September 18, 2021

જાપાની પદ્ધતિથી ધાબા પર ઓર્ગેનિક ખેતી કરનાર અમદાવાદના મહેશભાઈ હજારો ખેડૂતો માટે બન્યા પ્રેરણારૂપ

Share post

ખેતી ક્ષેત્રમાં ખેડૂતો કઈક અલગ કરીને બતાવતા હોય એવી કેટલીક જાણકારીઓ સોશિયલ મીડિયા પર અવારનવાર ખુબ વાયરલ થતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી ગુજરાતમાં આવેલ અમદાવાદ શહેરમાંથી સામે આવી રહી છે. જાપાનમાં અગાસી પર ખેતી કરવામાં આવે છે ત્યારે હવે અમદાવાદમા પણ ધાબા પર ખેતી કરવાનો ખેતીનો કન્સેપ્ટ સતત વિકસીત થઈ રહ્યો છે.

આ કન્સેપટની સાથે જ હવે ઓર્ગેનિક શાકભાજી મળે તે તરફ આગળ વધી રહ્યા છે ત્યારે અમદાવાદમા ક્યાં સ્થળે ધાબા પર ખેતી કરવામાં આવે છે. આ ખેતીમાં ક્યાં-ક્યાં પ્રકારના શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે. આ શાકભાજી કેટલા ફાયદાકારક સાબિત થાય છે. અમદાવાદમાં આવેલ સેટેલાઇટ વિસ્તારમાં રહેતાં સંસ્કાર ફ્લેટમાં વસતા મહેશભાઈ મહેશ્વરી મિકેનિકલ છે પરંતુ તેમને કેન્સર જેવા ઘાતક રોગને કેવી રીતે મ્હાત આપી શકાય તે સંશોધન હાથ ધરતા એમાંથી ઓર્ગેનિક ફૂટનો કન્સેપટ સૂઝયો હતો.

આના દ્વારા એમણે તેમની અગાસી પર શાકભાજીની ખેતી કરવાની શરૂઆત કરી હતી. એમાં સફળતા મળ્યા બાદ હાલમાં મહેશભાઈ જાપાનની માફક એમના ધાબા પર શકભાજીની ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. જેમાં મહેશભાઈ તેમના ધાબા પર  સરગવો,રીગણ, લસણ,લિલી ચા,ધાણા, મરચા,ટમેટા સહિત કેટલાંક શાકભાજીનું વાવેતર કરીને ઓર્ગેનિક શાકભાજી મેળવી રહ્યા છે.

મહેશભાઈ અન્ય લોકો માટે બન્યાં પ્રેરણારૂપ:
મહેશભાઈએ ધાબા પર ઓર્ગેનિક ખેતી કરવાં માટે પોતાના ઘરમાંથી રોજીદા નીકળતા શાકભાજી,એઠવાડના કચરાનો ઇફએક્ટિવ બાયો કમોસ્ટીગ યુનિટ વિકસાવ્યું છે. જેને કારણે આ કપોસ્ટીગ યુનિટ દ્વારા દરરોજના નીકળતા કચરમામાંથી બાયો ગેસ પણ મેળવી રહ્યા છે તેમજ ઉત્તમ ક્વોલિટીનું ઓર્ગેનિક ખાતર પણ મેળવી રહ્યા છે.

આ કન્સેટપ દેશના અનેક શહેરોમાં વસતા તેમના મિત્રોને સમજાવીને ઓર્ગેનિક ખેતી માટે તથા શુદ્ધ શાકભાજી મેળવવાની પ્રેરણા ખેડૂતોને પણ આપી રહ્યા છે. આ જ ફોરમ્યુલાની સાથે મહેશભાઈ બીજા ખેડૂતોને ધાબા પર ખેતી કરવાં માટેની પ્રેરણા આપી રહ્યાં છે.  હાલમાં ભાગદોડભરી જિંદગીમાં લોકો જંકફૂડનું સેવન કરીને અનેક બીમારીને આમંત્રણ આપી રહ્યાં છે ત્યારે આ નાના કનેપટ મારફતે રોજબરોજની જિંદગીના ઓર્ગેનિક ફૂડની સાથે સુખાકારી આરોગ્ય મળે તે ખૂબ જ મહત્વનું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post