September 22, 2021

કૃષિ કાયદામાં કોનું હિત સાચવી રહી છે મોદી સરકાર? IPS અધિકારીનો આ લેખ ખોલી રહ્યો છે કેન્દ્ર સરકારની બધી પોલ

Share post

પ્રધાનમંત્રી મોદી જણાવતા કહે છે કે, “મારી નિયત ગંગાજળ જેવી છે.” પરંતુ નવા કૃષિ કાનૂન સપ્ટેમ્બર 2020 માં આવ્યા તે પહેલાં અદાણીએ કેટલી અને કેવી તૈયારી કરી હતી, તે જોઈએ તો પ્રધાનમંત્રીની નિયત કેવી છે? તેનો ખ્યાલ આવી ગયો છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીના પ્રચારમાં હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અદાણીના મીની પ્લેન અને હેલિકોપ્ટરમાં ફરતા હતા. પછી તો મોસાળમાં જમણવાર હોય અને મા પીરસનાર હોય તો શું પૂછવાનું!  6 વર્ષમાં ઈલેક્ટ્રિક પાવર ઉત્પાદન અને ડિસ્ટ્રિબ્યુશન, ધરેલું ગેસ, CNG, પોર્ટ, એરપોર્ટ અને ઓસ્ટ્રેલિયામાં કોલ માઇન્સ પ્રોજેકટ માટે SBIની અબજો રૂપિયાની લોન વગેરેમાં અદાણીએ ચમત્કારિક હરણફાળ ભરી છે.

મુંબઈના રહેવાશી વિનય દૂબેએ હરિયાણાના પાણીપત પાસે નોલ્થા ગામમાં જઈને સ્થળના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર 7 નવેમ્બર 2020ના રોજ મૂક્યા હતા. અહિયાં અદાણીએ 100 એકર જમીન બે વર્ષથી ખરીદેલી છે. આ જગ્યાએ તો બ્રોડગેજ રેલ્વે લાઈન પણ ફિટ કરી દીધી છે. 100 એકર જમીનમાં અનાજના સંગ્રહ માટે સ્ટોરેજ બનવાની કાર્યવાહી નવા કૃષિ કાનૂન સંસદમાં સપ્ટેમ્બર 2020 માં પ્રસાર થયા તે પહેલાં જ શરુ થઈ ગઈ હતી. એટલે જ ખેડૂતો (અદાણી) કૃષિ પેદાશોનો ગમે તેટલો સંગ્રહ કરી શકે તેવી જોગવાઈ કરવામાં આવી હતી. અને આ હતું કૃષિ કાનૂનનું રહસ્ય. માત્ર નોલ્થા ગામમાં જ નહીં પરંતુ 1000 એકરમાં ફેલાયેલ હોય તેવા 9000 સ્ટોરેજ દેશના જુદાજુદા ભાગમાં ઊભા કરવાનું પ્લાનિંગ અદાણીનું હતું. વિચાર કરો કે, અદાણી અનાજનો કેટલો મોટો જથ્થો પોતાની પાસે રાખશે? અદાણી લોકોની સેવા માટે આ કરશે કે, અનાજને ઊંચા ભાવે વેચવા? માત્ર દેશના ખેડૂતોને જ નહી, પરંતુ પ્રત્યેક નાગરિકને લૂંટવાનું આયોજન થઈ ગયું છે. સપ્ટેમ્બર 2020 પહેલા 1000 એકર જમીન ખરીદાઈ ગઈ હતી. રેલ્વે લાઈન પણ બિછાવી દીધી. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી અમર્યાદિત સંગ્રહ કરવાની કાનૂની સગવડ કરી આપે છે. નવા ત્રણ કૃષિ કાનૂન દેશ વિરુધ્ધનું કાવતરું નથી? શું આ જોઇને પણ પ્રધાનમંત્રીની નિયત ગંગાજળ જેવી લાગે છે?

‘ભારત બંધ’માં ‘ભારતીય કિસાન સંધ’ ભલે ન જોડાય પરંતુ તેમની દલીલ ખુબ જ શરમજનક છે…
દિલ્હી શેહરની બોર્ડર પર કેટલાય ખેડૂતો ઘેરાવ કરીને બેઠા છે. આઠ ડીસેમ્બર 2020ના રોજ કિસાન યુનિયનોએ ભારતબંધનું એલાન કર્યું હતું. ભારત સરકાર હાલમાં ભીંસમાં મૂકાઈ ગઈ છે. પ્રધાનમંત્રી મોદીની નિયત ગંગાજળ જેવી નિર્મળ નથી. જેની હકિકત હાલમાં ઉઘાડી થઈ ગઈ છે. કોરોના મહામારી વચ્ચે વિરોધ નહીં થાય તેમ માની ત્રણ કૃષિ કાયદાઓ લોકસભામાં ચર્ચા કર્યા વિના જ પસાર કરાવી દીધા. આટલી બધી ઉતાવળ કેમ? ખેડૂતોની કે કિસાન સંસ્થાઓની માંગણી ન હતી છતાં આ કાયદા કરવાની જરુર શું કામ ઉભી થઇ? ફંડ અને સવલતો આપનાર અદાણી અને અંબાણીને રાજી કરવા જ આ કાયદાઓ પ્રધાનમંત્રી મોદી લઈને આવ્યા છે. પ્રધાનમંત્રી મોદીનો દાવો છે કે, ભારતના ખેડૂતોને ખરી આઝાદી મળશે, પણ આઝાદી મળશે કોર્પોરેટ ગૃહોને. ખેડૂતોને તો ગુલામી જ મળવાની છે. એવું કિસાન યુનિયનોને હાલની પરિસ્થતિ જોતા લાગી રહ્યું છે. આ કારણોસર ભારતબંધનું એલાન કરવામાં આવ્યું હતું છે.

‘ભારતીય કિસાન સંધ’ તો સત્તાપક્ષની/RSSની પાંખ છે. એટલે ભારતબંધના એલાનમાં જોડાય નહીં તે સમજી શકાય એમ છે. ભલે ‘કિસાન સંધ’ ખેડૂતોની માંગણીને ટેકો ન આપે. પણ કિસાનસંધે ભારતબંધથી દૂર રહેવા જે દલીલ કરી છે તે ખુબ જ શરમજનક છે. ભારતીય કિસાનસંધે પોતાના લેટરપેડ દ્વારા જણાવ્યું હતું કે, ‘જો કે હાલ સુધી કિસાન આંદોલન શાંતિપૂર્વક રહ્યું છે, પરંતુ ઘટનાક્રમ જોતા લાગે છે કે ‘વિદેશી શક્તિઓ, રાષ્ટ્રદ્રોહી તત્વ, રાજકીય પક્ષોનો પ્રયાસ કિસાન આંદોલનને અરાજકતા તરફ દોરી જવાનો છે. વર્ષ 2017માં મંદસોરમાં છ ખેડૂતોના ગોળીબારમાં દર્દનાક મૃત્યુ થયા હતા. 32 ગાડીઓ અને દુકાનો અને કેટલાય ઘર સળગાવવામાં આવ્યા હતાં. આવી પરિસ્થિતિ ઉભી થવાની પુરેપુરી આશંકા છે. તે આંદોલન કરનારા નેતા વિધાયક અને મંત્રી બની ગયા. પણ જે ખેડૂતો ભોગ બન્યા તેના પરિવારજનો બરબાદીનો ડંખ સહન કરી રહ્યા છે. આવા આંદોલનથી નુકશાન તો દેશ અને ખેડૂતોને જ થાય છે.’

ઘણાય હિંસક આંદોલનો કરનાર ભારતીય કિસાન સંધને એકાએક કેવું ડહાપણ ફૂટ્યું, કે દેશભક્ત ખેડૂતોને રાષ્ટ્રદ્રોહી કહી શકાય નહીં. અહિંસક, શાંતિપૂર્વક ચાલી રહેલા કિસાન આંદોલનથી નુકશાન અદાણી, અંબાણી અને કોર્પોરેટ કંપનીઓને થવાનું છે. તેઓ ખૂલ્લા પડી જવાના છે. પ્રધાનમંત્રીનો છૂપો ચહેરો સામે આવી જવાનો છે, એટલે જ કોર્પોરેટ અને ગોદી મીડિયા કિસાનોને દેશદ્રોહી, ખાલીસ્તાની, અરાજકતાવાદી, વચેટિયાતરફી ચિતરે છે.

કૃષિ સંકટની અસર અદાણી અને અંબાણી સિવાય પ્રત્યેક નાગરિકને જ થવાની છે…
સત્તાપક્ષનું IT Cell અને તેમના ભક્તો જણાવતા કહી રહ્યા છે કે, ‘પ્રધાનમંત્રી મોદીને ત્રણ કૃષિ કાનૂનથી વચેટિયાની કમર તોડી નાખી છે. કૃષિ કાયદા ખેડૂતોના લાભમાં છે. કિસાન આંદોલન કિસાનોનું નથી, વચેટિયાઓનું છે’.

કિસાન આંદોલન મામલે જાણવું હોય તો વરિષ્ઠ પત્રકાર અને કિસાન કાર્યકર્તા પી. સાઈનાથને સાંભળવા અને વાંચવા પડે. તેમણે સામાજિક સમસ્યાઓ અને ગ્રામીણ પરિસ્થિતિ, ગરીબી, કિસાન સમસ્યા અને ભારત ઉપર વૈશ્વિકીકરણના ઘાતક પરિણામો ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. તેઓ જણાવતા કહે છે, “પ્રધાનમંત્રીએ વિચાર્યું હતું કે કોરોના સંકટની સ્થિતિમાં નવા કૃષિ કાયદાનો વિરોધ લોકો કરી શકશે નહીં, પરંતુ તેમનું અનુમાન ખોટું ઠર્યું છે. નવા કૃષિ કાયદા મુજબ કિસાન અને કંપની વચ્ચે કોઈ વિવાદ થાય તો કોર્ટમાં જઈ શકાય નહીં. તેવી જોગવાઈ ખતરનાક છે. વિવાદના ઉકેલ માટે SDM સમક્ષ જઈ શકાય. અપીલમાં કલેક્ટર સમક્ષ જઈ શકાય. કોર્ટમાં તો નહીં જ. પ્રાઈવેટ મંડી ઊભી થતા APMCની હાલત BSNL જેવી થઈ જશે. APMC નબળી પડતા MSP-મિનિમમ સપોર્ટ પ્રાઈસ મુજબ ખરીદી બંધ થઈ જશે.

પ્રાઈવેટ મંડી MSP કરતા ઓછા દરે ખરીદી કરશે. ત્યારે ખેડૂતો પાસે કોઈ ઓપ્શન્સ નહીં હોય. કેન્દ્ર સરકારને ખેડૂતોની નહીં પરંતુ કોર્પોરેટ કંપનીઓની વધારે ચિંતા છે. દાખલા તરીકે મહારાષ્ટ્ર રાજ્યના એક જિલ્લામાં ખેડૂતોએ 19.2 કરોડ રૂપિયાનું પ્રીમિયમ ભર્યું હતું અને કેન્દ્ર તથા રાજ્ય સરકાર તરફથી 77-77 કરોડ રુપિયા એટલે કે કુલ 173 કરોડ રુપિયા રીલાયન્સ ઈન્શ્યોરન્સ કંપનીને આપ્યા હતા. ખેડૂતોનો પાક નિષ્ફળ જતાં કંપનીએ ખેડૂતોને 30 કરોડ રૂપિયા ચૂકવ્યા. એક પણ રૂપિયાનું રોકાણ કર્યા વગર કંપનીએ 143 કરોડનો નફો કર્યો હતો. આ તો એક જિલ્લાની વાત છે. આખા રાજ્યની અને બીજા રાજ્યોમાંથી કેટલો નફો કર્યો હશે? તે અનુમાન કરી શકાય તેમ છે. પ્રધાનમંત્રી ફસલ બિમા યોજના રાફેલ કરતા પણ મોટો ગોટાળો છે.”

પ્રધાનમંત્રીની આરતી ઉતારતા ભક્તોએ સમજવાની જરુર છે કે, કૃષિ સંકટ માત્ર ગ્રામીણ ભારતનું સંકટ નથી. અને સમગ્ર દેશ પર તેની અસર થવાની છે; અદાણી-અંબાણી સિવાય પ્રત્યેક નાગરિકને અસર પહોંચવાની છે. પછી ભલે ને તે કિસાન હોય કે ન હોય….

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post