September 21, 2021

આ ખેડૂતભાઈ દર વર્ષે નર્સરી માંથી કરી રહ્યા છે લાખોની કમાણી, જાણો કેવી રીતે?

Share post

જો માણસ કંઈક કરવા માંગે છે, તો તે તે ચોક્કસપણે કરી શકે છે. રાજસ્થાનમાં આવેલ ઉદયપુરમાં રહેતો આકાશદીપ વૈષ્ણવ નર્સરીનો ધંધો કરે છે.  આકાશ પાસે કુલ 2,000 થી પણ વધારે પ્લાન્ટની જાતો છે. આકાશ તેની વાર્ષિક આવક કુલ 30 લાખ રૂપિયા છે. આકાશદીપના પરિવારની આર્થિક પરિસ્થિતિને કારણે તેણે 12 ધોરણ પછી જ નોકરીની શોધ શરૂ કરી દીધી હતી.

થોડા જ સમયમાં તેની શોધ પૂરી થઈ તેમજ તેને નોકરી મળી ગઈ. નોકરી મળ્યા બાદ તેણે આગળ અભ્યાસ કરીને પરિવારની આર્થિક પરિસ્થિતિ પણ સ્વસ્થ થઈ ગઈ પરંતુ આકાશના જણાવ્યા પ્રમાણે તેની નોકરીથી ખુશ ન હતો. જેને લીધે તેણે વર્ષ 2016 માં નોકરી છોડીને નવા વિચારો પર સંશોધન શરૂ કર્યું હતું તથા સંશોધન કરતી વખતે તેને નર્સરી વ્યવસાય વિશે જાણ થઈ હતી પરંતુ આ ક્ષેત્ર વિશે વધુ માહિતી ન હોવાને લીધે તેણે ધંધો તો શરૂ કર્યો પણ તેને નુકસાનનો સામનો કરવો પડ્યો હતો.

આકાશદીપે વ્યવસાય અંગે વધારે માહિતગાર થવાં માટે બેંગ્લોર તેમજ નોઈડામાં તાલીમ લીધી હતી. જેઓ પહેલેથી જ નર્સરીનો વ્યવસાય કરી રહ્યા હતા તેમની પાસેથી છોડની વિવિધતા વિશે એકસાથે મળીને વાત કરી હતી. તમામ જાણકારી એકત્ર કર્યા બાદ,ફરી એકવાર વ્યવસાયમાં પરત આવ્યા હતાં. ધંધો શરૂ કર્યા બાદ તેમની જરૂરિયાત પ્રમાણે ફૂલો અને અન્ય છોડ પૂરા પાડતા હતાં. ત્યારપછી એમની પાસેથી પ્રતિસાદ પણ લેતાં હતાં. આ રીતે માંગમાં વધારો થવાં લાગ્યો.

આની સાથે તેઓ ઓનલાઇન ઓર્ડર પણ લઈ રહ્યાં છે. છોડની સાથે તેઓ તેમની જાળવણીની ચીજવસ્તુઓ, વાસણ, ખાતર વગેરે પણ રાખે છે. જેને લીધે ગ્રાહકોને મોટાભાગની વસ્તુઓ એક જગ્યાએથી જ મળી રહે છે. જો કોઈ વ્યક્તિ આ વ્યવસાયની શરૂઆત કરવા માંગતો હોય તો તેણે પહેલા બજાર સંશોધન કરવું જોઈએ. કયા સ્થળે, કયા છોડની માંગ રહેલી છે તેમજ આ છોડ ક્યાંથી મળે છે, જાણકારી એકત્ર કરવાની રહેશે.

આકાશદીપ દક્ષિણ ભારતમાંથી નર્સરી પ્લાન્ટ લઈ આવે છે. આની માટે તેઓ એજન્ટો પાસેથી ખરીદવાને બદલે સીધા ખેડૂતો પાસેથી છોડની ખરીદી કરે છે. આકાશદીપની નર્સરીમાં હાલમાં કુલ 2,000 થી પણ વધારે છોડની જાતો ઉપલબ્ધ છે. આકાશદીપ જણાવે છે કે, જ્યાં સુધી શરૂઆતમાં ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી વધુ કામદારો હોવા જોઈએ નહિ. કારણ કે, શરૂઆતમાં આ વધારાના ખર્ચ ધંધાને નુકસાન થઈ શકે છે. જ્યારે તેઓએ શરૂઆત કરી ત્યારે મોટાભાગના કામ તેઓ જાતે જ કરતા હતાં. પરિવારના બાકી સભ્યોએ પણ ઘણી મદદ કરી હતી.

તેમની પાસે ઇનડોર તથા આઉટડોર એમ બંને છોડ છે. તેમનું માનવું છે કે, સૌથી વધારે માંગ હવા શુદ્ધિકરણ પ્લાન્ટની છે. આકાશદીપ આ કામમાં આવકની સાથે નોકરીનું લક્ષી છે. તેઓ કહે છે કે મારું કાર્ય લોકોના ઘરને જ સુંદર બનાવે છે પરંતુ પર્યાવરણને પણ ખુબ ફાયદો થાય છે. તેઓ થોડા સમયમાં જ રાજસ્થાનની બહાર પણ પોતાના ધંધાનો વિસ્તાર કરશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post