. આની ઉપરાંત વિટામિન-C તથા આર્યનયુક્ત ગોળ આરોગવાથી લોકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે.

આમ, વેલજીભાઈ ભુડિયા જેવા પ્રગતિશીલ ખેડૂતના નવા સાહસની સરકાર દ્વારા પણ નોંધ લેવામાં આવી છે. CM વિજય રૂપાણીના હસ્તે બારહી ખારેકમાંથી બનાવવામાં આવેલ પ્રવાહી ગોળની પેકિંગનું લોન્ચ કરવામાં આવ્યું હતું. આની સાથે જ CM વિજય રૂપાણીએ વેલજીભાઈ ભુડિયાના સાહસને બિરદાવવામાં આવ્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post